Gujarat Gaurav Yatra : 'પરદેશી બાવળ ત્યાં કોંગ્રેસનું કામ બોલે છે; આ બાવળીયાવાળા છે ધ્યાન રાખજો, કુંવરજીભાઈ માઇલા નહીં'
રૂપાલાએ કોંગ્રેસના કેમ્પેઇનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, બોઘરાજી કહેતા હતા કે, કોંગ્રેસે બોર્ડ માર્યા છે કે, અમારું કામ બોલે છે. સાચી વાત છે. તમે જ્યાં જ્યાં પરદેશી બાવળ ભારો, એ એમનો વાવેલો છે.
Gujarat Gaurav Yatra : સુરેન્દ્રનગરમાં ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, અનુરાગ ઠાકુરે પૂછ્યું ગૌરવ યાત્રા કેમ નીકળ્યા ? અમારો મલક જ યાત્રાનો. યાત્રાઓના કોચિંગ કલાસ ના હોય. સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા સાંસદમાં લાગતા 75 વર્ષ લાગ્યા. ગુજરાત સિંહની બોર્ડ (મોદીના સંદર્ભમાં).
ગેરંટી આપવાવાળા સુભાષની પ્રતિમાં લગાવનાર કહેવાય. કાર્ડ આપનારા બકાલીઓ નહીં.
નર્મદા ડેમ પર દરવાજા મુકવાની પરમિશન આપતા કોગ્રેસ સરકારે 10 વર્ષ લગાડ્યા. નર્મદાનું પાણી કેવડીયાથી કચ્છ સુધી પહોંચાડ્યું તેનું ગૌરવ. સિવિલ હોસ્પિટલ જેવી શ્રેષ્ઠ, કોઈ હોસ્પિટલ નહીં. કોંગ્રેસ અમારું કામ બોલે છે તે મુદ્દે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં ગાંડા પરદેશી બાવળા ત્યાં કોંગ્રેસનું કામ બોલે છે. કુંવરજીવાળા બાવળિયા નહીં, તેમ કહી રૂપાલાની મજાક કરી હતી.
રૂપાલાએ કોંગ્રેસના કેમ્પેઇનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, બોઘરાજી કહેતા હતા કે, કોંગ્રેસે બોર્ડ માર્યા છે કે, અમારું કામ બોલે છે. સાચી વાત છે. તમે જ્યાં જ્યાં પરદેશી બાવળ ભારો, એ એમનો વાવેલો છે. આપણા તા ગઢીયા કહી ગયા હતા કે, બાવળ નો વાવતા. આંબા વાવો. આ બાવળ આપણને નડે છે. બિયારણના વાવનારા આ છે. આ બાવળીયાવાળા છે ધ્યાન રાખજો. કુંવરજીભાઈ માઇલા નહીં.
'જન્માષ્ટમીએ જન્મ લીધો પરંતુ મહિલાઓની ઈજ્જત નથી કરી શકતા', કેજરીવાલ પર અનુરાગ ઠાકુરના પ્રહાર
સુરેન્દ્રનગરઃ ભાજપ દ્વારા ગુજરાતમાં ગૌરવ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે ગૌરવ યાત્રા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે પહોંચી છે. અહીં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે, જન્માષ્ટમીએ જન્મ લીધો પરંતુ મહિલાઓની ઈજ્જત નથી કરી શકતા. શરાબ ઘોટાળાના આરોપી મનીષ સીસોદીયા, પંજાબમાં 04 મહિનામાં 70 મર્ડર થયા છે. ઉત્તર પ્રદેશ, ગોવા , મણિપુરમાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું. ગુજરાતે ત્રણ મહિનામાં નેશનલ ગેમ્સનું આયોજન કર્યું. ગુજરાત ગૌરવ યાત્રા 144 વિધાનસભા સીટો પર ફરશે. ગુજરાતમાં 150થી વધુ સીટો ભાજપ જીતશે.
