શોધખોળ કરો

News: રાજ્યના આ મોટા શહેરમાં 33 વ્યાજબી ભાવની દુકાનો પર શિક્ષકો રહેશે ખડેપગે, ગેરરીતિ અને પુરવઠા પર રાખશે નજર

બનાસકાંઠામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાલનપુરમાં વ્યાજબી ભાવની દુકાનો પર હવે શિક્ષકો મુકવાની તૈયારીઓ કરાઇ રહી છે

Banaskantha News: બનાસકાંઠામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. પાલનપુરમાં વ્યાજબી ભાવની દુકાનો પર હવે શિક્ષકો મુકવાની તૈયારીઓ કરાઇ રહી છે. કહેવાઇ રહ્યું છે કે, આ અંગે પુરવઠા વિભાગ દ્વારા શિક્ષણાધિકારીને એક પત્ર પણ લખ્યો છે. આમ કરવાનો હેતુ વ્યાજબી ભાવની દુકાનની દુકાનમાંથી ગ્રાહકોને અનાજનો પુરતો જથ્થો મળી રહે અને ગેરરીતિ રોકવાનું છે.

મળતી માહિતી પ્રમાણે, હવે બનાસકાંઠામાં વ્યાજબી ભાવની દુકાનોમાં મોટા પાયે ફેરફાર થઇ શકે છે. હાલમાં જ એક સમાચાર મળી રહ્યા છે કે, પાલનપુરમાં વ્યાજબી ભાવની દુકાનો ઉપર હવે શિક્ષકોની કામગીરી જોવા મળશે. પાલનપુર શહેરમાં વ્યાજબી ભાવની દુકાનો હવે શિક્ષકો મૂકવા માટેની તૈયારીઓ શરૂ કરાઇ છે. વ્યાજબી ભાવની દુકાનોમાં ગેરરીતિ રોકવા માટેનાં આ ખાસ પ્રયત્નો થઇ રહ્યાં છે. પાલનપુર શહેરની 33 દુકાનો પર નિરીક્ષણ માટે શિક્ષકો મુકાશે, એટલુ જ નહીં ગ્રાહકોને પૂરતો પુરવઠો મળી રહે તે માટે તંત્રએ આ નિર્ણય લીધો છે. પુરવઠા વિભાગ દ્વારા શિક્ષણાધિકારીને પત્ર લખી શિક્ષકો મૂકવા માટે પત્ર લખ્યો છે. 

હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ કરાશે જ્ઞાન સહાયકની ભરતી 

પ્રાથમિક શાળાઓ બાદ હવે ગુજરાત સરકાર દ્ધારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કરવામાં આવશે. નોંધનીય છે કે થોડા સમય પહેલા સરકારે પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરી હતી.

ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની ભરતી માટે અરજીઓ મંગાવી છે. આગામી 8થી 12 ડિસેમ્બર સુધી ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારની મહત્તમ વયમર્યાદા 42 વર્ષ નક્કી કરવામાં આવી છે. 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવા અરજી મંગાવવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓન લાઈન અરજી કરી શકશે.

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં "જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)" માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)"ની ભરતી કરવામાં આવશે. ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.

ઉમેદવારે ઓન-લાઈન અરજી http://gyansahayak.ssgujarat.org વેબસાઇટ પર જઈ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલાં વેબસાઈટ પર આપેલી  જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રકાર અને પગાર સંબંધિત સૂચનાઓ/માર્ગદર્શિકા વાંચવાની રહેશે. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. આ રીતે મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે રૂબરૂ બોલાવવામાં આવશે. તે દરમિયાન ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ ચકાસણી માટે ઓરિજનલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઓનલાઇન અરજી આઠ ડિસેમ્બર 2023થી કરી શકાશે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2023 છે.

સુરતમાં પડતર પ્રશ્નો મામલે 2 હજાર શિક્ષકો 9મીએ પદયાત્રા કરશે. કલેક્ટર કચેરીએ મહાપંચાયત યોજાશે. બાદમાં પદયાત્રા અલગ અલગ ત્રણ રૂટથી​​​​​​​ જશે. આગામી નવમી ડિસેમ્બરના રોજ પદયાત્રા કરી શિક્ષકો વિરોધ નોંધાવશે.

પંચમહાલમાં 15 હજાર શિક્ષકો મહાપંચાયતમાં જોડાશે. ગોધરામાં 9 ડિસેમ્બરે જૂની પેન્શન મુદ્દે મહાપંચાયત યોજવામાં આવશે. 3 જિલ્લાના 15 હજાર શિક્ષકો મહાપંચાયતમાં સામેલ થશે. પંચમહાલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલા ગુજરાતના મંત્રીઓની કમિટી સાથે થયેલા સમાધાનના હજી સુધી ઠરાવ ન થતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ફરીવાર પદયાત્રાથી મહાપંચાયત સુધીનો અનોખો આંદોલનનનો માર્ગ અપનાવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
Embed widget