![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Helicopter : ટેક ઓફ થતાની સાથે જ કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત
આજે બપોરે કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતાં કેરળના કોચી એરપોર્ટનો રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો. કોચી એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલ છે.
![Helicopter : ટેક ઓફ થતાની સાથે જ કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત Helicopter Crash : Coast Guard helicopter Crashes After Take off at Cochin airport one person injured Helicopter : ટેક ઓફ થતાની સાથે જ કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/26/5b95979b3e2f535b38ec631f12df4645167983538670878_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Helicopter Crash: આજે બપોરે કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થતાં કેરળના કોચી એરપોર્ટનો રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો. કોચી એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલ છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે. અકસ્માત બાદ તરત જ એરપોર્ટનો રનવે અકસ્માત સ્થળ પર નિરીક્ષણ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
એક સત્તાવાર નિવેદન અનુસાર, આજે બપોરે 12.25 વાગ્યે CIAL થી ટેકઓફ કરતી વખતે કોસ્ટ ગાર્ડ ALH હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આથી એરપોર્ટની કામગીરી 2 કલાક માટે હંગામી ધોરણે સ્થગિત કરવી પડી હતી. કોચીમાં રનવે બંધ થયા બાદ બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને ત્રિવેન્દ્રમ તરફ વાળવામાં આવી છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ALHને ઓપરેશનલ એરિયામાંથી બપોરે 2 વાગ્યાની આસપાસ દૂર કરવામાં આવ્યું હતું અને સલામતી નિરીક્ષણ બાદ રનવેને મોટાભાગે સાફ કરી દેવામાં આવ્યો હતો. ફ્લાઇટ ઓપરેશન ટૂંક સમયમાં ફરી શરૂ થવાની ધારણા છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ શુક્રવારે સાંજે કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. આ ફ્લાઈટ સાઉદી અરેબિયાના જેદ્દાહથી આવી રહી હતી. વિમાનમાં ક્રૂના 6 સભ્યો સાથે કુલ 197 મુસાફરો સવાર હતા. હાઇડ્રોલિક ફોલ્ટ બાદ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
Chopper Crash:બોમ્બે હાઈ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતા મહેસાણાના ઓએનજીસી ઓફિસરનું મોત
બોમ્બે હાઈ નજીક હેલિકોપ્ટર ક્રેશ થતા મહેસાણાના ઓએનજીસી ઓફિસરનું મોત થયું છે. મહેસાણાના મુકેશ કે પટેલ બોમ્બે હાઈમાં ફરજ બજાવતા હતા. તેઓ હેલિકોપ્ટરથી ફરજ સ્થળે જઈ રહ્યા હતા તે વખતે દુર્ઘટના ઘટી હતી. આ અંગે વિગતે વાત કરીએ તો ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ (ONGC)નું હેલિકોપ્ટર 7 મુસાફરોને લઈને સાગર કિરણ રિગ ખાતે જઈ રહ્યું હતું. આ હેલિકોપ્ટરમાં સવાર 7 લોકોમાં 6 લોકો ONGCના કર્મચારીઓ હતા. આ દરમિયાન સાગર કિરણ રિગ ખાતે હેલિકોપ્ટરનું અરબ સાગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં કુલ 4 લોકોનાં મોત થયાં છે જેમાં 3 ONGCના કર્મચારીઓ અને એક અન્ય વ્યક્તિનો સમાવેશ થાય છે. હેલિકોપ્ટર ક્રેશમાં 3 અધિકારી અને એક કેટરિંગ સ્ટાફનું મોત થયું છે. 3 પૈકી એક અધિકારી મહેસાણાના હતા.
દુર્ધટનામાં 4 લોકનાં મોતઃ
મહત્વનું છે કે, ONGCએ પવન હંસ સિકોર્સ્કી S-76ને લીઝ પર લીધું હતું. આ હેલિકોપ્ટરમાં ONGCના કર્મચારીઓને લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ફ્લોટર્સનો ઉપયોગ કરીને હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. મુંબઈથી 50 નોટીકલ માઈલ દુર દરિયામાં આ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સાગર કિરણ રિગથી એક બોટ હેલિકોપ્ટરમાં સવાર લોકોનું રેસ્ક્યુ કરવા માટે આવી હતી. આ બોટમાં કેટલાક લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું જ્યારે 4 લોકોને નહોતા બચાવી શકાયા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)