શોધખોળ કરો

દેશ વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય, ગયા વર્ષે 180000000થી વધુ પ્રવાસીઓ આવ્યા

Gujarat tourism growth 2023-24: રાજ્યમાં ગત વર્ષ ૨૦૨૩ ૨૪માં કુલ ૧૮ કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા : પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા

Gujarat tourism record 2023-24: ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૨૭ સપ્ટેમ્બરે ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ગુજરાતનો પ્રવાસન, બિઝનેસ, રોજગારી, આધ્યાત્મિક તેમજ ઔદ્યોગિક રોકાણ સહિત તમામ ક્ષેત્રે ૩૬૦ ડિગ્રી વિકાસ થયો છે જેની નોંધ આજે સમગ્ર વિશ્વ લઇ રહ્યું છે. વર્તમાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાસની આ શ્રૃંખલાને અવિરત આગળ ધપાવી રહ્યા છે ત્યારે દેશ વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યમાં ગત વર્ષ ૨૦૨૩ ૨૪માં કુલ ૧૮.૫૯ કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા છે તેમ,પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ
જણાવ્યું હતું.

પ્રવાસન મંત્રી મુળુભાઈએ ગુજરાતની મુલાકાતે આવેલા પ્રવાસીઓ અંગે વિગતવાર માહિતી આપતા કહ્યું હતું કે, સુરક્ષા અને શાંતિ માટે ઓળખાતા ગુજરાતની વર્ષ ૨૦૨૩ ૨૪ દરમિયાન કુલ ૧૮.૫૯ કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, આમાં ૧૭.૫૦ કરોડ સ્થાનિક પ્રવાસીઓ તેમજ ૨૩.૪૩ લાખ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જેમાં ૧૧.૩૮ કરોડથી વધુ પ્રવાસીઓએ એક દિવસ માટે જ્યારે ૭.૨૧ કરોડથી વધુ પ્રવાસીઓએ રાત્રિરોકાણ કર્યું હતું. જે ગત વર્ષ ૨૦૨૨ ૨૩ દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ૧૪.૯૮ કરોડ હતી એટલે કે, ગયા વર્ષની સરખામણીએ વર્ષ ૨૦૨૩ ૨૪માં ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ૨૪.૦૭ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે તેમ, મંત્રી એ ઉમેર્યું હતું.

પ્રવાસન મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ભારતભરમાંથી મુખ્યત્વે ધાર્મિક, બિઝનેસ, હેરિટેજ અને લીઝર એટલે કે પોતાના વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવા, અને એમ ચાર ક્ષેત્રે રસ ધરાવતા પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવે છે.

મંત્રી મુળુભાઈએ જણાવ્યું હતું કે, ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે ત્યારે દેશભરમાંથી સૌથી વધુ ૧.૬૫ કરોડ માઈ ભક્તોએ અંબાજી ખાતે માં અંબાના દર્શનનો લાભ લીધો છે. જ્યારે દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મંદિર ખાતે ૯૭.૯૩ લાખ, દ્વારકા ખાતે ૮૩.૫૪ લાખ, મહાકાળી મંદિર પાવાગઢ ખાતે ૭૬.૬૬ લાખ તેમજ ડાકોર ખાતે ૩૪.૨૨ લાખ એમ કુલ મળીને ૪૫૭.૩૫ લાખ પ્રવાસીઓએ દર્શનનો લાભ લીધો છે. જ્યારે બિઝનેસના હેતુથી સૌથી વધુ અમદાવાદમાં ૨.૨૬ કરોડથી વધુ જ્યારે સુરતમાં ૬૨.૩૧ લાખ, વડોદરામાં ૩૪.૧૫ લાખ, રાજકોટમાં ૧૮.૫૯ લાખ અને ભરૂચમાં ૧૭.૭૨ લાખ એમ કુલ ૩૫૮.૭૭ લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી હતી.

લીઝર એટલે કે વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવા અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર ૭૯.૬૭ લાખ, સાબરમતી રિવરફ્રન્ટની ૪૪.૭૬ લાખ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૪૩.૫૨ લાખ ,સાયન્સ સિટીની ૧૩.૬૦ લાખ તેમજ ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાની ૧૧.૩૯ લાખ એમ મળીને કુલ ૧૯૨.૯૬ લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.આજ રીતે હેરીટેજ એટલે કે, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસામાં ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. જેના ભાગરૂપે ઐતિહાસિક શહેર વડનગરની ૬.૯૩ લાખ, પોરબંદર ખાતે આવેલા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ એવા કીર્તિ મંદિરની ૪.૦૬ લાખ, ગાંધીનગર ખાતે સ્થિત અડાલજ વાવની ૩.૮૬ લાખ, યુનેસ્કોની યાદીમાં વૈશ્વિક વારસામાં સ્થાન પામેલ પાટણમાં રાણી કી વાવની ૩.૮૩ લાખ, તેમજ એકમાત્ર સૂર્ય મંદિર મોઢેરાની ૩.૮૧ લાખ એમ મળીને કુલ ૨૨.૪૯ લાખ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી જે ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે.

ગુજરાત રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને વધુને વધુ વેગ મળે અને ગુજરાત રાજ્યમાં આવતા પ્રવાસીઓને પ્રવાસનક્ષેત્રને વધુ વિકલ્પ મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા નવા પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવ્યા છે, જેમ કે બોર્ડર ટુરિઝમ તરીકે  નડાબેટ અને કચ્છના સરક્રિક ખાતે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ, ડાયનોસોર ફોસીલ પાર્ક બાલાસિનોર, પોરબંદરના મોકરસાગર ખાતે વેટલેન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, બેટ દ્વારકા ખાતે ટુરિસ્ટ ફેસીલીટી નો વિકાસ, ધરોઇ ડેમનો વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકાસ, ગુજરાતની ઓળખ સમા એશિયાટિક લાયનના વિસ્તાર એવા ગીરની આસપાસના સ્થળોને આવરી લઈને ગ્રેટર ગીર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અને બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુરને વૈશ્વિક
કક્ષાના બીચ તરીકે વિકસાવવાના કામો હાલ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ, તેમણે ઉમેર્યું હતું.

આમ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગના વિકાસને સતત વેગ આપવાથી દેશ વિદેશના પ્રવાસીઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જેના પરિણામે આ વિસ્તારોમાં સ્થાનિક રોજગારીનું પ્રમાણ વધ્યું છે જેનો સીધો લાભ રાજ્યના નાગરિકોને મળી રહ્યો છે તેમ, મંત્રી એ ઉમેર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કર્તવ્યનિષ્ઠાનું અજવાળુંHun To Bolish | હું તો બોલીશ | દવાનો બોગસ ડોઝSurat News | સુરતમાં અપ્રમાણસર મિલકત કેસમાં ACBની મોટી કાર્યવાહીBhavnagar Rains Update | ભાવનગરમાં ધોધમાર વરસાદથી શહેર થયું જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
કેન્દ્રએ 24 સંસદીય સમિતિઓની રચના કરી, રાહુલ ગાંધી, કંગના રનૌત અને રામગોપાલ યાદવ સહિત આ નેતાઓને મળ્યું સ્થાન
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
Mpox: મંકીપોક્સનો ખતરો વધતા કેન્દ્ર સરકારે નવી એડવાઈઝરી બહાર પાડી, રાજ્યોને આપ્યા 5 નિર્દેશ
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
આવતીકાલે ગુજરાત સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, 6 રાજ્યોમાં રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
IAS ટીના ડાબીએ દુકાનદારને એવો પાઠ ભણાવ્યો, વાયરલ વીડિયો જોઈને લોકો કરી રહ્યા છે વખાણ
Minimum Wage Rate Hike: તહેવારો પર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે ખુશખબર, સરકારે લઘુતમ વેતન વધાર્યું
Minimum Wage Rate Hike: તહેવારો પર અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે ખુશખબર, સરકારે લઘુતમ વેતન વધાર્યું
Gold Price: પ્રથમ વખત સોનાનો ભાવ 78,000 રૂપિયાની સપાટી વટાવી ગયો, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
Gold Price: પ્રથમ વખત સોનાનો ભાવ 78,000 રૂપિયાની સપાટી વટાવી ગયો, જાણો 10 ગ્રામનો ભાવ કેટલો થયો
Supercomputer: PM મોદીએ 3 સુપર કોમ્પ્યુટર દેશને કર્યા સમર્પિત,તેની વિશેષતા જાણીને ચોંકી જશો
Supercomputer: PM મોદીએ 3 સુપર કોમ્પ્યુટર દેશને કર્યા સમર્પિત,તેની વિશેષતા જાણીને ચોંકી જશો
બિલકિસ બાનો કેસઃ ગુજરાત સરકારને ઝટકો! સુપ્રીમ કોર્ટે આ વાતની ચોખ્ખી ના પાડી દીધી
બિલકિસ બાનો કેસઃ ગુજરાત સરકારને ઝટકો! સુપ્રીમ કોર્ટે આ વાતની ચોખ્ખી ના પાડી દીધી
Embed widget