તેમણે કહ્યું કે, ગુજરાતની ધરતીએ ભારતને સ્વતંત્રતા અપાવવા ગાંધી અને સરદાર આપ્યા. નરેન્દ્ર મોદીએ દેશને કોરોનામાથી ઉગાર્યો. અખંડ ભારત રચવાનું કાર્ય સરદાર પટેલે કર્યું. વાઇબ્રન્ટ ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ વગરે વડાપ્રધાનના કાર્ય. લોકોનો વિશ્વાસ નરેન્દ્ર મોદી અને ડબલ એન્જીન સરકાર બાદ. 2000ના વર્ષ પહેલાં ગુજરાતમાં તોફાનો થતા. નરેન્દ્ર મોદીના આવ્યા બાદ ગુજરાતમાં શાંતિ સ્થપાઈ. સોમનાથ, અયોધ્યા, રામ મંદિર , કાશી વિશ્વનાથ વગેરે ધરોહરો નો પૂનઃ ઉદ્ધાર કરાયો. 2014 માં ગુજરાત મોડલ સંપૂર્ણ દેશે સ્વીકાર્યું.
તેમણે કહ્યું કે, 30 વર્ષ બાદ પૂર્ણ બહુમતીની સરકાર બની હતી. 200 વર્ષ ભારત પર શાશન કરનારા અંગ્રેજોના દેશને પાછળ છોડી ભારત વિશ્વમાં 05 માં નંબરનું અર્થતંત્ર. ડબલ એન્જીનની સરકારમાં દિલ્હીથી આવેલા પૈસા ગુજરાતના ખૂણા-ખૂણામાં પહોંચે છે. પહેલું સોલાર વિલેજ મોઢેરામાં બન્યું. ગિફ્ટ સિટીમાં મોટી કંપનીઓ આવી રહી છે. સાણંદ ઓટોમોબાઇલ હબ બન્યું છે. દેશની પહેલી બુલેટ ટ્રેન ગુજરાતથી ચાલશે, નેનો યુરિયા પ્લાન્ટ આપ્યો. ખેડૂતોને ફસલ વીમા યોજના અપાઈ.
ધ્રાંગધ્રા સભાસ્થળે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ગુજરાત અને હિમાચલ બંનેમાં ભાજપની સરકાર બનશે. ભાજપ ઐતિહાસિક સીટો મેળવશે. અરવિંદ કેજરીવાલનું દિલ્હી મોડલ નિષ્ફળ. મોહલ્લા ક્લિનિક બંધ છે અને તેના આંગણામાં પશુઓ રખડે છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં હાર દેખી ગઈ છે એટલે વડાપ્રધાન પર વ્યકતીગત ટિપ્પણીઓ કરી રહી છે. કોંગ્રેસ પરિવારની પાર્ટી છે, પરિવાર જ તેને ખતમ કરી રહ્યો છે. પરિવારમાં જ મતભેદ છે એટલે ભાઈ-બહેન સાથે નથી.
પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, અનુરાગ ઠાકુરે પૂછ્યું ગૌરવ યાત્રા કેમ નીકળ્યા ? અમારો મલક જ યાત્રાનો. યાત્રાઓના કોચિંગ કલાસ ના હોય. સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સાંસદમાં લાગતા 75 વર્ષ લાગ્યા. ગુજરાત સિંહની બોર્ડ (મોદીના સંદર્ભમાં). ગેરંટી આપવાવાળા સુભાષની પ્રતિમા લગાવનાર કહેવાય. કાર્ડ આપનારા બકાલીઓ નહીં. નર્મદા ડેમ પર દરવાજા મુકવાની પરમિશન આપતા કોગ્રેસ સરકારે 10 વર્ષ લગાડ્યા.
કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર સાથે કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, કુંવરજી બાવળિયા, આઈકે જાડેજા ધ્રાંગધ્રા સભસ્થળે પહોંચ્યા હતા. સભા સ્થળે ભાજપના ધ્રાંગધ્રા નગરપાલિકા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચયતાના સભ્યો ઉપસ્થિત છે.