UP: અમેઠીમાં SDM જ્યોતિ મોર્ય જેવો કિસ્સો સામે આવ્યો, પતિએ કહ્યુ- સરકારી નોકરી મળ્યા બાદ પત્નીએ કેમ્પસમાં એન્ટ્રી પર લગાવી રોક
હવે પતિએ આરોપ લગાવ્યો હતો કે સરકારી નોકરી મળ્યા બાદ પત્નીએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે.
PCS ઓફિસર જ્યોતિ મૌર્ય અને આલોક મૌર્યની ઘટના બાદ હવે અમેઠીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં સુશીલ મિશ્રા નામના વ્યક્તિએ તેની પત્નીને ભણાવી ત્યારબાદ એક સૈનિક સ્કૂલમાં સરકારી નર્સની નોકરી મળી હતી.
હવે પતિએ આરોપ લગાવ્યો હતો કે સરકારી નોકરી મળ્યા બાદ પત્નીએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે. પતિએ પત્ની પર સૈનિક સ્કૂલના શિક્ષક સાથે અનૈતિક સંબંધ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પીડિતાના પતિ સુશીલ મિશ્રાએ અમેઠીના એસપી સાથે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ન્યાયની માંગણી કરી છે.
પત્નીએ કેમ્પસમાં પતિના પ્રવેશ લગાવ્યો પ્રતિબંધ
આ સમગ્ર ઘટના અમેઠીની ગૌરીગંજ કૌહાર સ્થિત સૈનિક સ્કૂલની છે. મધ્યપ્રદેશના રીવાના રહેવાસી સુશીલ મિશ્રાએ પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે. સુશીલે જણાવ્યું કે તેના લગ્ન 20 મે 2013ના રોજ થયા હતા. આ પછી તેણે પત્ની પ્રિયા મિશ્રાને ભણાવીને સૈનિક સ્કૂલમાં નર્સ બનાવી, પરંતુ હવે પત્ની અન્ય વ્યક્તિ સાથે રહેવા માંગે છે. સુશીલે આરોપ લગાવ્યો કે સૈનિક સ્કૂલ કેમ્પસમાં મારા આવવા પર પણ પત્નીએ પ્રતિબંધ લગાવી દીધો છે.
પીડિતાના પતિએ અમેઠી એસપી ઓફિસ પહોંચ્યા બાદ આ મામલાની ફરિયાદ કરી છે. આ પછી આજે સુશીલ મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. દરમિયાન પત્નીએ દાવો કર્યો હતો કે પતિ સાથે લાંબા સમય પહેલા સંબંધોનો અંત આવ્યો હતો. સુશીલ અને પ્રિયા મિશ્રાને પાંચ વર્ષની પુત્રી છે.
પત્નીએ આરોપોને ખોટા ગણાવ્યા
જોકે, સુશીલની પત્નીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. મહિલાએ કહ્યું કે તમામ આરોપો ખોટા છે. અમારો વિવાદ ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે. આ સાથે સુશીલની પત્ની પ્રિયાએ કહ્યું કે, તેના માતા-પિતાએ તેનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેને નોકરી અપાવી હતી. પતિ તેને બિનજરૂરી રીતે પરેશાન કરે છે. પુત્રી તેની સાથે રહે છે.
માતા-પિતાએ મને ભણાવીને સક્ષમ બનાવીઃ પત્ની
સુશીલની પત્ની પ્રિયાએ કહ્યું, મેં મારો અભ્યાસ ટ્રસ્ટ દ્વારા કર્યો છે, મારા પતિએ મને ભણાવી નથી. લગ્ન પહેલા મારો અભ્યાસ પૂરો થઈ ગયો હતો અને મે જાતે જ તૈયારી કરી નોકરી મેળવી છે. મેં અમેઠીમાં પણ પરીક્ષા આપી અને ટોપ કર્યું હતું.