(Source: ECI/ABP News/ABP Majha)
ટ્રેનમાં મુસાફરી પહેલા ટિકિટ ખોવાઈ જાય તો શું કરશો, જાણો
દેશમાં મોટાભાગના લોકો આજે પણ ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં યાત્રા કરવા લોકો એડવાન્સમાં ટિકિટ બુક કરાવતા હોય છે.
Duplicate Ticket: દેશમાં મોટાભાગના લોકો આજે પણ ટ્રેનમાં મુસાફરી કરે છે. ટ્રેનમાં યાત્રા કરવા લોકો એડવાન્સમાં ટિકિટ બુક કરાવતા હોય છે. દેશમાં વિન્ડો પરથી ટિકિટ લઈને પ્રવાસ કરતા મુસાફરોની સંખ્યામાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડો થયો છે, પરંતુ તેમ છતાં મોટી સંખ્યામાં લોકો વિન્ડો પરથી જ ટિકિટ લઈને મુસાફરી કરી રહ્યા છે. આ સ્થિતિમાં શું તમે વિચાર્યું છે કે જો તમે તમારી ટ્રેનની ટિકિટ ગુમ થઈ જાય તો શું થશે? જો તમે તેને પરત મેળવવા માંગતા હોય તો શું કરવું પડશે.
અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે જો તમારી ટ્રેનની ટિકિટ ખોવાઈ જાય તો તમારે શું કરવું જોઈએ. બીજી તરફ જો તમારી ટ્રેનની ટિકિટ ફાટી જાય તો પણ તમે બતાવવામાં આવેલા વિકલ્પ સાથે મુસાફરી કરી શકો છો. TTE તમને પરેશાન કરશે નહીં.
ડુપ્લિકેટ ટિકિટ બનાવી શકો છો
જો તમારી કન્ફર્મ ટિકિટ ખોવાઈ જાય છે અને તમારે મુસાફરી જરૂરી હોય તો તમે વિન્ડોમાંથી ડુપ્લિકેટ ટિકિટ મેળવી શકો છો. એ ધ્યાન આપવું જરૂરી છે કે કન્ફર્મ અને આરએસી ટિકિટ પર જ ડુપ્લિકેટ ટિકિટ જારી કરવામાં આવે છે.
ચાર્જ કેટલો લાગશે
જો તમે ડુપ્લિકેટ ટિકિટ બનાવવા જઈ રહ્યા છો તો તમારે સ્લીપર કેટેગરી માટે 50 રૂપિયા અને અન્ય કેટેગરી માટે 100 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. ટિકિટની રકમના 25 ટકા જે ટિકિટ કાપવામાં આવી છે અથવા નુકસાન થયું છે તેના માટે ચૂકવણી કરવી પડશે.
રિફંડ પણ મળી શકે છે
ફાટેલી ટિકિટ માટે રિઝર્વેશન ચાર્ટ તૈયાર કર્યા પછી ડુપ્લિકેટ ટિકિટ બનાવવામાં આવે છે. જ્યારે કન્ફર્મ ટિકિટ અને આરએસી ટિકિટ માટે ચાર્ટ તૈયાર થતા પહેલા જ ડુપ્લિકેટ ટિકિટો બનાવવામાં આવે છે. રેલવેના અન્ય એક નિયમ અનુસાર, જો ખોવાયેલી ટિકિટ મળી જાય અને ડુપ્લિકેટ ટિકિટ બની હોય તો તમે ડુપ્લિકેટ ટિકિટનું રિફંડ લઈ શકો છો. જો કે 20 રૂપિયા અથવા 5 ટકા બાદ કર્યા પછી રિફંડ આપવામાં આવશે.
મુસાફરી ન કરી હોય તો પણ તમને રિફંડ મળી શકે
જો ટિકિટ ખોવાઈ ગઈ છે અથવા ફાટી ગઈ હોય તો તમે TTEનો સંપર્ક કરી તેના વિશે માહિતી આપી શકો છો. બીજી તરફ ડુપ્લિકેટ ટિકિટ બનાવ્યા પછી જો તમે મુસાફરી કરવા માંગતા નથી તો તમે કાઉન્ટર પર જઈને તેને પરત કરી શકો છો. તપાસ બાદ રેલવે તમને રિફંડ આપશે.