શોધખોળ કરો

આ રાજ્યમાં માનવ જીવન સંબંધિત 6 સૂત્રો પર આધારિત બજેટ થયું રજૂ, નાણામંત્રીએ માત્ર 45 મિનિટમાં પૂરી કરી બજેટ સ્પીચ

Bihar Budget: તારકિશોર પ્રસાદે બજેટ ભાષણની શરૂઆત કૌટિલ્યના અર્થશાસ્ત્રના એક સંસ્કૃત શ્લોક સાથે કરી હતી.

Bihar Budget 2022: બિહારના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન તારકિશોર પ્રસાદે નાણાકીય વર્ષ 2022-23 માટે બિહારનું બજેટ રજૂ કર્યું. તેમણે 2 લાખ 37 હજાર 691 કરોડનું બજેટ રજૂ કર્યું છે. બજેટ ભાષણમાં તેમણે બિહારના વિકાસ માટે 6 મુદ્દાનું મોડલ આપ્યું છે. તારકિશોર પ્રસાદે બજેટ ભાષણની શરૂઆત કૌટિલ્યના અર્થશાસ્ત્રના એક સંસ્કૃત શ્લોક अलबद्ध लाभार्थ, लब्ध परिरक्षणी” અર્થાત્ "જે મળ્યું નથી તે મેળવવું, જે મેળવ્યું છે તેને સાચવવું અને જે સાચવવામાં આવ્યું છે તેને સમાનતાના આધારે વહેંચવું" સાથે બજેટ ભાષણની શરૂઆત કરી. તારકિશોર પ્રસાદે બિહારના વિકાસનું 6-પોઇન્ટ મોડલ રજૂ કર્યું, આ છે આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગમાં રોકાણ, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ અને શહેરી, વિવિધ વર્ગોનું કલ્યાણ.

છ સૂત્રો પર આધારિત બિહાર બજેટ

તેમણે કહ્યું કે બિહારનું બજેટ 2022-23 આ છ સૂત્રો પર આધારિત છે. આ છ સૂત્રો માનવ જીવન સાથે સંબંધિત છે અને વિકાસમાં તેની મોટી ભૂમિકા છે. સરકાર 2022-23માં આ છ સૂત્રોના અમલ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

45 મિનિટમાં બજેટ ભાષણ

નાણામંત્રીએ તેમનું બજેટ ભાષણ 45 મિનિટમાં પૂરું કર્યું હતું જ્યારે છેલ્લી વખત તેમણે 54 મિનિટમાં બજેટ ભાષણ પૂરું કર્યું હતું. 2022-23માં બિહારના બજેટનું કદ વધીને બે લાખ 37 હજાર, 691 કરોડ 19 લાખ રૂપિયા થઈ ગયું છે. અગાઉ 2021-22માં તે બે લાખ 18 હજાર 302 કરોડ 70 લાખ રૂપિયા હતી.

બિહાર બજેટની મુખ્ય વાતો

  • બિહારનું બજેટ 2 લાખ 37 હજાર 691 કરોડનું છે, 2021-22માં તે બે લાખ 18 હજાર 302 કરોડ 70 લાખ રૂપિયા હતું
  • બિહારમાં શિક્ષણના વિકાસ માટે, શિક્ષણ ક્ષેત્રમાં સૌથી વધુ બજેટ રૂ. 39191 કરોડ છે, જે કુલ બજેટના 16.5% છે.
  • નાણાકીય વર્ષ 2022-23 માટે કૃષિનું બજેટ 29 હજાર 749 કરોડ રૂપિયા છે. જ્યારે ઉદ્યોગ માટે બજેટમાં 1643 કરોડ 74 લાખની જોગવાઈ છે. બિહારમાં ઇથેનોલ માટે 151 યુનિટ સ્થાપવામાં આવશે.
  • સ્વચ્છ ગામ-સમૃદ્ધ ગામ અંતર્ગત 847 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત તમામ ગામોમાં સોલાર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવશે. તો હર ઘર નળ યોજનામાં 2022-23ના બજેટમાં 1 હજાર 110 કરોડની જોગવાઈ છે.
  • સશક્ત મહિલા સક્ષમ મહિલા યોજના હેઠળ 25 હજાર અપરિણીત મહિલાઓને ઇન્ટરમીડિયેટ પાસ કરવા પર, 50 હજારને ગ્રેજ્યુએશન પાસ કરવા પર મદદ કરવામાં આવી રહી છે. આ માટે 2022-23માં 900 કરોડની જોગવાઈ
  • યુવાનો માટે આર્થિક ઉકેલ હેઠળ 1 લાખ 66 હજાર 500 યોજનાઓ માટે બજેટમાં 4500 કરોડ મંજૂર. અત્યાર સુધીમાં રૂ.14989 કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે. 1 લાખ 17 હજાર 230 વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓના ક્રેડિટ કાર્ડ માટે 700 કરોડની જોગવાઈ
  • નાણામંત્રીએ કહ્યું કે અમારી સરકાર અનુસૂચિત જાતિ, જનજાતિ અને લઘુમતીઓના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. નાણાકીય વર્ષ 2022-23માં સ્વાસ્થ્ય સુરક્ષામાં સુધારો કરવા માટે બજેટમાં 16,134 કરોડની જોગવાઈ છે. બજેટનો 65 ટકા હિસ્સો સામાજિક ક્ષેત્રમાં ખર્ચવામાં આવશે
  • મર્યાદિત સંસાધનો હોવા છતાં રાજ્યનો વિકાસ ચાલુ છે.કલ્યાણકારી યોજનાઓ અવિરત ચાલી રહી છે. ગરીબ અને નબળા વર્ગને મદદ આપવામાં આવી રહી છે.
  • નાણામંત્રીએ કહ્યું કે અત્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે, વિશ્વ અર્થવ્યવસ્થા ત્રણ ટકા નીચે આવી ગઈ છે. પરંતુ બિહારની અર્થવ્યવસ્થામાં 2.5 ટકાનો વધારો થયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget