શોધખોળ કરો
Advertisement
યૂપી સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી, 22 માર્ચ સુધી બંધ રહેશે તમામ સ્કૂલ અને કોલેજ
યૂપીમાં અત્યાર સુધી 11 કેસ સામે આવ્યા છે. 10ની સારવાર દિલ્હી અને એકની સારવાર લખનઉમાં કિંગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટીમાં ચાલી રહી છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી છે. યૂપીની યોગી સરકારે 22 માર્ચ સુધી તમામ સ્કૂલ અને કોલેજોને બંધ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં તેનાથી પ્રભાવિતોની સંખ્યા 75 થઈ ગઈ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 11 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ પણ કરી છે. યોગીએ કહ્યું કે, બચાવ પર ધ્યાન દેવાની જરૂરત છે. અમે દોઢ મહિના પહેલાથી જ તૈયારી કરી રહ્યા હતા.
યૂપીમાં અત્યાર સુધી 11 કેસ સામે આવ્યા છે. 10ની સારવાર દિલ્હી અને એકની સારવાર લખનઉમાં કિંગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટીમાં ચાલી રહી છે. યોગી આદિત્યનાથે કહ્યું કે, 24 મેડિકલ કોલેજોમાં 448 બર્થ રિઝર્વ્ડ છે. આ મેડિકલ કોલેજોમાં સેંપલ તપાસની પણ સુવિધા છે.
ઉપરાંત સીએમ યોગીએ કોરોના વાયરસ માટે પ્રશાનની તૈયારીની વિગતો આપી. યોગીએ કહ્યું કે, 820 બેડ જિલ્લા સરકારી હોસ્પિટલમાં છે. 448 બેડ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજમાં છે. એનઆઈવી પુણેનું સેન્ટર ગોરખપુર મેડિકલ કોલેજમાં છે. તેની પાસે વાયરસ ઓળખવા માટે આધારભૂત સુવિધાઓ છે. ત્યાં પણ સેમ્પલ લેવામાં આવશે. બીએચયૂમાં પણ લેબને વિકસિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion