Shaadi ડૉટ કૉમ પર આવ્યું દહેજ કેલ્ક્યુલેટર! ઓનલાઇન ચર્ચા શરૂ, આ રીતે બતાવે છે રિઝલ્ટ
લોકો મેટ્રિમોનિયલ સાઇટ્સ પર તેમના જીવન સાથીઓની શોધ કરે છે. આવી જ એક વેબસાઇટ છે Shaadi.com. આ વેબસાઈટ પર એક નવું ફીચર આવ્યું છે, જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે.

લોકો મેટ્રિમોનિયલ સાઇટ્સ પર તેમના જીવન સાથીઓની શોધ કરે છે. આવી જ એક વેબસાઇટ છે Shaadi.com. જેના માલિક અનુપમ મિત્તલ છે. આ વેબસાઈટ પર એક નવું ફીચર આવ્યું છે, જે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. આ ફીચરમાં લોકોને પૂછવામાં આવે છે કે, 'તમે કેટલા દહેજના લાયક છો?' ફીચરને ઓપન કરવા પર એક વ્યક્તિની તસવીર દેખાય છે, જેની આસપાસ પુસ્તકો, ઘર, કાર અને પૈસા દેખાય છે. નીચે કેટલાક પ્રશ્નો છે, જેમ કે ઉંમર, વ્યવસાય, પગાર, શિક્ષણ. તમારું પોતાનું ઘર છે કે નહી. તમે ભારતમાં રહો છો કે વિદેશમાં?
Initially was shocked to see Dowry calculator in https://t.co/EQr0sQBWQD
— The Cancer Doctor (@DoctorHussain96) May 19, 2024
A segment of the site show users how much they are worth in the 'dowry' stakes. When you enter your details like educational qualification and income, you are in for a surprise.
Instead of showing their… pic.twitter.com/a9jw1P3oBf
આ દહેજ કેલ્ક્યુલેટરમાં તમામ વિગતો દાખલ કર્યા પછી 'કેલ્ક્યુલેટર ડાઉરી અમાઉન્ટ' લખેલું બટન દેખાય છે. તેના પર ક્લિક કરતાની સાથે જ લખેલું છે, ભારતમાં 2001-2012 વચ્ચે દહેજના કારણે 91,202 લોકોના મોત થયા છે. શું તમે હજુ પણ જાણવા માંગો છો? શું તેના જીવનની પણ કિંમત છે? ચાલો ભારતને દહેજ મુક્ત સમાજ બનાવીએ. પરિવર્તન લાવો.
એક એક્સ યુઝરે આ વિશે પોસ્ટ કર્યું છે. તેણે કેપ્શનમાં લખ્યું હતું, 'શાદી.કોમ પર દહેજ કેલ્ક્યુલેટર જોઈને પહેલા હું ચોંકી ગયો. સાઇટનો એક સેક્શન યુઝર્સને બતાવે છે કે 'દહેજ' ના દાવમાં તેમની કિંમત કેટલી છે. જ્યારે તમે તમારા શિક્ષણ અને પગાર જેવી માહિતી દાખલ કરો છો, ત્યારે તમને આશ્ચર્ય થશે. દહેજની કિંમત દર્શાવવાને બદલે 'કેલ્ક્યુલેટર' યુઝર્સને ભારતમાં દહેજથી થતા મૃત્યુના આંકડા બતાવે છે. સન્માન અને અદભૂત વિચાર.
સોશિયલ મીડિયા પર લોકો આ પહેલની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'હું સંપૂર્ણપણે દહેજની વિરુદ્ધ છું, પરંતુ ટિયર 1 શહેરોમાં આકર્ષક પગાર સાથે એકમાત્ર પુત્રની શોધ હશે. શું આ દહેજ નથી? ભરણપોષણના નામે મોટી રકમ લેવી, શું આ દહેજ નથી? અન્ય એક યુઝરે કહ્યું, 'દહેજની માંગણી કરવી, લેવું અને આપવું એ સજાપાત્ર ગુનો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
