By Polls: ભાજપે કારગિલ યુદ્ધના બ્રિગેડિયર ખુશાલ ઠાકુરને કઈ સીટ પરથી આપી ટિકિટ ?
By Polls: કારગિલ યુદ્ધના અનુભવી બ્રિગેડિયર ખુશાલ ઠાકુર (નિવૃત્ત) ને ભાજપ દ્વારા હિમાચલ પ્રદેશની મંડીથી ટિકિટ આપવામાં આવી છે. તે 1999 માં ટાઇગર હિલના સફળ કબજાનો ભાગ હતા.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં 30 ઓક્ટોબરે યોજાનારી પેટાચૂંટણી, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશની ત્રણ લોકસભા બેઠકો અને વિવિધ રાજ્યોની 16 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
લોકસભાની પેટા ચૂંટણી માટે કોને આપી ટિકિટ
કારગિલ યુદ્ધના અનુભવી બ્રિગેડિયર ખુશાલ ઠાકુર (નિવૃત્ત) ને ભાજપ દ્વારા હિમાચલ પ્રદેશની મંડીથી ટિકિટ આપવામાં આવી છે. તે 18 ગ્રેનેડિયર્સના કમાન્ડિંગ ઓફિસર હતા, જે 1999 માં ટાઇગર હિલના સફળ કબજાનો ભાગ હતા. જ્યારે જ્ઞાનેશ્વર પાટીલને ખંડવામાંથી ટિકિટ આપવામાં આવી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી મહેશ ગામિતને ઉમેદવાર બનાવ્યા છે.
વિધાનસભા પેટા ચૂંટણીમાં કોને બનાવ્યા ઉમેદવાર
વિધાનસભાની પેટાચૂંટણીમાં આંધ્રપ્રદેશની બાડવેલ (એસસી) પરથી પુન્થાલા સુરેશ, હરિયાણાની એલનાબાદતી ગોવિંદ કાંડા, હિમાચલ પ્રદેશની ફતેપુરથી બલદેવ ઠાકુર, આંકીથી રતન સિંહ પાલ અને ગુલાબ ટેકરીથી નીલમ સરાયકને ઉમેદવાર જાહેર કર્યા છે. કર્ણાટકની સિંદગીથી રમેશ મુસાનુર, હંગલથી શિવરાજ સજ્નાર, મધ્યપ્રદેશની પૃથ્વીપરથી શિશુપાલ યાદવ, રાજગાંવથી પ્રતિમા બાગરી, જોબાટથી સુલોચના રાવત અને રાજસ્થાનના બલરામનગરથી હિમ્મત સિંહ ઝાલા તથા ધારિયાવાડથી ખેત સિંહ મીણાને ટિકિટ આપી છે.
Bharatiya Janata Party has released its list of candidates for by-polls to three Lok Sabha seats in UT of Dadra & Nagar Haveli, Madhya Pradesh and Himachal Pradesh and 16 Assembly seats of various States to be held on 30th October pic.twitter.com/IZCF746uXm
— ANI (@ANI) October 7, 2021