(Source: ECI/ABP News/ABP Majha)
BJP CM Name: વિષ્ણુ દેવ સાય બનશે છત્તીસગઢના આગામી મુખ્યમંત્રી, ધારાસભ્ય દળની બેઠકમાં લેવાનો નિર્ણય
ભાજપે છત્તીસગઢના સીએમ પદ માટેના નામની જાહેરાત કરી દીધી છે. વિષ્ણુદેવ સાયને રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે એક આદિવાસી નેતાને રાજ્યનો ચહેરો બનાવ્યો છે.
BJP CM Name: ભાજપે છત્તીસગઢના સીએમ પદ માટેના નામની જાહેરાત કરી દીધી છે. વિષ્ણુદેવ સાયને રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે એક આદિવાસી નેતાને રાજ્યનો ચહેરો બનાવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મુખ્યમંત્રી પદ માટે વિષ્ણુદેવ સાયના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. આ રીતે તમામ અટકળોનો અંત આવી ગયો છે.
છત્તીસગઢના સીએમ પદ માટે ઘણા દાવેદારો હતા. રમણસિંહ પોતે તેમાં હતા. અરુણ સાવ, ઓપી ચૌધરી અને રેણુકા સિંહના નામ પણ સામેલ હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી વિષ્ણુદેવ સાયની સાથે રેણુકા સિંહનું નામ આદિવાસી મુખ્યમંત્રી તરીકે આગળ ચાલી રહ્યું હતું. તમને જણાવી દઈએ કે, છત્તીસગઢમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી છે અને તમામ અટકળોને પલટીને 54 બેઠકો મેળવી છે. જ્યારે કોંગ્રેસ 34 સીટો જીતી શકી હતી.
વિષ્ણુદેવે છત્તીસગઢની કુંકુરી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. જેમાં તેમણે કોંગ્રેસના ઉદ મિંજને હરાવ્યા હતા. વિષ્ણુદેવને 87604 વોટ અને ઉદ મિંજને 62063 વોટ મળ્યા. વિષ્ણુદેવ છત્તીસગઢ ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ રાયગઢ બેઠક પરથી સાંસદ પણ રહી ચૂક્યા છે.
વિષ્ણુ દેવ સાઈ રાયગઢ લોકસભા બેઠક પરથી સાંસદ રહી ચુક્યા છે અને કેન્દ્રીય રાજકારણનો અનુભવ પણ ધરાવે છે. ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. આ સાથે જ તેમણે છત્તીસગઢ બીજેપીના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી પણ સંભાળી છે. આ સિવાય તેઓ ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્ય છે. સાયને રાજકારણનો લાંબો અનુભવ છે. છત્તીસગઢની રચના પહેલા તેઓ સંયુક્ત મધ્યપ્રદેશ વિધાનસભામાં ધારાસભ્ય પણ હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય દળની બેઠકમાં સીએમના નામ પર નિર્ણય લેવામાં આવ્યા બાદ દિલ્હીથી મંજુરી મળી હતી. કારણ કે ભાજપ આદિવાસી નેતાને રાજ્યના મુખ્યમંત્રી બનાવશે તેવી અટકળો ચાલી રહી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે મહિલા નેતાને પણ તક મળી શકે છે.
વિષ્ણુ દેવ સાયનો જન્મ 21 ફેબ્રુઆરી 1964ના રોજ છત્તીસગઢ રાજ્યના જશપુર જિલ્લાના બગિયા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામ પ્રસાદ સાય અને માતાનું નામ જશમણિ દેવી છે. વિષ્ણુ દેવ સાયએ તેમનું ઉચ્ચ માધ્યમિક શાળાનું શિક્ષણ લોયોલા હાયર સેકન્ડરી સ્કૂલ, કુંકુરી, જશપુરમાંથી કર્યું હતું.