India Corona Cases: દેશમાં કોરોનાના કુલ કેસ પૈકી 50 ટકાથી વધુ કેરળમાં, જાણો ઓમિક્રોનનો આંકડો કેટલા પર પહોંચ્યો
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકાથી વધારે કેસ હજુ પણ કેરળમાં નોંધાઈ રહ્યા છે.
Coronavirus India Update: ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 25માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6317 નવા કેસ નોંધાયા છે અને 318 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 6906 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 575 દિવસના નીચલા સ્તર 78,190 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3202 કેસ નોંધાયા છે અને 233 સંક્રમિતોના મોત થયા છે.
છેલ્લા 10 દિવસમાં કેટલા કેસ નોંધાયા હતા
ગઈકાલે 5326 નવા કેસ અને 453 સંક્રમિતોના મોત થયા હતા. 20 ડિસેમ્બરે 6563 નવા કેસ અને 132 સંક્રમિતોના મોત થયા હતા. 19 ડિસેમ્બરે 7081 નવા કેસ અને 264 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 18 ડિસેમ્બરે 7145 નવા કેસ સામે આવ્યા હબતહતા અને 289 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 17 ડિસેમ્બરે 7447 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 391 સંક્રમિતોના મોત થયા હતા. 16 ડિસેમ્બરે 7974 નવા કેસ અને 343 સંક્રમિતોના મોત થયા હતા. 15 ડિસેમ્બરે 6984 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 247 લોકોના મોત થયા હતા. 14 ડિસેમ્બરે 5784 નવા કેસ અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા. 12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 138, 95,90,670 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 57,05,039 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 12,29,512 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 47 લાખ 58 હજાર 481
- કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 42 લાખ 01 હજાર 966
- એક્ટિવ કેસઃ 78 હજાર190
- કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 78 હજાર 325
દેશમાં ઓમિક્રોનના કેટલા કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 213 પર પહોંચ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ દિલ્હીમાં છે. અહીં 57 કેસ છે. જે બાદ મહારાષ્ટ્રમાં 54, તેલંગાણામાં 24, કર્ણાટકરમાં 19, રાજસ્થાનમાં 18, કેરળમાં 15, ગુજરાતમાં 14, જમ્મુ-કાશ્મીરમાં 3, ઓડિશા-ઉત્તરપ્રદેશમાં 2-2 તથા આંધ્રપ્રદેશ, ચંદીગઢ, લદ્દાખ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં 1-1 કેસ છે.
Out of the total 213 Omicron cases, Delhi and Maharashtra have reported 57 and 54 cases, respectively. Till now, 90 patients have been discharged after recovery, as per the Union Health Ministry pic.twitter.com/CLALI7jQix
— ANI (@ANI) December 22, 2021