(Source: ECI/ABP News/ABP Majha)
Bhabhi Dance Video: 'છમ્મક છલ્લો' ગીત પર ભાભીએ કર્યો શાનદાર ડાન્સ, વીડિયો વાયરલ
આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક ભાભી શાહરૂખ ખાનની ફિલ્મ રા-વનના ગીત 'છમ્મક છલો' પર ડાન્સ કરી રહ્યા છે.
Bhabhi Dance Video: સોશિયલ મીડિયા ખૂબ જ વિચિત્ર છે. અહીં કોઈપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ કોઈપણ કામ ગમે ત્યારે દુનિયામાં વાયરલ થઈ શકે છે. ઘણા લોકો આવા કામો જાણી જોઈને કરતા હોય છે. તો ઘણા ફક્ત પોતાના કામમાં મગ્ન હોય છે અને અન્ય લોકો તે કામોનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. જે પછીથી વાયરલ થાય છે અને પછી લાખો લોકો તેને જુએ છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક ભાભી શાહરૂખ ખાનની ફિલ્મ રા-વનના ગીત 'છમ્મક છલો' પર ડાન્સ કરી રહ્યા છે. ડાન્સ વીડિયોમાં તેના એક્સપ્રેશનને જોઈને દરેક લોકોનુ દિલ તેમના પર આવ્યું છે.
ભાભીના ડાન્સે દિવાના બનાવ્યા
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ થાય છે. આવો જ એક વીડિયો આજકાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ભાભી ગુલાબી રંગની સાડી પહેરીને શાહરૂખ ખાનની રાવણ ફિલ્મના છમ્મક છલ્લો ગીત પર ડાન્સ કરી રહ્યા છે. ડાન્સમાં તેના એક્સપ્રેશન જોઈને લોકો તેના પ્રેમમાં પડી ગયા છે. વીડિયોમાં ગુલાબી રંગની સાડી પહેરીને ડાન્સ કરી રહેલા ભાભી સિવાય બીજી એક છોકરી પણ છે જેણે બ્રાઉન કલરની સાડી પહેરી છે. તે ડાન્સમાં ભાભીનો સાથ આપવાનો પ્રયાસ કરી રહી છે. પણ ભાભી ખુશીથી નાચી રહ્યા છે. હેમુ થપલિયાલ નામના એકાઉન્ટ પરથી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વાયરલ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.
View this post on Instagram
લોકોએ આ વીડિયો પર રમુજી કોમેન્ટ કરી
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ ડાન્સ વીડિયો પર લોકોએ ઘણી ફની કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે કોમેન્ટ કરી છે કે, 'જો ઈર્ષ્યાનું કોઈ રૂપ હોય તો તે બ્રાઉન સાડી પહેરેલી છોકરી છે.' તો એક છોકરીએ કોમેન્ટ કરીને લખ્યું, 'તમે ગજબ કરી બતાવ્યું છે, જો તમે છોકરા હોત તો હું તમારી પાછળ પડત.' ત્યારે એક છોકરાએ કોમેન્ટ કરી, 'ડાન્સ સારો હતો પણ પ્લીઝ મને બ્રાઉનવાળી છોકરીનું આઈડી જણાવો.'