Mundra Port Drug Case: ગુજરાતના મુંન્દ્રા પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સ મામલે NIA એ કેસ દાખલ કરી શરૂ કરી તપાસ
ગુજરાત પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સ મામલાની તપાસ હવે એનઆઇએને સોંપી દેવામાં આવી છે. આ મામલામાં એનઆઇએએ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે.
Mundra Port Drug Case: ગુજરાત પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સ મામલાની તપાસ હવે એનઆઇએને સોંપી દેવામાં આવી છે. આ મામલામાં એનઆઇએએ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. વાસ્તવમાં છેલ્લા મહિનામાં ડીઆરઆઇએ ગુજરાતના કચ્છ જિલ્લામાં મુંન્દ્રા પોર્ટ પર બે કન્ટેનરોમાંથી 2988.21 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત વૈશ્વિક બજારમાં 21000 કરોડ રૂપિયાની સંભાવના છે.
NIA says it has taken up the investigation in the seizure of 2988.21 kgs of heroin at Mundra Port, Gujarat disguised as consignment of ‘semi-processed talc stones’ originating from Afghanistan which had arrived from Bandar Abbas Port, Iran pic.twitter.com/UKSWO7khn4
— ANI (@ANI) October 6, 2021
વાસ્તવમાં 13 સપ્ટેમ્બર 2021ના રોજ ડીઆરઆઇએ મુંન્દ્રા પોર્ટ પર ટેલ્કમ પાઉડરના નામે આયાત કરવામાં આવેલા 2911.21 કિલો હેરોઇન જપ્ત કરી હતી. જેની બજાર કિંમત 21000 કરોડ રૂપિયા થાય છે. હવે આ મામલાની તપાસ એનઆઇએ શરૂ કરી છે. નોંધનીય છે કે મુંન્દ્રા પોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ કરે છે. આ મામલા બાદ અદાણી જૂથે કહ્યું હતું કે ડીઆરઆઇ સહિત ફક્ત સરકારી એજન્સીઓને ગેરકાયદેસર કાર્ગોને ખોલવા, તપાસ કરવા અને જપ્ત કરવાની મંજૂરી છે અને પોર્ટ સંચાલકોને નથી.
મહારાષ્ટ્ર કોગ્રેસે શંકા વ્યક્ત કરી હતી કે શું મુંબઇમાં ક્રૂઝ પર રેવ પાર્ટી પર થયેલા દરોડા મુંન્દ્રા પોર્ટ પર જપ્ત કરાયેલી ડ્રગ્સના કેસને દબાવવા માટે કરવામાં આવ્યા છે. પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા અતુલે કહ્યું હતું કે સરકાર નશીલા પદાર્થોની તસ્કરી અને તેમના સેવનને બંધ કરી દે. અમે તેનું સ્વાગત કરીએ છીએ. તેમણે કહ્યું કે એ પણ ધ્યાન રાખવું જોઇએ કે ગુજરાતના મુંન્દ્રા પોર્ટ પર 21000 કરોડ રૂપિયાના નશીલા પદાર્થોને જપ્ત કરવા મામલે કોઇ કાર્યવાહી કે ચર્ચા થઇ નથી. તેમાં શંકા છે કે છેલ્લા મહિને કરવામાં આવેલી કાર્યવાહીમાંથી ધ્યાન હટાવવા આ પ્રકારના દરોડા (ક્રૂઝ પરની પાર્ટી પર કાર્યવાહી) પાડવામાં આવી રહ્યા છે.