(Source: ECI/ABP News/ABP Majha)
Amreli: અમરેલીમાં હવસખોર કાકાએ સગી ભત્રીજીને પીંખી નાંખી, ચૉકલેટની લાલચ આપી ઘટનાને આપ્યો અંજામ
Amreli News: અમરેલી જિલ્લામાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં હવસખોર કાકાએ પોતાની જ ભત્રીજી પર નજર બગાડી અને ગુનાહિત કૃત્યને અંજામ આપ્યો છે
Amreli News: રાજ્યમાં વધુ એક દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. હાલમાં જ આણંદના ઉમરેઠમાં પુજારીએ એક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી હતી. જેનો મામલો શમ્યો નથી ત્યાં તો વધુ એક દુષ્કર્મની ઘટના અમરેલી જિલ્લામાંથી સામે આવી છે. અહીં સગા કાકાએ જ ચાર વર્ષની ભત્રીજીને પીંખી નાંખી છે. કાકાએ ચૉકલેટની લાલચ આપીને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલમાં પોલીસે આરોપી કાકાને રાઉન્ડઅપ કર્યો છે.
માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લામાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં હવસખોર કાકાએ પોતાની જ ભત્રીજી પર નજર બગાડી અને ગુનાહિત કૃત્યને અંજામ આપ્યો છે. જિલ્લાના ખાંભા ગામે સગા કાકાએ ચાર વર્ષની ભત્રીજીને ચૉકલેટ ખાવાની લાલચ આપી હતી, આ પછી કાકાએ તકનો લાભ લઇને ચાર વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યુ હતુ. હાલમાં આ સમગ્ર મામલે હાલમાં ખાંભા પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી કાકાને રાઉન્ડઅપ પણ કરવામાં આવ્યો છે.
મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટનામાં પોલીસે જણાવ્યું કે એક શિક્ષિકાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવા અને તેને બ્લેકમેઇલ કરવાના આરોપમાં ચાર વિદ્યાર્થીઓને ન્યાયિક કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. મથુરાની એક શાળામાં કાર્યરત મહિલા શિક્ષિકા આગ્રાના 10મા ધોરણના એક વિદ્યાર્થીને વધારાના પાઠ શીખવી રહી હતી, જે પોતાના અભ્યાસમાં સંઘર્ષ કરી રહ્યો હતો. અમર ઉજાલાના અહેવાલ અનુસાર, ધીરે ધીરે વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકા સાથે નજીકના સંબંધો બનાવ્યા હતા અને છુપી રીતે પોતાના ફોન પર તેનો એક અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યો હતો. પછી તે વીડિયોનો ઉપયોગ કરીને જબરદસ્તીથી જાતીય સંબંધો બનાવવા માટે બ્લેકમેઇલ કરવા લાગ્યો. જ્યારે શિક્ષિકાએ પોતાને તેનાથી દૂર કરી લીધી અને તેનો નંબર બ્લોક કરી દીધો, ત્યારે વિદ્યાર્થીએ પોતાના ગામમાં પોતાના ત્રણ મિત્રોને અશ્લીલ વીડિયો મોકલીને મામલાને વધુ વણસાવ્યો. આ મિત્રોએ વીડિયોને આગળ શેર કર્યો, તેને વોટ્સએપ પર ફેલાવ્યો. એટલું જ નહીં વાયરલ કરવા માટે એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ બનાવી દીધું. શરમિંદા થઈને શિક્ષિકાએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો, પરંતુ અંતે મિશન શક્તિ અભિયાન કેન્દ્રથી મદદ માંગી. સમર્થન મળ્યા પછી, તેણે મદદ માટે પોલીસનો સંપર્ક કર્યો.
આ પણ વાંચો
Umreth: યુવતી પર દુષ્કર્મ મામલે સ્વામિનારાયણ મંદિરના પૂજારી વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ, હવે થશે DNA ટેસ્ટ