ડીસા અગ્નિકાંડની કરૂણાંતિકા,શ્રમિકો 2 દિવસ પહેલા જ આવ્યા હતા ફેક્ટરીમાં,પરિજનોએ કર્યાં અન્ય ઘટસ્ફોટ
ડીસાના ઢુંવામાં અગ્નિકાંડમાં 21 શ્રમિકોના મૃતકોમાં ગો14 પુરૂષ, 4 મહિલા અને ત્રણ માસૂમ બાળકોનો પણ સમાવેશ થયા છે.

ડીસા અગ્નિકાંડ: ડીસાના ઢુંવામાં ફટાકડાની ગેરકાયદે ચાલતી ફેકટરીમાં ગઇ કાલે સવારે ભયંકર બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આગમાં 21 શ્રમિકોના મૃત્યુની પષ્ટી થઇ છે. તમામ શ્રમિક મધ્યપ્રદેશથી અહીં કામ માટે આવ્યાં હતા અને 2 દિવસ પહેલા જ તેમણે ફેકટરી કામ કરવા માટે જોઇન કરી હતી અને બે દિવસમાં જ તમામ 21 શ્રમિકોની જિંદગીનો અંત આવી ગયો. પરિવારજનોએ સમગ્ર ઘટનાને લઇને વ્યથા વ્યક્ત કરી હતી.
ડીસા અગ્નિકાંડમાં ચોકાવનારા ખુલાસા
ડીસામાં ફેક્ટરીમાં બ્લાસ્ટકાંડમાં પરિજનોને પીએમ બાદ મૃતદેહ સોપાયા હતા. 21 પૈકી 11 મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે. એમ્બ્યુલન્સમાં આ મૃતદેહને મધ્યપ્રદેશ માટે રવાના કરાયા છે. ધટનાના એક દિવસ બાદ આ અગ્નિકાંડને લઇને અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં છે. અહીં જે ફટાકડાનું ગોડાઉન હતુ તેમાં માત્ર ફટાકડાના સ્ટોરેજની જ મંજૂરી હતી જ્યારે અહીં મંજૂરી વિના ગેરકાયદે ફટાકડાનું કારખાનું ચાલતુ હતું. બોઇલટ ફાટકા બ્લાસ્ટ બાદ અહી ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીમાં સૂતળી અને માર્શલ બોમ્બ બનાવતા હોવાનો ખુલાસો થયો છે. ફટાકડા બનાવવાનો કાચો સામાન પણ આ ગોડાઉનમાં હતો. સૂતળી બોમ્બ બનાવવાનો તમામ સમાન એલ્યુમિનિયમ પાવડરનો જથ્થો સહિતની વસ્તુઓ અંદર હતી.
અહીં માત્ર ફટાકડાના સ્ટોર કરવાની મંજૂરી હોવા છતા ફટાકડાનું ઉત્પાદન કરાતું હતુ. દીપક ટ્રેડર્સે લાયસન્સ પણ રિન્યૂ ન કર્યાનો ખુલાસો થયો છે. ફટાકડાના ગોડાઉનના ઓઠા હેઠળ 1 વર્ષથી ફટાકડા બનાવતો હતો.ઈંદોરના દલાલ મારફતે મજૂરોને ડીસામાં લાવવામાં આવ્યાં હતા. તો એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્ય્ કે, લક્ષ્મીબેન નામના ઠેકેદાર 2 દિવસ પહેલા જ મૃતકો MPથી આવ્યા હતા, દુર્ઘટના ઘટી ત્યારે ફેક્ટરીમાં 24 લોકો હતા હાજર હતા
આરોપી પિતા-પુત્રની ધરપકડ
મળતી માહિતી અનુસાર, ડીસા બ્લાસ્ટકાંડના આરોપી દીપક સિંધી અને તેના પિતા ખૂબચંદ સિંધીની ધરપકડ કરવામાં આવી હતી. બંન્ને આરોપી પિતા પુત્રને પાલનપુર એલસીબીને સોંપાયા હતા. દીપક સિંધી ભિલોડા સ્ટેટ હાઈ-વેથી પકડાયો હતો. આ કેસમાં તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.21 લોકોના મૃત્યુ માટે જવાબદાર દીપક સિંધી ફટાકડાની ગેરકાયદે ફેક્ટરી ચલાવતો હતો. ગુનાહિત બેદરકારીને લીધે 21 લોકો મોતને ભેટ્યા હોવાનો ખુલાસો છે. ડીસા અગ્નિકાંડનો આરોપી દીપક સિંધી સાબરકાંઠામાં પણ ફટાકડાનો વેપાર કરતો હતો. બે વર્ષ પહેલા સાબરકાંઠામાં વેપાર ચલાવતો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસ દીપક સિંધીની કંપની દીપક ટ્રેડર્સ અંગે તમામ વિગતો એકઠી કરશે.
