Weather Update:હિટ વેવની હવામાન વિભાગની ચેતવણી, આકરા તાપને લઇને આ શહેરોમાં અપાયું યલો અલર્ટ
હવામાન વિભાગે રાજ્યમાં હિટ વેવની આગાહી કરી છે. આગામી 5 દિવસ આકારા તાપને કારણે કેટલાક જિલ્લામાં યલો અલર્ટ અપાયું છે.
Weather Update:માર્ચની શરૂઆતની સાથે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગરમીને લઇને આકારા તાપમાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર દિવસોમાં અમદાવાદ રાજકોટમાં તાપમાનનો પારો 40ને પાર જઇ શકે છે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે. આકારના તાપમાનને જોતા હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. આજે પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં યલો એલર્ટ અપાયુ છે. અમદાવાદમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. દેશના નવ રાજ્યોમાં હીટવેવની ચેતવણી અપાઇ છે. જેમાં ઝારખંડ,પ.બંગાળ,બિહાર, યુપી, છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં પણ તાપમાન 3થી5 વધી શકે છે.
ક્યાં કેટલું નોંઘાયું તાપમાન
- રાજકોટમાં તાપમાન 39.0 ડિગ્રી નોંધાયું
- વડોદરામાં તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું છે
- ગાંધીનગરમાં તાપમાન 38.5 ડિગ્રી નોંધાયું છે
- અમદાવાદમાં 38.3 ડિગ્રી નોંધાયું છે.
- વલ્લભવિદ્યાનગર 37.9 ડિગ્રી નોંધાયું
- સુરેન્દ્રનગરમાં તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું
- ભૂજમાં તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું
- ડીસામાં તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું
- કેશોદમાં તાપમાન 37.2 ડિગ્રી નોંધાયું
- મહુવામાં તાપમાન 36.4 ડિગ્રી નોંધાયું
હવામાન વિભાગ (IMD) અનુસાર, 24 થી 26 માર્ચ દરમિયાન ઉત્તરપૂર્વ ભારત, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 26 થી 29 માર્ચ 2024 દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીંનું તાપમાન ધીમે ધીમે વધવા લાગ્યું છે.
ઉત્તર ભારતમાં ગરમી સતત વધી રહી છે. આગામી દિવસોમાં હવામાનમાં બહુ ફેરફાર જોવા મળે તેવા કોઇ આસાર દેખાતા નથી. જોકે, પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. મેદાની વિસ્તારોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીંનું તાપમાન ધીમે ધીમે વધવા લાગ્યું છે. શનિવારે, 23 માર્ચે, દિલ્હીનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસથી વધુ પહોંચી ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે હવામાનમાં થોડો ફેરફાર થશે. આ દરમિયાન દિલ્હીમાં કેટલીક જગ્યાએ હળવા ઝરમર વરસાદ પડી શકે છે.