શોધખોળ કરો

Unseasonal Rain: ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ, જાણો એક ક્લિકમાં

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાનું સંકટ યથાવત રહેશે. દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીરસોમનાથ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે થી ત્રણ દિવસ ઓછો વરસાદ રહેશે , ત્યાર બાદ 4 થી 5 મેથી વરસાદ વધુ રહેશે. વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં કેટલીક જગ્યાએ વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, ભરૂચમાં વરસાદની આગાહી છે.

અમરેલી જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં છઠ્ઠા દિવસે કમોસમી વરસાદ

અમરેલી જિલ્લામાં સતત છઠ્ઠા જિવસે કમોસમી વરસાદ ખાબકતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છ. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. વડલી, ટીંબી, મોટા માણસા, ચિત્રાસર, ભાડા, શેલાણા સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ છે. ભર ઉનાળે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અષાઢી માહોલ સર્જાયો છે. સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. સાવરકુંડલાના નાના ભમોદ્રા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે. ધારી શહેરમાં એક કલાક થી ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગીર પંથકના ધારી શહેરના આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ધારી શહેરમાં કમોસમી વરસાદને કારણે રસ્તાઓ ઉપર વરસાદી પાણી વહેતા થયા છે, રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા. ધોધમાર વરસાદ પડતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કેસર કેરીનો ગઢ ગણાતા ધારી પંથકમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

રાજકોટ જીલ્લામાં વરસાદી માહોલ

રાજકોટ જીલ્લાના ધોરાજી વરસાદી માહોલ જોવા મળ્યો. વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી. ધોરાજીમાં ભારે પવન સાથે કમોસમી ઝરમર વરસાદ પડવાનું શરૂ થયું છે. સતત કમોસમી વરસાદને લઈ ખેડૂતોના ઉનાળુ તલ અને મગ સહિતના પાકને નુકસાનની શક્યતા છે. જેતપુરમાં પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

Unseasonal Rain: ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ, જાણો એક ક્લિકમાં

ભાવનગરના ઘોઘા પંથકમાં સતત ત્રીજા દિવસે માવઠાનો માર

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં ધોધમાર વરસાદ છે. સાણોદર , ભંડારીયા, તણસા સહિતના ગામમાં વરસાદ છે. જેનાથી બાજરી સહિતના પાકને નુકશાનની શક્યતા છે. સતત ત્રીજા દિવસે ઘોઘા પંથકમાં માવઠાનો માર પડતાં ખેડૂતોની ચિંતા વધી છે.

વડોદરાના વાઘોડિયામાં બપોર બાદ વાતાવરણમાં પલટો

વડોદરાના વાઘોડિયામાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ શરુ થયો. બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આમોદર, પિપડીયા, અલવા, આજવા, રવાલ વગેરે વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાનની શક્યતા છે. વાવાઝોડા સાથે વરસાદ વરસતા વીજડી ગુલ થઈ અને રોડ રસ્તા પાણી પાણી થયા. બજારોમાં નદીની માફક પાણી વહ્યા.

Unseasonal Rain: ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ, જાણો એક ક્લિકમાં

દાહોદના વાતાવરણમાં પલટો

હવામાન વિભાગની આગાહીના પગલે દેવગઢ બારીયાના નાડાતોડ પંથકમાં માવઠું થયું. નાડાતોડ ગામે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી. એક તરફ લગ્ન પ્રસંગ અને બીજી તરફ માવઠાને લઈને લોકો ચિંતામાં મુકાયા. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા.

