શોધખોળ કરો

કોરોનાના પ્રકોપ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને શું આપ્યા મહત્વના નિર્દેશ, જાણો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તાત્કાલિક કોરોના વાયરસના પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવા જણાવ્યું છે.

Coronavirus Testing Advisory: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તાત્કાલિક કોરોના વાયરસના પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવા જણાવ્યું છે. તેની એડવાઈઝરીમાં, મંત્રાલયે કહ્યું છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના ક્ષેત્રો અનુસાર સકારાત્મકતાના ટ્રેંડને જોતા ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવો જોઈએ.

એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વેરિઅન્ટ ઓફ કંસર્ન તરીકે ઓળખવામાં આવ્યું છે અને તે હાલમાં સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે કોરોના રોગચાળા સામે લડવા માટે પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કે, ACMR પોર્ટલ પરનો ડેટા દર્શાવે છે કે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પરીક્ષણોની સંખ્યામાં ઘટાડો થયો છે.

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોમાં કોરોનાના લક્ષણો છે તેમની તપાસ કરાવવી જોઈએ. આ સિવાય જોખમમાં રહેલા લોકો જે કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા છે, તેમની પણ તપાસ કરાવવી જોઈએ.

ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,38,018  નવા કેસ નોંધાયા છે અને 310 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,57,421 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 17, 36,628 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 14.43 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 8891 થયા છે.

કેટલું ટેસ્ટિંગ થયું

દેશમાં 17 જાન્યુઆરીએ 16,49,143 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.

કુલ એક્ટિવ કેસઃ 17,36,628
કુલ ડિસ્ચાર્જઃ  3,53,94,882
કુલ મૃત્યુઆંકઃ  4,86,761
કુલ રસીકરણઃ  158,04,41,770 

ગુજરાતમાં શું છે સ્થિતિ

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12753  કેસ નોંધાયા છે. બીજી તરફ 5984  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,58,455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.42 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  5 મોત થયા. આજે 2,63,593 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 
VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 
CSK vs MI Score:  ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું
CSK vs MI Score: ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું
SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી
SRH vs RR: યશસ્વી જયસ્વાલે પોતાના જ ખેલાડીને માર્યો બોલ, લાઈવ મેચમાં મોટી દુર્ઘટના ટળી
હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ
હીરા ઉદ્યોગની મંદીએ લીધો ભોગ! જસદણમાં બેકારીથી કંટાળી રત્નકલાકારે કર્યો આપઘાત, ડેમમાંથી મળ્યો મૃતદેહ
Embed widget