દીપક સામે અન્ય નોંધાયેલા ગુના
આરોપી દીપક મોહનાણી સટ્ટોડિયો હોવાનો ખુલાસો પણ થયો છે. 2024માં દીપક સામે ગુનો નોંધાયો હતો. અમદાવાદના ચાંદખેડામાં ગુનો નોંધાયો હતો. દીપક સ્ટેડિયમમાં બેસી સટ્ટો રમાડતો હતો.2024માં સટ્ટા બુકિંગ કરતા પકડાયો હતો.
તપાસ માટે SITની કરાઇ રચના
આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જેમાં ડીવાયએસપીની આગેવાનીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સામેલ કરાયા છે. એસઆઇટીમાં DySP સી.એલ.સોલંકી (ડીસા)- તપાસ અધિકારી, PI વી.જી. પ્રજાપતિ (, ડીસા રુરલ પોલીસ સ્ટેશન), PI એ.જી. રબારી (એસ.ઓ.જી., બનાસકાંઠા), PSI એસ.બી.રાજગોર (LCB, બનાસકાંઠા), PSI એન.વી. રહેવર (પેરોલ સ્ક્વોડ બનાસકાંઠા)નો સમાવેશ થાય છે.
સિવિલ બહાર મૃતકોના પરિજનોનું આક્રંદ
સિવિલ બહાર મૃતકોના પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા હતા, કેટલાક પરિજનો પહોંચ્યા તે પહેલા મૃતદેહ મોકલી દેવાયાનો આરોપ પરિજનોએ લગાવ્યો છે. મૃતકના પરિવારોએ મોટો ખુલાસો કર્યો છે કે,સૂતળી બોમ્બ બનાવવા માટે એમપીથી અહીં બોલાવામાં આવ્યાં હતા. આ ઘટનામાં એક પરિવાર એવો પણ છે જેમણે ત્રણ તેમના પરિવારના ત્રણ લોકોને ગુમાવ્યાં છે. ઘટનાની કરૂણાંતિકા ત્યાં પણ છે કે આ શ્રમિકો માત્ર 2 દિવસ પહેલા જ અહીં ફટકડા બનાવવા માટે આવ્યાં હતા.
21 મૃતકો પૈકી બે મૃતકની ઓળખ બાકી
આ દુર્ઘટનાંમાં પ્રચંડ બ્લાસ્ટના કારણે મૃતકોના અંગો દૂર ફેકાયા હતા અને આગ એટલી ભીષણ હતી કે જીવતાં ભૂજાયેલા શ્રમિકોની ઓળખ પણ મુશ્કેલી હતી. 18 મૃતકોની ઓળખ થતાં તેમના મૃતદેહને મધ્યપ્રદેશ રવાના કરાયા છે તો ઓળખ બાકી છે તેવા 2ના DNA ટેસ્ટ કરવામાં આવ્યાં છે. 21 મૃતકો પૈકી એક મૃતક ગુજરાતનો હોવાનો ખુલાસો થયો છે. મૃતકો MPના દેવાસ અને હરદા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે,

