શોધખોળ કરો

PM Modi Gujarat visit: 9 ઓક્ટોબરના ગુજરાતનું આ પ્રખ્યાત મંદિર મુલાકાતીઓ માટે રહેશે બંધ, પીએમ મોદી લેશે મુલાકાત

PM Modi Gujarat visit: પીએમ મોદીએ ગુજરાતમાં યોજનારી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની કમાન સંભાળી લીધી છે. આ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

PM Modi Gujarat visit: પીએમ મોદીએ ગુજરાતમાં યોજનારી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની કમાન સંભાળી લીધી છે. આ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 9 ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન મોદી મહેસાણામાં સભા સંબોધશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી મોઢેરા સૂર્ય મંદિરમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ પણ કરશે. આ કાર્યક્રમને પગલે મોઢેરા સૂર્ય મંદિરમાં આમ જનતા અને વિઝીટર માટે 9 ઓક્ટોમ્બરના રોજ એન્ટ્રી બંધ રહેશે.

પીએમ 9 ઓક્ટોમ્બરના રોજ મહેસાણામાં સભા સંબોધશે

પીએમ મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ 9 ઓક્ટોમ્બરના રોજ મહેસાણામાં સભા સંબોધશે. આ ઉપરાંત પીએમ મોઢેરાની મુલાકાત પણ લેશે. મોઢેરા સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબર 2022ના રોજ મોઢેરાને ભારતનું પ્રથમ (24 x 7) રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે.

મોઢેરા સોલાર પાવર પ્રોજેક્ટ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મને આનંદ છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં ગુજરાતે ફરી એકવાર આગેવાની લીધી છે. 2030 સુધીમાં ભારતની 50% ઊર્જા જરૂરિયાતો રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન દ્વારા પૂર્ણ કરવાના તેમના સંકલ્પને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

જાણો સમગ્ર પ્રોજેક્ટ શું છે

ભારત સરકાર અને ગુજરાત સરકારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સાથે સંકલિત સોલાર પાવર પ્રોજેક્ટ દ્વારા મોઢેરાને 24 x 7 સોલાર એનર્જી પ્રદાન કરવા માટે મોઢેરાના સૂર્યમંદિરથી લગભગ 6 કિમીના અંતરે આવેલા મહેસાણાના સજ્જનપુરા ખાતે 'મોઢેરા સૂર્ય મંદિર અને નગરનું સોલરાઇઝેશન' શરૂ કર્યું. 

ગુજરાત સરકારે આ પ્રોજેક્ટના વિકાસ માટે 12 હેક્ટર જમીનની ફાળવણી કરી. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બે તબક્કામાં 50-50 ટકાના ધોરણે ₹80.66 કરોડની રકમ ખર્ચ કરવામાં આવી છે, એટલે કે પ્રથમ તબક્કામાં (ફેઝ-1) ₹69 કરોડ અને બીજા તબક્કામાં (ફેઝ-2) ₹11.66 કરોડ ખર્ચવામાં આવ્યા છે. 

1 KW ની 1300 થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઘરો પર સ્થાપિત કરવામાં આવી છે. સોલાર પેનલ દ્વારા દિવસ દરમિયાન પાવર સપ્લાય કરવામાં આવે છે. સાંજે, BESS દ્વારા ઘરોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

પ્રોજેક્ટની વિશેષતાઓ

• આ પ્રોજેક્ટ દ્વારા, મોઢેરા ભારતનું પ્રથમ એવું ગામ બનશે જે નેટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરશે. 
• વધુમાં, સૌર ઊર્જા આધારિત અલ્ટ્રા-મોર્ડન ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ધરાવતું તે પ્રથમ આધુનિક ગામ છે. 
• ભારતની પ્રથમ ગ્રીડ કનેક્ટેડ MWH સ્કેલ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ
• લોકોને વીજળીના બિલમાં 60%થી 100% સુધીની બચત થશે, 

સૂર્યમંદિરનું સોલરાઇઝેશન

સૂર્યમંદિર ખાતે હેરિટેજ લાઇટિંગ્સ અને 3-ડી પ્રોજેક્શન સૌર ઊર્જા પર કામ કરશે. આ 3-ડી પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરશે. આ પ્રોજેક્શન સાંજે 15-18 મિનિટ સુધી ચાલશે. મંદિરના પરિસરમાં હેરિટેજ લાઇટિંગ લગાવવામાં આવી છે. આ લાઇટિંગ જોવા માટે લોકો હવે સાંજે 6.00 થી 10.00 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે. 3-ડી પ્રોજેક્શન દરરોજ સાંજે 7:00 થી 7:30 વાગ્યા સુધી ઓપરેટ કરવામાં આવશે.

બિલમાં મોટો ઘટાડો

સૌર ઊર્જાના ઉપયોગથી નાગરિકોમાં સમૃદ્ધિ વધી છે. પહેલા બિલ ₹1 હજારથી વધારે આવતું હતું, એ હવે ઝીરો થઇ ગયું છે. બધા ઘરની ઉપર કોઈપણ જાતના ખર્ચા વિના સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ ઉપરાંત વીજળી જમા થાય તો વધારાના પૈસા પણ આપવામા આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
ચૂંટણી પંચનો સૌથી મોટો નિર્ણય, દેશના 6 રાજ્યોમાં SIR ની સમયમર્યાદામાં કરાયો વધારો
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
IND vs SA 2nd T20 Live Score: સૂર્યકુમાર યાદવે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો નિર્ણય, જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
છેલ્લા 14 વર્ષમાં કેટલા લાખ ભારતીયોએ નાગરિક્તા છોડી? સરકારે સંસદમાં આપ્યો જવાબ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Hyundai Creta થી લઈ Tata Nexon સુધી, ભારતમાં આ 5 કારોની સૌથી વધુ ડિમાન્ડ 
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Post Office: પોસ્ટમાં 5 લાખ જમા કરો, મેચ્યોરિટી પર મળશે 2 લાખથી વધુ વ્યાજ, જાણો ડિટેલ્સ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
અરુણાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટના: મજૂરોને લઈ જતો ટ્રક સેંકડો ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, 22 લોકોના મોત
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
આ મુસાફરોને 5000 થી 10,000 સુધી વળતર આપશે ઈન્ડિગો, જાણો કઈ રીતે કરી શકો છો ક્લેમ 
Embed widget