શોધખોળ કરો

Nepal PM Wife Passed Away: નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડની પત્નીનું હાર્ટ એટેકથી નિધન, લાંબા સમયથી હતા બિમાર

Nepal PM Wife Died: નેપાળના PM પુષ્પ કમલ દહલની પત્ની સીતા દહલ લાંબા સમયથી બીમારીથી પીડાઈ રહી હતી.

Nepal PM Wife Passed Away:  નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ની પત્નીનું બુધવારે (12 જુલાઈ) ના રોજ અવસાન થયું. મળતી માહિતી મુજબ લાંબા સમયથી બિમારીથી પીડિત નેપાળી પીએમના પત્ની સીતા દહલનું હાર્ટ એટેકથી નિધન થયું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર PM પ્રચંડની પત્ની નોર્વિક ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.

નેપાળના પીએમ પુષ્પ કમલ દહલ પ્રચંડની પત્નીનું હાર્ટ એટેકથી નિધન

હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, સીતા દહલને ડાયાબિટીસ અને હાઈપરટેન્શન સહિત અનેક બીમારીઓ હતી, જેની સારવાર કરવામાં આવી રહી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 12 જુલાઈના રોજ સવારે 8:33 વાગ્યે સીતા દહલે અંતિમ શ્વાસ લીધા હતા.

લાંબી માંદગીથી થયું મોત

મળતી માહિતી મુજબ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડની પત્ની સીતા દહલ ઘણા સમયથી બીમાર હતા. વિવિધ રોગોથી પીડિત સીતા દહલને પણ લગભગ બે વર્ષ પહેલા સારવાર માટે મુંબઈ લાવવામાં આવી હતી. જો કે ત્યાર બાદ પણ તેમની તબિયતમાં સુધારો થયો ન હતો. માહિતી અનુસાર નેપાળના પીએમની પત્ની પણ પાર્કિન્સન જેવા લક્ષણો સાથે મગજની બિમારીથી પીડિત હતા.

આ પણ વાંચો: ભારતમાં ગરીબી અંગે UNનો ચોંકાવનારો રિપોર્ટ, 15 વર્ષમાં આટલા કરોડ લોકોનું જીવન સુધર્યું

મોંઘવારી અને બેરોજગારીના તમામ આંકડાઓ વચ્ચે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 2005થી 2021 વચ્ચે ભારતમાં લગભગ 41.5 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા હતા. ગ્લોબલ મલ્ટીડાઈમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ (MPI)ને ટાંકીને આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તે જણાવે છે કે ભારત એ 25 દેશોમાં સામેલ છે જેણે 15 વર્ષમાં તેમના MPI મૂલ્યોને સફળતાપૂર્વક અડધું કરી દીધું છે. આ યાદીમાં ભારત સિવાય પણ ઘણા એવા દેશ છે જે સામેલ છે. યુએનના આ રિપોર્ટમાં પણ આ દેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જેમાં 81 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો

ભારતની જેમ ગરીબી સૂચકાંકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા દેશોમાં ચીન, કંબોડિયા, કોંગો, હોન્ડુરાસ, ઈન્ડોનેશિયા, મોરોક્કો, સર્બિયા અને વિયેતનામ જેવા દેશોનો સમાવેશ થાય છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) દ્વારા કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2000 થી 2022 સુધી વિવિધ દેશોનું અલગ-અલગ રીતે વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જે બાદ આ રિપોર્ટ સામે આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયામાં કુલ 81 દેશો સામેલ હતા. આમાં ઘણી બાબતો જોવા મળી હતી, જેમ કે લોકો તેમનું રોજિંદા જીવન કેવી રીતે જીવે છે, શિક્ષણ અને આરોગ્યની કેટલી પહોંચ છે, આવાસ, પીવાનું પાણી અને વીજળી જેવી સુવિધાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ગરીબી રેખા બહારના લોકો

ભારતનો ઉલ્લેખ કરતા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2005/2006માં જ્યાં 55% (લગભગ 64.45 કરોડ) લોકો ગરીબી રેખા નીચે હતા, ત્યાં વર્ષ 2019-2021 સુધીમાં આ સંખ્યા ઘટીને 16% (23 કરોડ) થઈ ગઈ. આ મુજબ ભારતમાં આ 15 વર્ષમાં 41.5 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. જેના કારણે ગરીબી સૂચકાંકમાં ભારતનું પ્રદર્શન સુધર્યું છે.

આ બાબતોમાં પણ સુધારો થયો

આ સિવાય યુએનના આ રિપોર્ટમાં કેટલાક વધુ આંકડાઓ પણ આપવામાં આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પોષણથી વંચિત લોકો 2005-06માં 44% થી ઘટીને 2019/21માં 12% થઈ ગયા અને બાળ મૃત્યુદર 4% થી ઘટી ગયો. એવા લોકોની સંખ્યા કે જેઓ એટલા ગરીબ છે કે તેમની પાસે રસોઈ માટે લાકડાનો ઉપયોગ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, તે 53% થી ઘટીને 14% થઈ ગયો છે. તે જ સમયે, સ્વચ્છતાથી વંચિત લોકોની સંખ્યા 50% થી ઘટીને 11.3% થઈ ગઈ છે. આ 15 વર્ષમાં પીવાના પાણીથી વંચિત લોકોની સંખ્યા પણ 16% થી ઘટીને 3% થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Embed widget