શોધખોળ કરો

Gujarat Rain Forecast : આગામી 7 દિવસ રાજ્યના આ જિલ્લામાં વરસાદનું અનુમાન, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું અનુમાન છે.આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Gujarat Rain Forecast: આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે.  આજે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં ચોમાસામાં વરસેલા વરસાદથી  206 પૈકી 136 જળાશયો સંપૂર્ણ  ભરાયેલા છે.. કચ્છ સૌરાષ્ટ્રના 108, તો મધ્ય ગુજરાતના 11 જળાશયો હાઉસફુલ.. દક્ષિણ ગુજરાતના 10 અને ઉત્તર ગુજરાતના છ છલોછલ  થયા છો.   

પાણીની ભરપૂર આવકથી રાજ્યના 182 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 165 ડેમ હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલા નવ ડેમ એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા આઠ ડેમ વોર્નિંગ પર છે

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 137.43 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી વધુ કચ્છમાં સિઝનનો 184.86 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો  અત્યાર સુધીમાં 147.49 ટકા વરસાદ વરસ્યો  છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં  141.10 ટકા વરસાદ વરસી ચૂકયો છે.  જ્યારે મધ્ય ગુજરાતમાં 132.91 ટકા, તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 114.87 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

આ વર્ષે સામાન્ય કરતા 7.6 ટકા વધુ વરસાદ સાથે ચોમાસાની વિદાય થઈ હોવાનું ભારતીય હવામાન વિભાગનું નિવેદન  છે. હજુ પણ  5 ઓક્ટોબર સુધી તામિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે.  તો ઈશાન રાજ્યોમાં પણ ભારે વરસાદનું અનુમાન  છે.રાજ્યમાં વરસાદે વિરામ લેતા અલગ અલગ શહેરોમાં ફરી ગરમીનો પારો ઉંચકાયો છે.  મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે.  

27 જૂને હિમાચલ પ્રદેશમાં ચોમાસુ પ્રવેશ્યું હતું. 27 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં 600 મીમી વાદળો વરસ્યા હતા. આ સમયગાળા દરમિયાન 734 મીમી વરસાદને સામાન્ય ગણવામાં આવે છે. આ વર્ષે હિમાચલ પ્રદેશમાં ચોમાસાના વાદળોએ સામાન્ય કરતાં 18 ટકા ઓછો વરસાદ કર્યો છે. સમગ્ર રાજ્યમાં જૂનમાં સામાન્ય કરતાં 54 ટકા ઓછો વરસાદ, જુલાઈમાં 29 ટકા ઓછો અને ઓગસ્ટમાં 5 ટકા ઓછો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સપ્ટેમ્બર દરમિયાન 4 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

હિમાચલ પ્રદેશમાં સપ્ટેમ્બર દરમિયાન 125 મીમી વરસાદ નોંધાયો હતો, જે દરમિયાન 120 મીમી વરસાદને સામાન્ય ગણવામાં આવે છે. સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં ચાર ટકા વધુ વરસાદ નોંધાયો હતો. ધર્મશાલા અને પાલમપુરમાં 6 જુલાઈએ, પાલમપુરમાં 1 ઓગસ્ટે અને ધૌલા કુઆનમાં 26 સપ્ટેમ્બરે ભારે વરસાદ થયો હતો. બીજી તરફ જૂનમાં એક વખત, જુલાઈમાં છ વખત, ઓગસ્ટમાં સાત વખત અને સપ્ટેમ્બરમાં ત્રણ વખત ભારે વરસાદ થયો હતો.

આ પણ વાંચો

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ
Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ
રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી શરૂ થશે
રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી શરૂ થશે
NDAમાં સટાસટી! JDUએ કહ્યું  'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
NDAમાં સટાસટી! JDUએ કહ્યું 'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | નવરાત્રિમાં આવશે વાવાઝોડું!, અંબાલાલ પટેલની ભયંકર આગાહીAmit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?Israel-Iran War News | ઈરાન- ઈઝરાયલ યુદ્ધના લીધે શેર માર્કેટ પર મોટી અસર | Abp AsmitaGujarat Heavy Rain Forecast | પહેલા નોરતે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ?, જુઓ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ
Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ
રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી શરૂ થશે
રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી શરૂ થશે
NDAમાં સટાસટી! JDUએ કહ્યું  'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
NDAમાં સટાસટી! JDUએ કહ્યું 'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
Health Risk: શું ચોપિંગ બોર્ડ પર ટોઈલેટ સીટ કરતાં વધુ બેક્ટેરિયા હોય છે? જાણો સંપૂર્ણ સત્ય
Health Risk: શું ચોપિંગ બોર્ડ પર ટોઈલેટ સીટ કરતાં વધુ બેક્ટેરિયા હોય છે? જાણો સંપૂર્ણ સત્ય
હરિયાળામાં ભારે ઉથલપાથલ! બીજેપીને આંચકો આપીને બે કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાયા અશોક તંવર, જાણો ઈનસાઈડ સ્ટોરી
હરિયાળામાં ભારે ઉથલપાથલ! બીજેપીને આંચકો આપીને બે કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાયા અશોક તંવર, જાણો ઈનસાઈડ સ્ટોરી
નોસ્ટ્રેડેમસની ભયાનક આગાહી આ ઓક્ટોબરમાં સાચી પડશે? એવો ભયાનક વિનાશ થશે કે....
નોસ્ટ્રેડેમસની ભયાનક આગાહી આ ઓક્ટોબરમાં સાચી પડશે? એવો ભયાનક વિનાશ થશે કે....
Haryana Elections: 'જંગલમાં સિંહ એકલો', હરિયાણામાં રાહુલ ગાંધીએ અમેરિકાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું....
Haryana Elections: 'જંગલમાં સિંહ એકલો', હરિયાણામાં રાહુલ ગાંધીએ અમેરિકાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું....
Embed widget