Amreli: ખાંભાના ભાણીયા ગામે દીપડાએ ખેડૂત પર કર્યો હુમલો, ચાર દિવસમાં બીજી ઘટના
Amreli News: દીપડાના હુમલામાં ઘાયલ થયેલા ખેડૂતને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભાણીયા ગામમાં 4 દિવસમાં દીપડાના હુમલાની બીજી ઘટના છે.
Leopard Attack in Amreli: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણીયા ગામે વહેલી સવારે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. કાનાભાઈ ભમર નામના ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ખેડૂત વાડીમાં સુતા હતા અને દીપડો આવી જતા હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં ઘાયલ થયેલા ખેડૂતને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભાણીયા ગામમાં 4 દિવસમાં દીપડાના હુમલાની બીજી ઘટના છે. ખાંભા વનવિભાગ દ્વારા દીપડાને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં 16 દિવસમાં વન્યપ્રાણીના હુમલાની 7 મી ઘટના સામે આવી છે.
ગઈકાલે અમરેલીના ધારી તાલુકાના જુના ચરખા ગામના યુવક પર સિંહે હિમલો કર્યો હતો. 19 વર્ષીય સુરેશ નામના યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘેટા બકરાનો શિકાર કરવા આવેલા સિંહની આડે યુવક આવતાં તેના પર હુમલો કર્યો હતો. સિંહના હુમલાના કારણે ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં વન કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
થોડા દિવસ પહેલા રાજુલા તાલુકાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો શિકાર કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડો ઘરમાં ઘૂસીને બે વર્ષના બાળકને ઝાડીઓમાં ઉઠાવી ગયો હતો. જોકે, પરિવાર જાગી જતાં હિંમત રાખી હાકલા પડકારા કરી પાછળ દોટ મૂકી હતી. જેને કારણે દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. દીપડો ભાગી જતાં પરિવારે બાળકને તાત્કાલિક રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, પણ બાળકનો જીવ બચી શક્યો નહોતો. તેના પાંચ દિવસ અગાઉ લીલિયા રેન્જમાં આવેલા ખારા ગામમાં સિંહણે પાંચ માસના માસૂમનો શિકાર કર્યો હતો. જ્યારે એ જ દિવસે દીપડાએ સાવરકુંડલાના કરજાળા ગામમાં ત્રણ વર્ષનો માસૂમનો જીવ લીધો હતો.
પાટીદાર સમાજની બહેનો કરશે કુરિવાજોનો બહિષ્કાર
અન્ય સમાજોની સાથે સાથે હવે પાટીદાર સમાજે પણ કુરિવાજો સામે મોરચો માંડ્યો છે. પાટીદાર સમાજની બહેનો કુરિવાજોનો બહિષ્કાર કરશે, આગામી 28મીએ પાટણમાં આ પ્રથાઓને બંધ કરવાનો સંકલ્પ પણ લેશે. કુરિવાજો બંધ કરવા મામલે આગામી 28મી મેએ લેઉવા પાટીદાર સમાજની બહેનો આ તમામ પ્રથાઓનો બહિષ્કાર કરશે. જેમાં પ્રિવેડિંગ ફોટોશૂટ, રિસેપ્શન. બેબી શૉવર. રિંગ સેરેમેની જેવા ખોટા ખર્ચા બંધ કરવામાં આવશે. શુભ-અશુભ પ્રસંગોમાં કવરની પ્રથા પણ બંધ કરાશે. ઉતર ગુજરાતની ત્રણ હજાર બહેનો ૨૮મીએ પાટણ ખાતે આ અંગે સંકલ્પ લેશે. ૧૯૫૮માં ઘડાયેલ બેતાલીસ લેઉવા પાટીદારના બંધારણ બાદ સૌ-પ્રથમવાર બહેનો આ બંધારણનો ત્યાર કરશે. પૂર્વજોએ જે પરંપરાગત રિવાજો શરૂ કર્યા છે તેમા કોઈ સુધારો નહીં કરાય, જોકે, નવા કુરિવાજો પ્રથા બંધ કરવામાં આવશે. ખોટા કુરિવાજો બંધ કરવા લેઉવા પાટીદાર સમાજના ગામોમાં મહિલાઓ મિટિંગ બોલાવીને આ અંગે નિર્ણય લીધો હતો. આવનાર સમયમાં આ ખોટા કુરિવાજો બંધ કરવા પાટીદાર સમાજની મહિલાઓ મક્કમ બની છે