રાજ્યમાં એક ગ્રામ પંચાયતમાં વહુએ સાસુને આપી કારમી હાર, બીજીમાં સાસુ-વહુની લડાઈમાં ત્રીજાં ઉમેદવાર ફાવ્યાં....
સાસુ અને વહુનો બીજો જંગ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કાંસા ગામ હતો. કાંસામાં સાસુ અને વહુની લડાઈમાં ત્રીજાં મહિલા ઉમેદવાર ફાવી ગયાં છે. સાસુ અને વહુ બંનેની હાર થઈ છે
ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બે ગામ એવાં હતાં કે જ્યાં સાસુ અન વહુ વચ્ચે સામસામો જંગ હતો. આ પૈકી ઉનાના દેલવાડા ગામે સાસુ વહુ વચ્ચે ચૂંટણી જંગમાં વહુની જીત થઈ છે. સાસુ સામે વહુ 1177 મતે જીતી જતા સરપંચ બન્યાં છે.
સાસુ અને વહુનો બીજો જંગ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કાંસા ગામ હતો. કાંસામાં સાસુ અને વહુની લડાઈમાં ત્રીજાં મહિલા ઉમેદવાર ફાવી ગયાં છે. સાસુ અને વહુ બંનેની હાર થઈ છે. કાંસામાં સરપંચ પદ માટે સાસુ વહુ આમને સામને હતાં પણ બંને હારી ગયાં હતાં જ્યારે ત્રીજાં ઉમેદવાર કેળીબેન લોરનો 242 મતથી વિજય થયો હતો. સાસુ અને વહુ બંનેની હાર થતાં પરિવારમાં સોપો પડી ગયો હતો.
ઉનાનાન દેલવાડા ગામે પૂજાબેન વિજયભાઈ બમ્ભનિયા અને તેમનાં સાસુ જીવીબેન બામ્ભનિયા આમને સામને આવી ગયાં હતાં. આ ચૂંટણીમાં વહુ પૂજાબેનની પેનલે સાસુની પેનલનો સફાયો કરી નાંખ્યો હતો. ગામના કુલ 16 વોર્ડની ગણતરી હાથ ધરાઈ તેમાં તમામ વોર્ડ પૂજાબેન એટલે કે વહુની પેનલે કબ્જે કર્યા હતા જ્યારે સાસુ જીવીબેનનું ખાતું નહોતું ખૂલ્યું.
કાંસા ગામમાં એક જ ફળિયામાં એક જ છત નીચે રહેતાંસાસુ મૂગળીબેન ગમાર અને વહુ કોકિલાબેન સરપંચ પદની ચૂંટણીમાં સામસામે હતાં. વહુનો આક્ષેપ હતો કે, સાસુએ તેની સાથે દગો કર્યો હોવાથી પોતે ચૂંટણીમાં ઝંપલાવવું પડ્યું છે. વહુ કોકિલાબેન ગમાર સામે આવી જતાં છેલ્લી ત્રણ ટર્મથી કાસા ગામના સરપંચ પદે ચૂંટાતાં સાસુ મૂગળીબેન હારી ગયાં છે.
રાજ્યમાં સાડા આઠ હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેની મતગણતરી શરૂ થઈ તેમાં સાસુ વર્સીસ વહુના બંને જંગ પર સૌની નજર રહતી.
આ પણ વાંચો..........
સુપર મોડલ એશ્રા પટેલની સરપંચની ચૂંટણીમાં થઈ કારમી હાર, જાણો કેટલા મળ્યા મત ?
અમદાવાદમાં થર્ટી ફસ્ટની રાત્રે ફટાકડા ફોડતાં પહેલાં આ વાતનું રાખજો ધ્યાન નહિતર થઈ જશો જેલભેગા
Ahmedabad : મંગળવારે લંડનથી આવેલા ફ્લાઇટમાં 8 મુસાફરો કોરોના સંક્રમિત નીકળતાં તંત્ર થયું દોડતું
Horoscope Today 22 December 2021: ગ્રહોની સ્થિતિ આપના માટે શુભ કે અશુભ, જાણો કેવો રહેશે આપનો દિવસ
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ 1 જાન્યુઆરીથી બદલાશે, જાણો શું છે RBIનો નવો નિયમ