3000 Year Old Sword: યુરોપમાંથી મળી 3000 વર્ષ જૂની તલવાર! ચમક જોઈ રહી જશો દંગ
Bronze age Sword: પુરાતત્વવિદોએ કબરની જગ્યા પરથી ખૂબ જ જૂની તલવાર શોધી કાઢી છે. બાવરિયાની સ્ટેટ મોન્યુમેન્ટ પ્રોટેક્શન ઓફિસ દ્વારા આ અંગે ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
Oldest Sword Discovered: પુરાતત્વવિદોને યુરોપિયન દેશ જર્મનીમાં કબરમાંથી ખૂબ જ જૂની કાંસ્ય તલવાર મળી છે. એ તલવાર કાંસાની ધાતુની છે, જેની ચમક આજે પણ અકબંધ છે. પુરાતત્વવિદો દાવો કરે છે કે અષ્ટકોણીય તલવાર 3,000 વર્ષથી વધુ જૂની છે. તેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
Wow! A Bronze Age sword found in #Germany is in such a pristine state of preservation, it is hard to believe it is legitimate. But legitimate it is!https://t.co/lAOfdkLbQV
— Ancient Origins (@ancientorigins) June 16, 2023
યુરોપમાંથી મળી 3000 વર્ષ જૂની તલવાર!
હવે ઘણા લોકો તે તલવાર વિશે ચર્ચા કરી રહ્યા છે, તે કોની તલવાર હતી અને શું તે ખરેખર 3,000 વર્ષથી વધુ જૂની છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, આ કાંસ્ય યુગની તલવાર પુરાતત્વવિદોને જર્મનીના દક્ષિણી શહેર નોર્ડલિંગેનની કબરમાંથી મળી છે, જે હજુ પણ સારી સ્થિતિમાં છે. આ સંદર્ભમાં, બાવેરિયન સ્ટેટ ઑફિસ ફોર પ્રિઝર્વેશન ઑફ મોન્યુમેન્ટ્સે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તલવાર એ 14મી સદી બીસીની અષ્ટકોણીય હિલ્ટ છે, જે એટલી સારી સ્થિતિમાં છે કે તે હજી પણ ચમકે છે.
આ અષ્ટકોણીય તલવાર નોર્ડલિંગેનની કબરમાંથી મળી
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જ્યાંથી તલવાર મળી હતી તે કબરમાંથી એક પુરુષ, મહિલા અને છોકરાના અવશેષો અને અન્ય કાંસાની વસ્તુઓ પણ મળી આવી હતી. બાવેરિયાના સ્ટેટ મોન્યુમેન્ટ પ્રોટેક્શન ઑફિસ (BLFD)ના જણાવ્યા અનુસાર જે તલવાર મળી છે તેના જેવી હવે બનાવવી ખૂબ જ અધરું છે કેમ કે તલવારની મૂઢ પર બ્લેડ નાખવામાં આવી છે અને માનવામાં આવે છે કે તે એક ઘાતક હથિયાર છે. જે ફક્ત દેખાવમાં તો સારી છે જ પણ તલવાર પરની બ્લેડ કોઈ પણ ને કાપી શકે તેટલી ધારદાર છે
શું આ તલવાર કોઈ ભારતીય રાજાની છે?
સોશિયલ મીડિયા પર ઘણા લોકો આ તલવારના ઈતિહાસને ભારત સાથે પણ જોડી રહ્યા છે, તેઓ કહે છે કે ભારતની સભ્યતા હજારો વર્ષ જૂની છે, ભારતમાં રાજાઓ અને સમ્રાટો પોતાની સાથે તલવારો રાખતા હતા. ભારતમાં સદીઓથી કાંસાની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. મોહેંજોદડો અને હડપ્પા સંસ્કૃતિનો પાઠ વિશ્વભરના પુસ્તકોમાં ભણાવવામાં આવે છે.