Uttarakhand Road Accident: ગુજરાતી યાત્રાળુઓની બસને ઉત્તરાખંડમાં નડ્યો અકસ્માત, 7 લોકોના મોત, CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું
Uttarakhand News: ગંગોત્રી નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. ગંગોત્રી તરફ આવી રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના મોત થયા છે જ્યારે અન્ય મુસાફરોને બચાવી લેવાયા છે.
Uttarakhand News: ગંગોત્રી નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત થયો છે. ગંગોત્રી તરફ આવી રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના મોત થયા છે જ્યારે અન્ય મુસાફરોને બચાવી લેવાયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં 32-33 લોકો સવાર હતા. આ અકસ્માતમાં 27 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યં છે કે, આ તમામ યાત્રીઓ ગુજરાતી છે. ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા છે. હાલ ડીએમ, એસપી, એસડીએમ, એસડીઆરએફ, એનડીઆરએફ, ફાયર સર્વિસ અને ઉત્તરકાશીની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હાજર છે. સાથે જ બચાવ કાર્ય પણ ચાલુ છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કહ્યું
ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 20, 2023
ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
A passenger bus coming towards Gangotri Uttarkashi met with an accident near Gangnani on Gangotri National Highway. Around 32-33 people are said to be in the vehicle. 27 injured people have been rescued and sent to the hospital. DM and SP Uttarkashi are present on the spot:…
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 20, 2023
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ ધામીએ સોશિયલ મીડિયા સોશિયલ સાઈટ 'એક્સ' પર પોસ્ટ કરીને લખ્યું, "ગંગનાનીમાં ગંગોત્રીથી ઉત્તરકાશી જઈ રહેલી બસના અકસ્માતને કારણે કેટલાક લોકોની જાનહાનિ અંગે અત્યંત દુઃખદ સમાચાર મળ્યા છે. પ્રશાસનને તાત્કાલિક રાહત અને બચાવકાર્ય હાથ ધરવા સાથે, ઘાયલોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. ભગવાન મૃત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું બધા ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.
गंगोत्री से उत्तरकाशी जा रही बस के गंगनानी में दुर्घटनाग्रस्त हो जाने से कुछ लोगों के हताहत होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ है। प्रशासन को त्वरित रूप से राहत और बचाव कार्य संचालित करने एवं घायलों के उपचार के लिए उचित व्यवस्था सुनिश्चित करने हेतु निर्देशित किया है।…
— Pushkar Singh Dhami (@pushkardhami) August 20, 2023
તમને જણાવી દઈએ કે 15 ઓગસ્ટના રોજ પણ દેહરાદૂનથી ઉત્તરકાશી જઈ રહેલી પરિવહન નિગમની બસને મૌરીમાના પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ થયા હતા. બસ મૌરિયાણા પાસે રોડ પરથી ઉતરી અને ઝાડ પર ફસાઈ ગઈ, જેમાં 20 લોકો ઘાયલ થયાના અહેવાલ હતા. ઉત્તરાખંડ પરિવહન નિગમની સર્વિસ બસ સવારે 5.30 વાગ્યે દેહરાદૂનથી ઉત્તરકાશી જવા રવાના થઈ હતી. આ બસ મુસાફરોથી ભરેલી હતી, જે સમયે આ અકસ્માત થયો તે સમયે બસમાં 20 લોકો હતા. બસે અચાનક કાબુ ગુમાવી દેતાં રોડ પરથી ફંગોળાઈને ઝાડ પર ફસાઈ ગઈ હતી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.
VIDEO | SDRF carries out rescue operation after a bus fell into a gorge in Uttarakhand's Uttarkashi. pic.twitter.com/884Ow7MFXq
— Press Trust of India (@PTI_News) August 20, 2023
બસ પર પથ્થર પડતાં એક મહિલાનું મોત થયું હતું
આ પહેલા 9 ઓગસ્ટના રોજ યમુનોત્રી રોડના ડાબરકોટ ડેન્જર ઝોનમાં મોટો અકસ્માત થયો હતો. પહાડી પરથી સતત પડી રહેલા પથ્થરના કારણે મહિલા મુસાફરનું મોત થયું હતું, જ્યારે એક યુવક ઘાયલ થયો હતો. હૈદરાબાદની રહેવાસી પાયલ (30) યમુનોત્રીના દર્શન કરીને પરત ફરી રહેલી બસ પર પથ્થર પડતા તેનું મોત થયું હતું, જેમાં 17 શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. તો બીજી તરફ, મુંબઈનો એક યુવક ક્રિષ્ના ઘાયલ થયો હતો, જેને દહેરાદૂન રિફર કરવામાં આવ્યો હતો. અન્ય મુસાફરને કોઈ ઈજા થઈ ન હતી.