શોધખોળ કરો

હેલિકોપ્ટરથી ફાયર થતી એંટી ટેંક ગાઈડેડ મિસાઈલ હેલિનાનું સફળ પરીક્ષણ કરાયું, જાણો મિસાઈલની કાર્યક્ષમતા

રાજસ્થાનના પોખરણમાં એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ હેલિનાનું સફળ પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. હેલિના મિસાઈલે પોતાના બધા માપદંડોને પુરી કરીને સિમુલેટેડ ટેન્કને ઉડાવી દીધી હતી.

રાજસ્થાનના પોખરણમાં એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ હેલિનાનું સફળ પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે. હેલિના મિસાઈલે પોતાના બધા માપદંડોને પુરી કરીને સિમુલેટેડ ટેન્કને ઉડાવી દીધી હતી. આ મિસાઈલને એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરથી લોન્ચ કરવામાં આવી હતી. મિસાઈલે ચોક્કસાઈ પૂર્વક પોતાના ટાર્ગેટને ધ્વસ્ત કરી દીધો હતો. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી.

એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ હેલિના દુનિયાની અત્યાધુનિક એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ છે. આ મિસાઈલમાં ઈંફ્રારેડ ઈમેજિંગ સીકર સિસ્ટમ લગાવામાં આવી છે જેથી મિસાઈલને જે ટાર્ગેટ આપવામાં આવે છે તેની તરફ ગતી કરીને ધ્વસ્ત કરી દે છે. આ મિસાઈલ એટલા માટે પણ મહત્વપુર્ણ છે કે તેને એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરથી પણ છોડી શકાય છે. સાથે જ આ મિસાઈલને ફાયર કર્યા બાદ દુશ્મનની ટેંકને ધ્વસ્ત થતાં કોઈ તાકાત રોકી શકતી નથી. 

ભારતમાં બનેલી હેલિના મિસાઈલ 230 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ટાર્ગેટ સુધીનો પોતાનો પ્રવાસ પૂર્ણ કરે છે એટલે કે તેની સ્પિડ 828 કિમી પ્રતિ કલાકની હોય છે. આ સ્પિડ એટલી છે કે આંખના પલકારામાં જ દુશ્મનની ટેન્ક સુધી મિસાઈલ પહોંચી જાય છે અને ટેન્કને ધ્વસ્ત કરી દે છે. આ મિસાઈલની રેન્જ 500 મિટરથી લઈને 20 કિલોમીટર સુધીની છે. 

DRDOએ જણાવ્યા મુજબ હેલિના મિસાઈલ ત્રીજી પેઢીની 'ફાયર કરીને ભૂલી જાઓ'ના નિયમ પર કામ કરે છે. સાથે જ આ એવી એન્ટી-ટેન્ક મિસાઈલ સિસ્ટમ છે જેને આધુનિક હેલિકોપ્ટરથી ફાયર કરી શકાય છે. આ મિસાઈલને કોઈપણ સમયે દિવસે કે રાત્રે દુશ્મન ટેન્ક તરફ છોડી શકાય છે. આ મિસાઈલનું વજન 45 કિલો અને ઉંચાઈ 6 ફુટની છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget