ભારતને વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં ૫ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવા ગુજરાત મહત્વની ભૂમિકા ભજવવા તત્પર
ઓક્ટોબર ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન FDIમાં ગુજરાતનું યોગદાન ૧૮ ટકા :રૂ.૨,૨૮,૮૩૩ કરોડનું વિદેશી રોકાણ આકર્ષિત કર્યું.
Vibrant Gujarat 2024: ગુજરાતીઓ એટલે વેપારી પ્રજા. આવી એક સર્વમાન્ય ઓળખ છે અને એ મહદંશે સાચી પણ છે. ગુજરાતની અર્થવ્યવસ્થા તેના મજબૂત આર્થિક પાયા સાથે ‘ભારતના ગ્રોથ એન્જિન’ તરીકે રીતે જાણીતી છે. વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં USD પાંચ ટ્રિલિયન જીડીપીનું લક્ષ્ય હાંસલ કરાવવાના ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવામાં ગુજરાતની ભૂમિકા અગત્યની બની રહેવાની છે. ગુજરાતે વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતના જીડીપીના ૮.૩૬ ટકાના હિસ્સાથી વધીને વર્ષ ૨૦૨૬-૨૭ સુધીમાં લગભગ ૧૦ ટકા હિસ્સો સુધી પહોંચવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઓક્ટોબર-૨૦૧૯થી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન, FDI માં ૧૮.૦ ટકા યોગદાન સાથે ગુજરાતે રૂા. ૨૨૮૮૩૩ કરોડ (US $ ૩૦૬૬૦ મિલિયન)ની વિદેશી સીધી મૂડી આકર્ષિત કરી છે. એન્યુઅલ સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝ (ASI) ૨૦૧૯-૨૦ના પરિણામો અનુસાર, ગુજરાત કુલ ઉત્પાદન, સ્થાયી મૂડી અને ચોખ્ખી મૂલ્ય વૃધ્ધિ (NVA)માં અનુક્રમે ૧૮.૨ ટકા, ૨૦.૬ ટકા અને ૧૫.૭ ટકાના હિસ્સા સાથે દેશમાં પ્રથમ છે. નેશનલ મેન્યુફેક્ચરિંગ જીડીપી ૨૦૨૦-૨૧માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ગુજરાતનો ફાળો સૌથી વધુ ૧૮.૭૪ ટકા છે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે ગુજરાત રાજયનું કુલ GST કલેક્શન રૂા.૯૦૮૯૨ કરોડ, જયારે વર્ષ ૨૦૨૨-૨૩ (એપ્રિલ-૨૦૨૨-નવેમ્બર-૨૦૨૨)માં તે રૂા.૭૧૨૪૩ કરોડ છે. ગુજરાત ચાર અક્ષરનો શબ્દ આજે વિકાસનો પર્યાય બની ગયો છે.
વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ જેવા કાર્યક્રમોના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારોની પ્રથમ પસંદગીનું સ્થળ બન્યુ છે. દીર્ઘદ્રષ્ટા તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા અથાગ પ્રયાસોના પરિણામે ગુજરાત ઉદ્યોગકારો માટે સ્વર્ગ બની ગયું છે. ગુજરાત સરકારનું મુખ્ય ફોકસ સર્વસમાવેશક વિકાસ છે. વિકાસ માટેના મુખ્ય ક્ષેત્રો તરીકે નવીનીકરણ, સસ્ટેનેબિલિટી (ટકાઉપણું), યુવા અને કૌશલ્ય વિકાસ અને નોલેજ શેરિંગને ઓળખવામાં આવ્યા છે. સ્ટાર્ટ અપ અને ઇનોવેશન આર્થિક વૃદ્ધિમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. નોકરીઓનું સર્જન કરવા ઉપરાંત તેઓ વધુ સ્માર્ટ, જેન નેક્સ્ટ સોલ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે નવીનતા લાવી અને સ્પર્ધાને વેગ આપી આર્થિક ગતિશીલતા લાવે છે. ગુજરાતે વ્યાપક ઉદ્યોગ સાહસિકતાની તેની સહજ શક્તિને કારણે રાષ્ટ્રીય સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે ગુજરાત ઔદ્યોગિક નીતિ ૨૦૧૫ હેઠળ સ્ટાર્ટઅપ્સને આપવામાં આવેલા પ્રોત્સાહનોએ નોડલ સંસ્થાઓનું મજબૂત નેટવર્ક બનાવવામાં મદદ કરી છે અને કેટલાક સ્ટાર્ટઅપ્સે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની કામગીરી/ઉત્પાદનો વિસ્તાર કર્યો છે. એક સહજ પ્રશ્ન એ પણ થાય કે, કઇ યોજનાઓ અન્વયે યુવાનોને સહાયતા પ્રાપ્ત થઇ રહી છે ? તો એનો સીધો જવાબ એ છે કે, ઉદ્યોગ અને ખાણ વિભાગની સ્ટાર્ટઅપ્સને સહાયતા માટેની યોજના અને શિક્ષણ વિભાગની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી (SSIP – 2.0) છે.
