શોધખોળ કરો
FASTagમાં સરકારે લોકોને આપી મોટી રાહત, હવે મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ.....
15 ફેબ્રુઆરીથી તમામ કાર માટે ફાસ્ટેગ ફરજિયાત રહેશે એવી કેન્દ્ર સરકાર અગાઉ જાહેરાત કરી ચૂકી છે.

ફોર વ્હીલર્સ ચલાવનારાઓ અને ફાસ્ટેગનો ઉપયોગ કરનારા લોકો માટે એક ખૂબ જ રાહતના સમાચાર છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એટલે કે NHAIએ હવે ફાસ્ટેગમાં મિનિમમ બેલેન્સ નહીં રાખવું પડે તેવો નિર્ણય લીધો છે. જો કે, આ સુવિધા ફક્ત કાર, જીપ કે વાન માટે જ છે અને કોમર્શિયલ વાહનોને તેનો લાભ નહીં મળે.
કરવામાં આવ્યા છે આ ફેરફાર
ફાસ્ટેગના નિયમમાં ફેરફાર માત્ર પેસેન્જર વ્હીકલ્સ માટે કરવામાં આવ્યા છે. કોમર્શિયલ વ્હીકલ્સ માટે હાલમાં જૂનો જ નિયમ લાગુ રહેશે. ફાસ્ટેગને ખરીદતા સમયે પેસેન્જર વ્હીકલ્સ જેમ કે કાર, જીપ, વેન માટેના એકાઉન્ટમાં સિક્યોરિટી તરીકે કેટલીક રકમ જમા રાખવામાં આવતી હતી. જ્યારે ટોલ પ્લાઝાથી પસાર થતા જો વાહન ચાલકને ફાસ્ટેગમાં સિક્યોરિટી ઉપરાંત રિચાર્જ નહીં હોય તો તેને ટોલ પર મુશ્કેલી તતી હતી અને તેનાથી ટોલ પ્લાઝા પર જામની સ્થિતિ ઉભી થતી હતી. પરંતુ હવે એવું નહીં થાય. ટોલ પ્લાઝા પાર કર્યા બાદ જો તમારા ખાતામાં નેગેટિવ બેલેન્સ હશે તો બેંક સિક્યોરિટી મની વસૂલી શકશે, જે વાહન માલિકે આગામી રિચાર્જ પર આપવી પડશે.
15 ફેબ્રુઆરીથી ફરજિયાત હશે FASTag
15 ફેબ્રુઆરીથી તમામ કાર માટે ફાસ્ટેગ ફરજિયાત રહેશે એવી કેન્દ્ર સરકાર અગાઉ જાહેરાત કરી ચૂકી છે. ટોલ પેમેન્ટ્સ માટે અમલમાં મૂકાનાર સંપર્કવિહોણી (કોન્ટેક્ટલેસ) સિસ્ટમ તેમજ ઈલેક્ટ્રોનિક પેમેન્ટ્સને ઉત્તેજન આપવા માટે સરકાર ફાસ્ટેગને ફરજિયાત બનાવવા માગે છે. 15 ફેબ્રુઆરી પછી એક પણ ટોલ બૂથ પર રોકડ રકમ સ્વીકારવામાં નહીં આવે. આમ તો 2021ની 1 જાન્યુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવાયું હતું, પરંતુ ત્યારબાદ સરકારે એ માટેની મુદતને 15 ફેબ્રુઆરી સુધી લંબાવી હતી. હવે એ તારીખ નજીક આવી છે. તેથી જે કારચાલકોએ 15 ફેબ્રુઆરી સુધીમાં ફાસ્ટેગ મેળવ્યું નહીં હોય એમને તથા એમની સાથેના પ્રવાસીઓને ત્રાસ પડી શકે છે.
ઈલેક્ટોનિક ટોલ કલેકશન ( ETC ) ફાસ્ટેગ શું છે?
ફાસ્ટેગ એ એવી વ્યવસ્થા છે જેમાં રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન ટેક્નોલોજી ( RFID )નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ટોલ પેમેન્ટ સીધા તેની સાથે સંકળાયેલા પ્રિ-પેઈડ એકાઉન્ટમાંથી થાય છે. ફાસ્ટેગને તમારા વીન્ડસ્ક્રીન ઉપર ચોંટાડવામાં આવે છે. તેના કારણે તમારા ફાસ્ટેગ સ્ટીકરની ફ્રીકવન્સી ટોલપ્લાઝમાં લાગેલ સેન્સર સાથે મેચ થઈ જાય છે અને વાહન ચાલક ત્યાંથી સડસડાટ પસાર થઈ શકશે.
ફાસ્ટેગના દર શું છે?
ફાસ્ટેગ માટે રૂા. 200ની ફી એકવાર ચૂકવવાની રહે છે. વાહનના પ્રકારના આધારે રિફન્ડેબલ સિક્યોરિટી ડિપોઝીટ નક્કી થાય છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement