Mahisagar: ઉપલા અધિકારીઓ જાતિવાચક શબ્દો બોલીને અપમાનિત કરતા હોવાનો ક્લાર્કે CMને લખ્યો પત્ર, બાદમાં મળી તેમની લાશ,હવે થઈ મોટી કાર્યવાહી
મહીસાગર: જિલ્લાના કડાણા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ માળીએ તેમના ઉપલા અધિકારીઓ તેમને માનસિક ત્રાસ આપી જાતિવાચક શબ્દો બોલી અને અપમાનિત કરતા હોય તે અંગે ગત જાન્યુઆરી માસમાં મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી.
મહીસાગર: જિલ્લાના કડાણા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ માળીએ તેમના ઉપલા અધિકારીઓ તેમને માનસિક ત્રાસ આપી જાતિવાચક શબ્દો બોલી અને અપમાનિત કરતા હોય તે અંગે ગત જાન્યુઆરી માસમાં મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી અને થોડા દિવસ બાદ અલ્પેશભાઈ માડીનો મૃતદેહ બાલાસીનોર તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો.
મુખ્યમંત્રીને પત્ર દ્વારા જે તેમણે રજૂઆત કરી હતી જેમાં સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ નાયબ મામલતદાર એ.વી.વલવાઈ નિલેશ શેઠ અને કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ વિરુદ્ધ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી અને આ રજૂઆતનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈ અને મૃતક અલ્પેશ માળીના બહેને મહીસાગર કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી દાખલ કરાવી હતી ત્યારે કોર્ટ દ્વારા આ તમામ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેને લઇ અને બાલાસિનોર પોલીસ મથકમાં આઇપીસીની કલમ 306 181 182 તથા 114 અને એટ્રોસિટી એક્ટ કલમ 3 (1) (10) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. બાલાસીનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મહીસાગર જિલ્લાના કડાણા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અલ્પેશ માળીનો મૃતદેહ બાલાસિનોર તેમના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. બાલાસિનોર પોલીસ મથકમાં આ અંગે અકસ્માતે મૃત્યુ અંગેની નોંધ બાલાસિનોર પોલીસ મથકમાં દાખલ કરવામાં આવી હતી. મૃત્યુ પહેલા અલ્પેશ માળીએ તેમને તેમના ઉપલા વર્ગના પ્રાંત અધિકારી નાયબ મામલતદાર તેમજ અન્ય બે કર્મચારીઓ માનસિક ત્રાસ આપી જાતિવાચક શબ્દો બોલી આપમાનીત કરતા હોય તેને લઇ અને મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી અને પત્રમાં મને ન્યાય નહીં મળે તો હું આત્મહત્યા કરી લઈશ તેઓ પણ ઉલ્લેખ કર્યો હતો ત્યારે સીએમ ઓફિસ થી જવાબ આવે તે પહેલા બાલાસિનોર તેમના ફ્લેટમાંથી અલ્પેશ માળીનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાને લઇ અને પોલીસ તપાસથી મૃતક અલ્પેશ માળીના બહેનને સંતોષ ન થતા તેમણે મહિસાગર કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી દાખલ કરાવી હતી. કોર્ટ દ્વારા સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ નાયબ મામલતદાર એ.વી.વલવાઈ તેમજ નિલેશ શેઠ અને કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવા હુકમ કર્યો જેને લઇ અને બાલાસિનોર પોલીસ દ્વારા આ ચારેય વિરુદ્ધ બાલાસીનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે આ ચારે આરોપીઓ વિરુદ્ધ IPC ની કલમ 306 181 182 તથા 114 અને એટ્રોસિટી એક્ટની કલમ (3) 1 (10) મુજબ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બાબતે ABP ASMITA દ્વારા સંતરામપુર પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીની ઓફિસે તાળું જોવા મળ્યું હતું. આ બાબતે સ્થાનિક કર્મચારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કેમેરા સામે તે લોકો કંઈ પણ બોલવા તૈયાર ન હતા. તેમજ પ્રાંત અધિકારી કેટલા સમયથી નથી આવતા તે અંગે પણ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. તો બીજી તરફ વહીવટી તંત્રના અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રાંત અધિકારી રજા પર છે ત્યારે આ બાબતે પ્રાંત કચેરીનો ચાર્જ પણ કોઈને સોંપવામાં આવ્યો છે કે કેમ તે અંગે પણ કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.
આ સમગ્ર ઘટનાક્રમને લઈ અને ડીવાયએસપી પી.એસ.વડવી સાથે ABP ASMITA એ વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું મહીસાગર કોર્ટમાં કોકીલાબેન ઘનશ્યામભાઈ ચૌહાણએ ઇન્કવાયરી દાખલ કરાવી હતી જે ઇન્કવાયરીની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટ દ્વારા એફઆઇઆર દાખલ કરવા માટેનો નિર્દેશન પોલીસને આપવામાં આવ્યો છે એ આધારે બાલાસિનોર પોલીસ મથક ખાતે કોકીલાબેનએ કોર્ટમાં આપેલ ફરિયાદના આધારે ગુનો દાખલ કરેલ છે. આ ફરિયાદ સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવસ નાયબ મામલતદાર એવી વલવાઈ નિલેશ શેઠ અને શૈલેષ પટેલ વિરુદ્ધ નોંધવામાં આવી છે. ફરિયાદીની રજૂઆતના આધારે જરૂરી નિવેદન લઈ પુરાવા એકત્રિત કરી કાયદેસરની કાર્યવાહી કરાવવામાં આવશે.