(Source: ECI/ABP News/ABP Majha)
Odisha : રેલ અકસ્માત કેસમાં થયો મોટો ખુલાસો, PM મોદીને કરાઈ જાણ
રિપોર્ટ અનુસાર, કોરોમંડલ એક્સપ્રેસ સીધી જ જવાની હતી, પરંતુ લૂપ લાઈન પર ઈન્ટરલોકિંગ સિસ્ટમ સેટ હોવાને કારણે આ ટ્રેન સીધી આ લાઈનમાં ગઈ હતી.
Coromandel Train Accident Report: દેશને હચમચાવી દેનાર ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે એક મોટો ખુલાસો થયો છે. આ અકસ્માતનો પ્રાથમિક અહેવાલ એબીપી ન્યૂઝને મળ્યો છે, જે બાલાસોર ટ્રેન દુર્ઘટનાનું સત્ય જણાવી રહ્યું છે. આ એક્સક્લુઝિવ રિપોર્ટ અનુસાર, લૂપ લાઇન પર ઇન્ટરલોકિંગ સિસ્ટમ સેટ કરવામાં આવી હતી અને સિગ્નલ ગ્રીન હોવાથી ટ્રેન આગળ વધી હતી. આ રિપોર્ટ પીએમ મોદીને જણાવવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, કોરોમંડલ એક્સપ્રેસ સીધી જ જવાની હતી, પરંતુ લૂપ લાઈન પર ઈન્ટરલોકિંગ સિસ્ટમ સેટ હોવાને કારણે આ ટ્રેન સીધી આ લાઈનમાં ગઈ હતી. આ રિપોર્ટમાં ટ્રેનોની અવરજવર સહિતની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. તમને ઇન્ટરલોકિંગ સિસ્ટમ અને સિગ્નલો વિશે પણ જણાવીશું.
ઇન્ટરલોકિંગ સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ?
સિગ્નલ લીલું હોવા છતાં, જો ઇન્ટરલોકિંગ સિસ્ટમ સિગ્નલ સાથે સુસંગત ન હોય પરંતુ બીજી દિશામાં હોય તો તેનો અર્થ એ કે અહીં ઇન્ટરલોકિંગ સિસ્ટમ તૂટી ગઈ છે. આ ભૂલ કેવી રીતે થઈ? શું આ ખામી કોઈ ટેકનિકલ ખામીને કારણે હતી કે પછી કોઈ માનવીય ભૂલ હતી કે પછી કોઈ કાવતરું હતું? આવા અનેક પ્રશ્નો છે.
રેલ્વે વિશે શું કહેવું?
રેલવેનું માનવું છે કે, તેમની સિગ્નલિંગ સિસ્ટમમાં આ ભૂલ શક્ય નથી. સિગ્નલ અલગ હોય અને ઈન્ટરલોકિંગ અલગ હોય તેવું અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. આ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે. આ દુર્ઘટના બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, આ દુર્ઘટના ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ અને પોઈન્ટ મશીનમાં કરવામાં આવેલા ફેરફારને કારણે થઈ છે.
#BIGBREAKING | बालासोर रेल हादसे का सच बताने वाली रिपोर्ट abp न्यूज पर EXCLUSIVE
— ABP News (@ABPNews) June 6, 2023
- ट्रेनों की आवाजाही समेत पूरा ब्योरा पीएम मोदी को दिया गया है@akhileshanandd | https://t.co/smwhXUROiK#MatrBhumiOnABP #BalasoreTrainAccident #Odisha #TrainAccident #CoromandelExpressDerailed pic.twitter.com/wYNQU1C97M
કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઇનમાં કેવી રીતે પહોંચી ગઈ?
કોરોમંડલ એક્સપ્રેસને સિગ્નલ આપવામાં આવ્યું હતું અને તેને અપ મેઇન લાઇન માટે મોકલવામાં આવી હતી, પરંતુ ટ્રેન અપ લૂપ લાઇન પર ગઈ હતી અને લૂપ લાઇન પર ઊભેલી માલગાડીને ટક્કર મારતાં પાટા પરથી ઉતરી ગઈ હતી. દરમિયાન, બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ ડાઉન મેઈન લાઈનમાં પસાર થઈ રહી હતી અને કોરોમંડલના પલટી ગયેલા કોચ તેની સાથે અથડાઈ ગયા.
સિગ્નલને કેવી રીતે ઇન્ટરલોક?
ગ્રીન સિગ્નલનો અર્થ એ છે કે, દરેક બાબતે ડ્રાઈવર જાણે છે કે, તેના માટે આગળનો રસ્તો સ્પષ્ટ છે અને તે તેની મહત્તમ ઝડપે આગળ વધી શકે છે. સિગ્નલો એવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે કે સામેની લાઇન વ્યસ્ત છે કે નહીં તે જાણી શકાય છે. ઇન્ટરલોકિંગ સિસ્ટમ એ ટ્રેનને સ્ટેશનની બહાર લઈ જવાનો એક સુરક્ષિત રસ્તો છે. અકસ્માત સંબંધિત પ્રાથમિક તપાસ અહેવાલમાં જણાવાયું છે કે, કોરોમંડલ એક્સપ્રેસ સ્ટેશનની લૂપ લાઇનમાં પ્રવેશી હતી, જેના પર પહેલાથી જ લોખંડનો સામાન ભરેલી માલગાડી ઉભી હતી.
ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 278 લોકોના મોત
ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવાર (2 જૂન)ના રોજ થયેલા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 278 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. જેની સારવાર અલગ-અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે. રેલવે બોર્ડે અકસ્માતની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. રેલ્વેએ આ અકસ્માત પાછળ બાહ્ય હસ્તક્ષેપ અથવા તોડફોડની શક્યતા વ્યક્ત કરી છે. મંગળવારે આ અકસ્માતના સંદર્ભમાં કેસ નોંધીને સીબીઆઈએ તપાસ હાથ ધરી છે.