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાકિસ્તાની આર્મીની ભારતને ધમકી, કહ્યું - યુદ્ધ ક્યાં શરૂ થશે તે તમે નક્કી કરો, ક્યાં પુરું થશે તે અમે બતાવીશું'
પાકિસ્તાની આર્મીની ભારતને ધમકી, કહ્યું - યુદ્ધ ક્યાં શરૂ થશે તે તમે નક્કી કરો, ક્યાં પુરું થશે તે અમે બતાવીશું'
બાંગ્લાદેશીને ‘ભારતીય’ બનાવવાનું લાલા બિહારીનું લાખોનું પેકેજ, આવી આપતો સ્કીમ
બાંગ્લાદેશીને ‘ભારતીય’ બનાવવાનું લાલા બિહારીનું લાખોનું પેકેજ, આવી આપતો સ્કીમ
'દાઢી-ટોપી વાળાઓને સીધા કરવા જ મારો જન્મ થયો છે' - BJP સાંસદનું સ્ફોટક નિવેદન
'દાઢી-ટોપી વાળાઓને સીધા કરવા જ મારો જન્મ થયો છે' - BJP સાંસદનું સ્ફોટક નિવેદન
પહેલગામ હુમલા મુદ્દે અમેરિકા ગુસ્સે ભરાયું, પાકિસ્તાન સરકારને ફોન કરીને શું કરવા કહી દીધું, જાણો
પહેલગામ હુમલા મુદ્દે અમેરિકા ગુસ્સે ભરાયું, પાકિસ્તાન સરકારને ફોન કરીને શું કરવા કહી દીધું, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hiralba Jadeja: કાંધલ જાડેજાના કાકીની કરાઈ ધરપકડ, ઈઝરાયલથી વીડિયો વાયરલ કરી મહિલાએ લગાવ્યા આરોપOperation Revange:ભારતનો પાકિસ્તાન માટે સૌથી મોટો નિર્ણય | India Vs Pakistan | 1-5-2025AmulPrice Hike Updates : અમૂલે ઝીંક્યો વધુ એક મોંઘવારીનો માર, લિટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારોAmul milk Price: ગુજરાતના નાગરિકોને મોંઘવારીની વધુ એક ભેટ, અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાની આર્મીની ભારતને ધમકી, કહ્યું - યુદ્ધ ક્યાં શરૂ થશે તે તમે નક્કી કરો, ક્યાં પુરું થશે તે અમે બતાવીશું'
પાકિસ્તાની આર્મીની ભારતને ધમકી, કહ્યું - યુદ્ધ ક્યાં શરૂ થશે તે તમે નક્કી કરો, ક્યાં પુરું થશે તે અમે બતાવીશું'
બાંગ્લાદેશીને ‘ભારતીય’ બનાવવાનું લાલા બિહારીનું લાખોનું પેકેજ, આવી આપતો સ્કીમ
બાંગ્લાદેશીને ‘ભારતીય’ બનાવવાનું લાલા બિહારીનું લાખોનું પેકેજ, આવી આપતો સ્કીમ
'દાઢી-ટોપી વાળાઓને સીધા કરવા જ મારો જન્મ થયો છે' - BJP સાંસદનું સ્ફોટક નિવેદન
'દાઢી-ટોપી વાળાઓને સીધા કરવા જ મારો જન્મ થયો છે' - BJP સાંસદનું સ્ફોટક નિવેદન
પહેલગામ હુમલા મુદ્દે અમેરિકા ગુસ્સે ભરાયું, પાકિસ્તાન સરકારને ફોન કરીને શું કરવા કહી દીધું, જાણો
પહેલગામ હુમલા મુદ્દે અમેરિકા ગુસ્સે ભરાયું, પાકિસ્તાન સરકારને ફોન કરીને શું કરવા કહી દીધું, જાણો
ગરમીનો કહેર યથાવતઃ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી...
ગરમીનો કહેર યથાવતઃ ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી...
Whatsapp Update: વોટ્સએપ યુઝર્સ માટે આવ્યા મોટા સમાચાર, લેપટોપ કે કોમ્પ્યુટરથી કરી શકશો વોઇસ અને વીડિયો કૉલ
Whatsapp Update: વોટ્સએપ યુઝર્સ માટે આવ્યા મોટા સમાચાર, લેપટોપ કે કોમ્પ્યુટરથી કરી શકશો વોઇસ અને વીડિયો કૉલ
ભારતના એક્શનથી ઉડી પાકિસ્તાનની ઊંઘ, ISI ચીફ આસિમ મલિકને બનાવ્યા NSA
ભારતના એક્શનથી ઉડી પાકિસ્તાનની ઊંઘ, ISI ચીફ આસિમ મલિકને બનાવ્યા NSA
ગભરાયું પાકિસ્તાનઃ ભારત એરસ્ટ્રાઇક ના કરી દે તે ડરથી એરસ્પેસમાં લગાવી દીધા જામર, 'ડ્રેગન' વાળી મિસાઇલ પણ કરી તૈનાત
ગભરાયું પાકિસ્તાનઃ ભારત એરસ્ટ્રાઇક ના કરી દે તે ડરથી એરસ્પેસમાં લગાવી દીધા જામર, 'ડ્રેગન' વાળી મિસાઇલ પણ કરી તૈનાત
Embed widget