Nyay Yatra: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ, દાહોદ અને પંચમહાલમાં કરાશે સ્વાગત
Nyay Yatra: કોગ્રેસના નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે.
Nyay Yatra: કોગ્રેસના નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે. યાત્રાનો પ્રારંભ દાહોદથી થશે. આજે ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ બે જિલ્લામાં ફરશે. દાહોદ અને હાલોલ શહેરમાં રાહુલ ગાંધી પદયાત્રા કરશે. આ દરમિયાન ઠેર- ઠેર તેમનું સ્વાગત કરાશે. તો ગોધરા અને હાલોલમાં રાહુલ ગાંધી કોર્નર મીટિંગમાં લોકો સાથે સંવાદ કરશે. તો આજના દિવસે કંબોઈ ધામ અને પાવાગઢ મંદિરે રાહુલ ગાંધી શિશ ઝૂકાવશે. તો બીજા દિવસની યાત્રાનું પંચમહાલના જાંબુઘોડા ખાતે સમાપન થશે. કંબોઈ ધામ ગુરૂગોવિંદજીની જગ્યાએ શિશ ઝૂકાવી બીજા દિવસની યાત્રાનો પ્રારંભ કરશે.
भारत जोड़ो न्याय यात्रा' कार्यक्रम
— Gujarat Congress (@INCGujarat) March 8, 2024
🗓️ 8 मार्च, 2024#BharatJodoNyayYatra pic.twitter.com/bYhjXO1HQH
ગુજરાતમાં ભારત જોડો યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધી દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી પદયાત્રા કરશે. દાહોદથી સવારે 10.00 કલાકે ન્યાય યાત્રા લીમખેડા પહોંચશે. જ્યાં સ્થાનિક કાર્યકરો અને નેતાઓ યાત્રાનું સ્વાગત કરશે. આ દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાશે. તેના બાદ ન્યાય યાત્રા સવારે 11.00 કલાકે યાત્રા પીપલોદ પહોંચશે, જ્યાં યાત્રાનું સ્વાગત કરાશે. ત્યારે બાદ 11.30 કલાકે પંચમહાલના ગોધરા ખાતે યાત્રા પહોંચશે. ગોધરા ખાતે યાત્રાનુ સ્વાગત અમે કોર્નર બેઠક યોજાશે.
રાજસ્થાનથી 'ભારત જોડો ન્યાય યાત્રા' ગુજરાતમાં આવી ગઈ છે.
— Gujarat Congress (@INCGujarat) March 7, 2024
અન્યાય સામે ન્યાયની મહાન યાત્રામાં તમારા બધા ન્યાય યોદ્ધાઓનું સમર્થન અમને મજબૂતી આપી રહ્યો છે.#BharatJodoNayaYatra pic.twitter.com/gldqsTJZT6
બપોરના ભોજન બાદ 2.00 કલાકે યાત્રા હાલોલ પહોંચશે. હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મીટીગ અને સ્વાગતનું આયોજન કરાશે. હાલોલથી યાત્રા પાવાગઢ પહોંચશે, જ્યાં યાત્રાનું સ્વાગત કરાશે. રાહુલ ગાંધી મા મહાકાળીના દર્શન પણ કરી શકે છે. યાત્રા પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુઘોડા પહોંચશે. અહીં ન્યાય યાત્રાનું બોડીલી ખાતે રાત્રિ રોકાણ થશે.
આજે કોંગ્રેસ પાર્ટીની ન્યાય યાત્રાએ જ્યારે ગુજરાતમાં પ્રવેશ કર્યો ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ @isudan_gadhvi , રાષ્ટ્રીય નેતા @Gopal_Italia એ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા @RahulGandhi નું સ્વાગત કર્યું.
— AAP Gujarat (@AAPGujarat) March 7, 2024
ભાજપની તાનાશાહી સામે INDIA ગઠબંધન એક થઈને લડશે અને જીતશે. pic.twitter.com/RVLKHXphXV