શોધખોળ કરો
Advertisement
મલપ્પુરમ પર ટ્વિટને લઈ કેરળ પોલીસે મેનકા ગાંધી સામે દાખલ કર્યો કેસ, જાણો વિગત
ઝલીલ નામની વ્યક્તિની ફરિયાદના આધારે મેનકા ગાંધી સામે આઈપીસી કલમ 153 અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે.
મલપ્પુરમઃ કેરળના પલ્લકડમાં ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવતાં મોત થયું હતું. હાથણીના મોત સંદર્ભે કથિત રીતે ભડકાઉ ટિપ્પણી કરવાને લઈ રાજ્ય પોલીસે ભાજપ સાંસદ મેનકા ગાંધી સામે મામલો નોંધ્યો છે.
મલપ્પુરમ જિલ્લા પોલીસ વડા અબ્દુલ કરીમ યૂએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે, ઝલીલ નામની વ્યક્તિની ફરિયાદના આધારે મેનકા ગાંધી સામે આઈપીસી કલમ 153 અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે.
અધિકારીએ જણાવ્યું કે, મામલાની તપાસ ચાલી રહી છે. મેનકા સામે છ ફરિયાદ મળી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ટ્વિટ કર્યુ હતું કે, મલપ્પુરમ તેની ગુનાહિત ગતિવિધિઓ માટે કુખ્યાત છે. ખાસ કરીન પશુઓ સામે. જે બાદ તે લોકોના નિશાના પર આવી હતી. મેનકાએ કહ્યું, ક્યારેય કોઈ શિકારી કે વન્ય જીવોની હત્યા કરનારા સામે કાર્યવાહી નથી કરવામાં આવી તેથી તેઓ આમ કરે છે. મેનકાની ટિપ્પણી બાદ એથકલ હેકર્સે તેની સંસ્થાની વેબસાઇટ હેક કરી લીધી હતી.Mallapuram is know for its intense criminal activity specially with regards to animals. No action has ever been taken against a single poacher or wildlife killer so they keep doing it. I can only suggest that you call/email and ask for action pic.twitter.com/ii09qmb7xW
— Maneka Sanjay Gandhi (@Manekagandhibjp) June 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion