શોધખોળ કરો

Cow Urine: ગાયના મૂત્રમાં ખતરનાક બેક્ટેરિયા હોય છે! માણસો માટે સારું નથી... IVRI સંશોધનમાં દાવો

ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં પીએચડી કરી રહેલા વિદ્યાર્થીઓએ તેમના રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે ભેંસનું મૂત્ર ગૌમૂત્ર કરતાં વધુ અસરકારક છે. ગાયના મૂત્રમાં વધુ બેક્ટેરિયા હોય છે.

Cow Urine: ભારતીય પશુચિકિત્સા સંશોધન સંસ્થાએ દાવો કર્યો છે કે તાજા ગૌમૂત્રમાં સંભવિત હાનિકારક બેક્ટેરિયા હોઈ શકે છે જેનું સેવન કરવામાં આવે તો તે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તેમણે પોતાના એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કર્યો છે કે, કોઈપણ વ્યક્તિએ સીધું ગૌમૂત્ર પીવાનું ટાળવું જોઈએ જે તેમને બીમાર કરી શકે છે.

આ સંશોધન અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભેંસનું મૂત્ર ગૌમૂત્ર કરતાં વધુ અસરકારક છે. સંસ્થાના ભોજ રાજ સિંહની આગેવાની હેઠળ IVRI ખાતે પીએચડી વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગાય અને બળદના પેશાબમાં લગભગ 14 પ્રકારના હાનિકારક બેક્ટેરિયા હોય છે જેમાં એસ્ચેરીચિયા કોલી હોય છે જે પેટમાં ચેપ લાવી શકે છે, તેથી વ્યક્તિએ આ પ્રકારના હાનિકારક બેક્ટેરિયાને ટાળવા જોઈએ.

ભોજરાજ સિંહ અને 3 પીએચડી વિદ્યાર્થીઓ દ્વારા આ અંગે સંશોધન ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ઇજ્જતનગરમાં ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IVRI)માં કરવામાં આવ્યું હતું. તંદુરસ્ત ગાયના દૂધમાં ઓછામાં ઓછા 14 પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. તેમાં Escherichia coliની હાજરી પણ જોવા મળે છે, જે પેટમાં ઈન્ફેક્શનનું કારણ પણ બને છે. આ રિસર્ચમાં જે બાબતો સામે આવી છે તે ઓનલાઈન રિસર્ચ વેબસાઈટ રિસર્ચગેટમાં સામે આવી છે.

'ભેંસનું દૂધ વધુ ફાયદાકારક'

IVRI ના રોગશાસ્ત્ર વિભાગના વડા ભોજરાજ સિંહે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું, “ગાય, ભેંસ અને મનુષ્યોના 73 પેશાબના નમૂનાઓના આંકડાકીય વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ભેંસનું પેશાબ ગાયના પેશાબ કરતા વધુ ફાયદાકારક છે. S Epidermidis અને E Rhapontici જેવા બેક્ટેરિયા પર ભેંસનો પેશાબ વધુ અસરકારક છે.

સિંહે કહ્યું, 'અમે રિસર્ચમાં ત્રણ પ્રકારની ગાયોના યુરિન સેમ્પલ લીધા હતા. જેમાં સાહિવાલ, થરપારકર, વિંદાવાણી (ક્રોસ બ્રીડ)ના નમૂના લેવામાં આવ્યા હતા. આ સાથે ભેંસ અને માનવીના પેશાબના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગયા વર્ષે જૂનથી નવેમ્બર 2022 સુધી અભ્યાસ કર્યો. આ પછી, પરિણામ એ આવ્યું કે તંદુરસ્ત વ્યક્તિના પેશાબમાં પણ હાનિકારક બેક્ટેરિયાની હાજરી જોવા મળી હતી.

'ડિસ્ટિલ પેશાબ પર પણ સંશોધન'

તેમણે કહ્યું કે એક સામાન્ય ખ્યાલ છે કે ગાયનું દૂધ એન્ટી-બેક્ટેરિયલ હોય છે. પરંતુ કોઈ પણ સંજોગોમાં માનવ વપરાશ માટે પેશાબનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગાયના ડિસ્ટિલ પેશાબમાં હાનિકારક બેક્ટેરિયા છે કે કેમ તે અંગે વધુ સંશોધન કરવામાં આવી રહ્યું છે. IVRI ના ભૂતપૂર્વ ડિરેક્ટર આર. એસ. ચૌહાણે કહ્યું કે ગાયનું ડિસ્ટિલ પેશાબ કેન્સર અને કોવિડ સામે લડવામાં મદદરૂપ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મZakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
Flashback 2024: રમતગમત માટે શાનદાર રહ્યું આ વર્ષ, ચેસથી લઇને ટી-20 વર્લ્ડકપ સુધી
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
Look back 2024: ભારતીય ક્રિકેટ માટે આ વર્ષ રહ્યું ખૂબ ખાસ, જાણો કેટલા ભારતીય ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ
Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ
Embed widget