નવજોત સિંહ સિદ્ધુના ઘરની અગાશી પર સંદિગ્ધ વ્યક્તિ જોવા મળ્યો, કૉંગ્રેસ નેતાએ ટ્વિટ કરી કર્યો દાવો
કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ તેમના ઘરની અગાશી પર એક શંકાસ્પદ વ્યક્તિને જોયો હોવાનો દાવો કર્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.
કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ તેમના ઘરની અગાશી પર એક શંકાસ્પદ વ્યક્તિને જોયો હોવાનો દાવો કર્યો છે. નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. સિદ્ધુએ દાવો કર્યો છે કે તેમના પટિયાલાવાળા ઘરની છત પર એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો. તે સમયે સિદ્ધુ ઘરમાં જ હાજર હતા.
Today on the terrace of my residence an unknown suspicious character wrapped in grey blanket was noticed around 7:00 PM , the moment my servant went out raised the alarm and called for help , he immediately ran and escaped.
— Navjot Singh Sidhu (@sherryontopp) April 16, 2023
Have spoken to @DGPPunjabPolice and SSP Patiala has…
જણાવી દઈએ કે, 1 એપ્રિલના રોજ નવજોત સિંહ સિદ્ધુ 1988ના રોડ રેજ કેસમાં 317 દિવસ પટિયાલા જેલમાં રહ્યા બાદ મુક્ત થયા છે. આ પછી, તેમણે રાજ્યની AAP સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર બંને પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પંજાબને નબળું કરીને કોઈ પણ સરકાર મજબૂત બની શકતી નથી. આ દેશમાં જ્યારે પણ સરમુખત્યારશાહી આવી છે ત્યારે ક્રાંતિ પણ આવી છે અને આ વખતે એ ક્રાંતિનું નામ રાહુલ ગાંધી છે. આ સરકારને હચમચાવી નાખશે.
નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કર્યું, "આજે સવારે લગભગ 7:00 વાગ્યે મારા ઘરની અગાશી પર ગ્રે બ્લેન્કેટમાં લપેટાયેલો એક અજાણ્યો શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો. મારા નોકરે એલાર્મ વગાડ્યું અને મદદ માટે બોલાવ્યા તે તરત જ ભાગી ગયો. પોલીસના ડીજીપી (પંજાબ પોલીસ) અને એસએસપી પટિયાલાને પણ જાણ કરવામાં આવી છે. સુરક્ષાની આ ખામી મને પંજાબ માટે અવાજ ઉઠાવતા નહી અટકાવી શકે.
સિદ્ધુ મુસેવાલાના પરિવારને પણ મળ્યા હતા
નવજોત સિંહ સિદ્ધુ જેલમાંથી બહાર આવ્યા બાદ સિદ્ધુ મુસેવાલાના પરિવારને પણ મળ્યા હતા. ગયા વર્ષે મે મહિનામાં સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મુસેવાલાના પરિવારને મળીને નવજોત સિંહ સિદ્ધુએ પંજાબની AAP સરકાર પર નિશાન સાધતા કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, "સરકાર કોઈ પણ હોય, સરકારની પ્રથમ જવાબદારી લોકોના જીવની રક્ષા કરવાની હોય છે. હું પૂછવા માંગુ છું કે, અહીંની સરકાર ગુનાખોરીથી બચાવે છે કે ગુના કરે છે?"