શોધખોળ કરો

Heart Attack: તાપીમાં ફિઝિક્સના 36 વર્ષિય પ્રોફેસરનું હાર્ટ અટેકથી નિધન, વોલીબોલના મેદાનમાં અચાનક જ ઢળી પડ્યાં

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. હાર્ટ અટેકના કારણે વધુ એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. 36 વર્ષના ફિઝિક્સના પ્રોફેસર ધબકાર ચૂકી ગયા

Heart Attack:રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સાએ ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે તાપીમાં સાયન્સ કોલેજના પ્રોફેસરે હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી

તાપીના વાલોડમાં  36 વયે હાર્ટ અટેક આવતા પ્રોફેસરનું નિધન થયું  છે. નાની વયે અચાનક ચિર વિદાયથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રોફેસર ગૌરવ ચૌધરી સરકારી વિજ્ઞાન કોલેજ વાલોડના ફિઝિકલના પ્રોફેસર હતા. વાલોડ સાયન્સ કોલેજ માં ફરજ બજાવતા પ્રોફેસરને  હાર્ટ એટક આવતા તેઓ ઢળી પડ્યાં હતા. ગૌરવ ચૌધરી
વોલીબોલ રમતા હતા એ દરમ્યાન હાર્ટ એટેક આવતા તેઓ મેદાનમાંજ ઢળી પડ્યાં હતા. ત્યારબાદ તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. તેમને ડોલવણ સરકારી હોસ્પિટલ  લઇ જવાયા હતા. જો કે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય અને અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં, આશાસ્પદ અધ્યાપકના ઓચિંતા મોતના કારણે કોલજ સ્ટાફ, વિદ્યાર્થી આલમ સહિત પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે..

Health :હાર્ટ ફેલ થતાં પહેલા શરીરમાં દેખાય છે આ 7 લક્ષણો, જો પારખી જશો તો બચાવી શકાય છે જિંદગી 

હૃદયની નિષ્ફળતા એ એવી સ્થિતિ છે જેમાં હૃદય શરીરની આસપાસ લોહીને યોગ્ય રીતે પંપ કરવામાં નિષ્ફળ જાય છે. હાર્ટ ફેલ્યોર એ સાદી ભાષામાં સમજી શકાય કે જ્યારે હૃદય તેનું કામ કરવામાં નબળું પડી ગયું હોય. જ્યારે કોઈ વ્યક્તિને અગાઉ હાર્ટ એટેક આવ્યો હોય, જેના હૃદયના સ્નાયુઓ લોહીને સંપૂર્ણ રીતે પંપ કરવામાં અસમર્થ હોય. હાર્ટ ફેલ્યોર એ એક ગંભીર તબીબી સ્થિતિ છે, જેનો સમયસર ઈલાજ કરી શકાય છે અને યોગ્ય દવાઓ અને જીવનશૈલીમાં ફેરફારથી તેને અટકાવી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં, પેસમેકર પણ મદદ કરી શકે છે અને જો આ કામ કરતું નથી, તો શસ્ત્રક્રિયા મદદ કરી શકે છે, પરંતુ પ્રથમ પગલું પ્રારંભિક સંકેતોને ઓળખવાનું છે.

હાર્ટ ફેઇલ  પહેલા, આપણું શરીર કેટલાક સંકેતો આપવાનું શરૂ કરે છે જેને સમયસર ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સોજો: પગની ઘૂંટીઓ જેવા શરીરના અમુક ભાગોમાં સોજો આવે તો સાવધાન થઇ જવું જરૂરી છે.  આ સામાન્ય રીતે સમય સાથે વધે છે.

આ હૃદયની નિષ્ફળતાનું મુખ્ય, સામાન્ય લક્ષણ માનવામાં આવે છે. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે હૃદય શરીરની જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે શ્વાસ ફુલવા લાગે છે. 

ઝડપી ધબકારા થવા: કોઈને એવું પણ લાગે છે કે હૃદય ધબકારા છોડી ગયું છે અથવા હૃદય ધબકતું બંધ થઈ ગયું છે. આ એટલા માટે છે કારણ કે નબળા હૃદય શરીરની માંગને પહોંચી વળવા માટે વધુ પડતું ક્ષતિપૂર્તિ કરે  છે. તે ખૂબ જ ઝડપથી ધબકવા લાગે છે પરિણામ સ્વરૂપ ગભરાટ થાય છે. 

વજન વધવુંઃ જો શરીરનું વજન અચાનક વધી જાય અથવા શરીરના અમુક ભાગોમાં સોજાની સમસ્યા જોવા મળે તો સાવધાન રહેવું જોઈએ.

ગળામાં ખરાશ : લાંબા સમય સુધી ગળામાં દુખાવો અથવા ખરાશ પણ હાર્ટ ફેલ્યોરના લક્ષણો હોઇ શકે છે. 

ઓછો કામ વધુ થાક: મહેનત કર્યાં બાદ થોડો થાક અનુભવવો સ્વાભાવિક છે પરંતુ સાવ ઓછા પરિશ્રમ પણ આપને થકવી દે છે તો આ પણ નબળા હાર્ટના લક્ષણો છે. 

વધુ પરસેવો થવો- પરસેવો ગરમીમાં થવો સ્વાભાવિક છે પરંતુ આ સિવાય જો નોર્મલથી વધુ પરસેવો થતો હોય તો આ પણ નબળા હૃદયના સંકેત છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્તAhmedabad: આ જુઓ રફ્તારનો કહે, પૂરઝડપે કાર દોડતા લક્ઝરી બસ અને AMTS બસ વચ્ચે ફસાઈAhmedabad Accident: AMTS અને XUS વચ્ચે ભયાનક અક્સમાત, એકનું મોત; ગાડીનો કચ્ચરઘાણVadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRAL

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
હરિયાણામાં અકસ્માતમાં ગુજરાતના પોલીસકર્મી સહિત ત્રણનાં મોત, ગાર્ડ ઓફ ઓનર સાથે કરાશે અંતિમ સંસ્કાર
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
અમેરિકાએ આપી ધમકી તો ઇરાને 3000 જહાજો કર્યા તૈનાત, હવે યુદ્ધના મૂડમાં મુસ્લિમ દેશ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
Embed widget