શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોનાની સારવાર કરતી એક સાથે ત્રણ દવા આવી ગઈ બજારમાં, જાણો શું છે તેમની કિંમત ?
રેમડેસિવીર એક માત્ર દવા છે, જેને USFDA એ કોવિડ 19ના દર્દીની સારવાર માટે ઇમરજન્સી ઉપયોગ માટે સ્વીકૃતિ આીપ છે.
નવી દિલ્હીઃ સિપ્લા અને હેટરો લેબ્સ બાદ હવે ગ્લેનમાર્ક ફાર્માએ કોરોનાના દર્દી માટે દવા લોન્ચ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ દવા કોવિડના હલ્કા સંક્રમિત દર્દી પર કરી શકાય છે. તેનાથી એક સકારાત્મક સંકેત મળી રહ્યા છે. જોકે, દિલ્હીના ડોક્ટરોનો આ મામલે મિશ્ર પ્રતિસાદ છે.
ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે શનિવારે કોવિડની હલ્કા લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓ માટે લોન્ચ કરી છે. કંપનીએ આ દવાનું નામ FabiFlu રાખ્યું છે. કંપનીએ આ દવની કિંમત 103 રૂપિયા પ્રતિ ટેબલેટ રાખી છે. ગ્લેનમાર્ક અનુસાર, 200 mgની 34 ટેબલેટવાળી એક સ્ટ્રિપની કિંમત 3500 રૂપિયા હશે. આ દવા હિમાચલ પ્રદેશની બડ્ડી ફેસિલિટીમાં બનાવવામાં આવી રહી છે. કંપની અનુસાર, આ દાવને હોસ્પિટલ્સ અને રિટેલ ચેન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુંબઈના આ દવા કંપનીએ શુક્રવારે કહ્યું હતું કે, તેણે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(DCGI)તરફતી મેન્યુફેક્ચરિંગ અને ઉત્પાદનની મંજૂરી મળી ગઈ છે.
સિપ્લાએ લોન્ચ કરી છે દવા
રેમડેસિવીર એક માત્ર દવા છે, જેને USFDA એ કોવિડ 19ના દર્દીની સારવાર માટે ઇમરજન્સી ઉપયોગ માટે સ્વીકૃતિ આીપ છે. ગિલીડ સાઈન્સીસે મેમાં સિપ્લા સાથે રેમડેસિવીરના મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ માટે એક નોનો એક્સક્લૂસિવ એગ્રીમેન્ટ સાઈન કર્યો હતો. સિપ્લાએ કહ્યું કે, તેને ભારતીય દવા ડીસીજીઆઈ તરફથી આ દવા માટે ઇમરજન્સી સ્થિતિમાં મર્યાદિત ઉપયોગ માટે મંજૂરી મળી છે. સિપ્લાએ સિપ્રમી(Cipremi) નામથી આ દવા લોન્ચ કરી છે.
કંપનીએ કહ્યું છે કે, આ દાવની આપૂર્તિ સરકાર અને ઓપન માર્કેટ દ્વારા કરવામાં આવશે. આ દવા બાળકો અને એડલ્ટ બન્ને ઉપર ઉપયોગ કરવામાં આવશે. આ દવા જેમને ઓક્સીજન સપોર્ટની જરૂર છે તેમના માટે વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કંપનીએ હજુ સુધી દવાની કિંમત અંગે કોઈ ખુલાસો કર્યો નથી.
હેટરો લેબ્સે કોવિફોર લોન્ચ કરી છે
આ પહેલા શનિવારે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેને (CDSCO) Hetero Labsને રેમેડેસિવીર (Remdesivir )ના જેનરિક વર્ઝનના મેન્યુફેક્ચર અને સપ્લાઈની મંજૂરી આપી હતી. હેટરો લેબ્સે આ દવા ભારતમાં 'Covifor'ના નામથી વેચશે. કંપની અનુસાર આ દવાનો એક ડોઝ 5000-6000ની આસપાસ પડશે. આ દવા પ્રતિ દર્દી વધુમાં વધુ 30,000 રૂપિયા આસપાસ પડશે. દર્દીને કુલ 6 ડોઝ આપવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement