શોધખોળ કરો

અમદાવાદઃ ઈન્સ્ટા ફ્રેન્ડ યુવતીએ બિઝનેસમેનને શરીર સુખ માણવા ગાંધીનગર બોલાવ્યો, ફ્લેટમાં બે કલાક બંને સાથે રહ્યાં ને............

સેક્ટર-7 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી એ ચૌધરીએ જણાવ્યું કે, આ મામલો હનીટ્રેપરીતે લૂંટવામાં આવ્યા હોવાની  શક્યતા છે. 

અમદાવાદ : અમદાવાદના વેજલપુરમાં રહેતા અને ડેરીના માલિકને ગાંધીનગરમાં રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયા દ્વારા પરિચય થયો હતો. યુવતીએ આ બિઝનેસમેનને શરીર સુખ  માણવા માટે ઘરે બોલાવ્યા પછી પોતાના ફ્લેટમાં બે દિવસ ગોંધી રાખીને રૂપિયા પાંચ લાખની માંગણી કર્યાની ચોંકાવનારી ઘટના બની છે. બિઝનેસમેન તક મળતાં ફ્લેટમાંથી નાસી ગયો હતો. બિઝનેસમેને આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને હની ટ્રેપ કરતી ગેંગનું કૃત્ય હોવાની શક્યતા લાગી રહી છે.  આ ઘટના બાદ આરોપીઓ ભાડાના ફ્લેટને તાળુ મારીને નાસી ગયા છે.

અમદાવાદના વેજલપુર વૈજનાથ મહાદેવ પાસે મુખવાસમાં રહેતા બિઝનેસમેન ખાનગી કંપનીની ડેરીની ફ્રેન્ચાઇઝી પોતાન ભાઇ સાથે ચલાવે છે. બે મહિના પહેલા મહેન્દ્રસિંહના  ઇન્ટાગ્રામ પર એક યુવતીએ મેસેજ માક્લ્યો હતો.  થોડી વાતચીત થતા મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી. ત્યાર પછી વોટ્સએપથી નિયમિત વાતચીત અને વિડીયો કોલ કરીને બંને નજીક આવ્યાં હતાં.  

યુવતીએ જણાવ્યું હતું કે તેના પતિ દુબઇ છે અને તેની દીકરી  હાલ સાસુ સસરા સાથે રહે છે. તેણે 20 દિવસ પહેલા બિઝનેસમેનને મળવા માટે ગાંધીનગર વાવોલ ખાતે આવેલા સ્વર્ણીમ પેરેડાઇઝના ધાબા  પર બોલાવ્યો હતો.   10  દિવસ બાદ બિઝનેસમેન યુવતીને મળવા માટે  તેના ફ્લેટમાં ગયો હતો અને 30 મિનિટ તેની સાથે રહ્યો હતો.  25 ઓક્ટોબરે 11 વાગે  યુવતીએ મેસેજ કરીને તેને ઘરે બોલાવ્યો હતો. બિઝનેસમેન પોતાની  બોલેરો  કારને એપાર્ટમેન્ટ બહાર પાર્ક કરીને  ઘરે મળવા ગયો હતો.

લગભગ બે કલાક સુધી બંને ઘરમાં જ હતાં ત્યાં કોઇએ ડોરબેલ વગાડતા યુવતીએ બિઝનેસમેનને છૂપાઇ જવાનું ક્હ્યું હતું. યુવતીએ દરવાજો ખોલતાં અંદર ઘૂસી આવેલા લોકોએ પોતાની પોલીસ તરીકે  ઓળખ આપીને  કહ્યું હતું કે,  તેં આ છોકરી સાથે ખરાબ કામ કર્યું છે એટલે પોલીસ કેસ થશે. તારે બચવુ હોય તો પાંચ લાખ રૂપિયા આપી દેજે. બિઝનેસમેને બે લાખ સુધીની તૈયારી બતાવતાં તેના ફોન પરથી નકલી પોલીસે બિઝનેસમેનના ભાઇ સાથે વાત કરીને કહ્યું હતું કે, તમારો ભાઇ કેસમાં ફસાયો છે અને બધુ મારા હાથમાં છે. એ પછી તેમણે બિઝનેસમેનને  એક રૂમમાં બંધ કરી દીધો હતો બીજા દિવસે ફરીથી તેને નાણાં મંગાવી લેવા માટે દબાણ કર્યું હતું અને પાંચ લાખથી ઓછી રકમ ન મળે ત્યાં  નહી છોડવાની ધમકી આપી હતી. 

27 ઓક્ટોબરે નકલી પોલીસ ફરીથી આવ્યો હતો. ફ્લેટનો દરવાજો ખુલ્લો હોવાથી બિઝનેસમેન તક મળતા નાસી ગયો હતો. આ મામલે સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પહોચે તે પહેલા યુવતી અને નકલી પોલીસ ફરાર થઇ ગયા હતા. સેક્ટર-7 પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી એ ચૌધરીએ જણાવ્યું કે, આ મામલો હનીટ્રેપરીતે લૂંટવામાં આવ્યા હોવાની  શક્યતા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટેKankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Health Tips: શું તમે પણ ડિસ્પોઝેબલ કપમાં ચાની ચૂસકી લો છો? તેની ગંભીર અસર જાણશો તો હોંશ ઉડી જશે
Health Tips: શું તમે પણ ડિસ્પોઝેબલ કપમાં ચાની ચૂસકી લો છો? તેની ગંભીર અસર જાણશો તો હોંશ ઉડી જશે
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Embed widget