Janmashtami 2022 Dwarkadhish Live : દ્વારકાધીશના દર્શન માટે વહેલી સવારથી લાગી લાંબી લાઇન
સમગ્ર દેશભરમાં આજે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવી રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં પણ મોટી સંખ્યામાં હરિભક્તો દર્શનાથે ઉમટ્યા છે. લાંબી લાંબી કતારોમાં હરિભક્તો ઉપસ્થિત છે.
LIVE

Background
જગત મંદિરમાં જન્માષ્ટમી સંદર્ભે ચોરી ચપાટી કરતી ગેંગ ઝડપાઈ
જગત મંદિરમાં જન્માષ્ટમી સંદર્ભે ચોરી ચપાટી કરતી ગેંગ ઝડપાઈ. મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશથી આવેલ આંતરરાજ્ય ચોરી કરતી ગેંગ નાં ટોટલ 13 આરોપીઓ ને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડયા. મુદામાલ અઢી લાખ રોકડ રકમ સાથે જિલ્લા પોલીસ વિભાગની સફળતા.
મુખ્યમંત્રીએ પાઠવી જન્માષ્ટમીની શુભકામના
ડાકોરમાં ભગવાન શ્રીકૃષ્ણ રણછોડરાયજીના સ્વરૂપે બિરાજમાન
જન્માષ્ટમીના તહેવાર પર ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે મંદિરોમાં ભીડ જોવા મળી. ડાકોરમાં ભગવાન શ્રીકૃષ્ણ રણછોડરાયજીના સ્વરૂપે બિરાજમાન છે. રણછોડરાયના દર્શન કરવા માટે આજે વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો શરૂ. હજારોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે
દૂરથી પણ ધજાજીના દર્શન કરીને જીવન ધન્ય બને છે
દ્વારકામાં ધજાજીનું વિશેષ મહત્વ. નિત્યા દ્વારકાધીશની પાંચ ધજા બદલાય છે. વર્ષોથી મુંબઈનો એક પરિવાર ધજા લહેરાવે છે. ધજાજી ભગવાન શ્રીકૃષ્ણની પાગ કહેવાય છે. દૂરથી પણ ધજાજીના દર્શન કરીને જીવન ધન્ય બને છે
ભૂપેન્દ્ર પટેલ દ્વારકા દર્શને જશે
આજે જન્માષ્ટમીની સાંજે 5 વાગ્યે સી એમ ભૂપેન્દ્ર પટેલ દ્વારકા દર્શને. સાંજે 5 વાગ્યે જગત મંદિર નાં દર્શન અને ઓખા ખાતે સિજ્ઞેચર બ્રિજ ની મુલાકાત લેશે. સૂત્રો દ્વારા માહિતી મળી છે. જો કે હજુ સતાવાર કોઈ પુષ્ટિ નહિ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