ઔદ્યોગિક નીતિ ૨૦૨૦ હેઠળ સ્ટાર્ટઅપ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓની વાત કરીએ તો, સ્ટાર્ટઅપ દીઠ INR ૩૦ લાખ સુધીનો seed support આપવામાં આવે છે. સામાજિક ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સ માટે, સામાજિક પ્રભાવ ધરાવતા સ્ટાર્ટઅપ્સને INR ૧૦ લાખની વધારાનો seed support પણ પૂરો પાડવામાં આવે છે. નિર્વાહ ભથ્થા તરીકે, માસિક INR ૨૦,૦૦૦ એક વર્ષ માટે અને women led સ્ટાર્ટઅપ્સ/ગ્રાસરૂટ સ્ટાર્ટઅપ્સના કિસ્સામાં માસિક INR ૨૫,૦૦૦ની સહાય અપાય છે. Acceleration પ્રોગ્રામમાં ભાગ લેવા મહત્તમ INR ૩ લાખની સહાય પુરી પાડવામાં આવે છે.આ ઉપરાંત, અન્ય પ્રોત્સાહનોમાં તાલીમ માટે સ્ટાર્ટઅપ દીઠ INR ૧ લાખ સુધીની સહાય અપાય છે. માન્ય નોડલ સંસ્થાને સ્ટાર્ટઅપના મેન્ટરીંગ ના ભાગરૂપે સ્ટાર્ટઅપ દીઠ INR ૧ લાખની સહાય મળે છે. ગુજરાતના ૯૧૦૦+ સ્ટાર્ટઅપને ભારત સરકારના DPIIT (ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ) દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ છે. મહિલા ઉદ્યોગ સાહસિકો, ગ્રાસરૂટ સ્ટાર્ટઅપ્સ અને બિનપરંપરાગત ઊર્જા, ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રના સ્ટાર્ટઅપ્સને સમર્થન વિષે વિગતે સમજવા જેવી વાત છે. સ્ટાર્ટઅપ્સને સહાયતા માટેની યોજનાના ભાગ રૂપે મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ્સને વિશેષ સમર્થન આપવામાં આવે છે. રાજ્યમાં મહિલા ઉદ્યોગસાહસિક અને ગ્રાસરૂટ ઇનોવેશનને વેગ આપવા માટે સરકાર દ્વારા GIAN, IRMA, સૃષ્ટિ ઇનોવેશન્સ, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, સ્ટ્રીનોવેશન વગેરે જેવા ગ્રાસરૂટ ઇન્ક્યુબેશન સેન્ટર્સને માન્યતા આપવામાં આવેલી છે. સેન્ટર ફોર આંત્રપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ: ગુજરાતે ૧૯૭૯માં સમગ્ર રાજ્યમાં સેન્ટર ફોર આંત્રપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (CED) નેટવર્ક શરૂ કર્યું હતું.૧૯૮૩માં “આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ”ની સ્થાપના કરી છે. સરકાર દ્વારા સમર્થન પ્રાપ્ત વેન્ચર ફંડ ગુજરાત વેન્ચર ફાયનાન્સ લિ.ની સ્થાપના ૧૯૯૦માં ગુજરાત સરકાર અને વિશ્વ બેંકના સમર્થનથી કરવામાં આવી હતી. IIM - અમદાવાદ ખાતે ૨૦૦૨માં સમર્પિત ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવા માટેની સરકારી યોજના: જાન્યુઆરી ૨૦૧૫માં, ઉદ્યોગ અને ખાણ વિભાગે સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા માટે એક યોજના શરૂ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓના વિચારોને (Ideas) સમર્થન આપવાની યોજના: જાન્યુઆરી ૨૦૧૭માં, શિક્ષણ વિભાગે ગુજરાત સ્થિત સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે તેની એક પ્રકારની યોજના શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય એવોર્ડસ સ્તરે ગુજરાતના આ અભિગમને સરાહના મળી છે. ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસ તરફ કામ કરવામાં મોખરે રહી છે. વ્યાપક ઉદ્યોગસાહસિક ભાવના અને હિસ્સેદારોના સમર્થનની રાજ્યની સહજ શક્તિને કારણે, તેણે ભારત સરકાર દ્વારા સતત ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૧માં રાજ્યના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં "શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર" તરીકે માન્યતા મેળવીને રાષ્ટ્રમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે.રાજ્યએ ૨૦૧૭માં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્લાનના સફળ અમલીકરણ માટે પ્રતિષ્ઠિત "પ્રધાનમંત્રી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન" પણ જીત્યો છે.
ગુજરાતમાં આજે ઉદ્યોગ વિભાગમાં નોંધાયેલ ૫૧ નોડલ સંસ્થાઓ છે.આ ઉપરાંત પોર્ટલ પર ૩૦૦થી વધુ મેન્ટર્સ સ્ટાર્ટઅપ્સને સહાયરૂપ બનવા માટે રજીસ્ટર્ડ થયેલા છે. આ યોજના હેઠળ કુલ ૩૯૦ સ્ટાર્ટઅપ્સને કુલ INR ૪૩કરોડની સહાયની ચુકવણી કરવામાં આવેલ છે. સહાય મેળવેલા સ્ટાર્ટઅપ્સ દ્વારા કુલ ૧૨૫ થી વધુ પેટન્ટ ફાઈલ કરવામાં આવેલ છે. આ માટે એક ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ છે.રાજ્ય પાસે સમર્પિત સ્ટાર્ટ-અપ ગુજરાત પોર્ટલ (www.startup.gujarat.gov.in) છે જે ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે સ્ટાર્ટઅપ્સને માહિતી પ્રદાન કરે છે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ટેક્નોલોજી (iCreate): એક્સેલન્સના સ્વાયત્ત કેન્દ્ર તરીકે સ્થાપિત, આ કેન્દ્ર ૪૦ એકર કેમ્પસમાં ફેલાયેલું છે. iCreate "સ્ટાર્ટઅપ નેશન" ઇઝરાયેલ અને ભારતના ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ વચ્ચે "સેતુ" તરીકે વિકસિત થયું છે. ઈન્ટરનેશનલ ઓટોમોટિવ સેન્ટર ઓફ એક્સેલન્સ (iACE): આ કેન્દ્ર ગુજરાત સરકાર અને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડનું સંયુક્ત વેન્ચર છે. આ કેન્દ્ર એક વિશ્વ કક્ષાની સંસ્થા છે જે ઓટોમોબાઈલ ઈકોસિસ્ટમની તાલીમ, વિકાસ અને નવીનતાની જરૂરિયાતો પૂરી કરે છે. ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub): i-Hub એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા SSIP હેઠળ સ્થાપિત વાઇબ્રન્ટ ઇન્ક્યુબેશન સેટઅપ છે. ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ (GVFL); તે દેશનાં સૌથી જૂના વેન્ચર ફંડ પૈકીનું એક છે. ગુજરાત સરકાર અને વિશ્વ બેંકની પહેલથી ૧૯૯૦ માં સ્થપાયેલ, GVFL એ અદ્યતન ટેકનોલોજી પર કામ કરતા ૯૪ સાહસોને સમર્થન આપ્યું છે તેમ જ નવા વિચારો સાથે સાહસિકોને પ્રોત્સાહિત કર્યા છે.