Rajkot : દસ વર્ષીય સગીરાને હવસનો શિકાર બનાવનાર આરોપીને ગોંડલ કોર્ટે ફટકારી આજીવન કેદ
ગોંડલ કોર્ટે દસ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદની સજા ફટકારી છે. કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામે સપ્ટેમ્બર 2021માં દુષ્કર્મનો બનાવ બન્યો હતો.
રાજકોટ: ગોંડલ કોર્ટે દસ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદની સજા ફટકારી છે. કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામે સપ્ટેમ્બર 2021માં દુષ્કર્મનો બનાવ બન્યો હતો. દસ વર્ષની સગીરા ઉપર દુષ્કર્મનો બનાવ બન્યો હતો. ગોંડલ પોક્સો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી સુનીલ અરકબંશીને આજીવન કેદની સજા ફટકારી છે.
સુરતમાં દુષ્કર્મના કેસમાં આરોપીના જામીનનો વિચત્ર કિસ્સોઃ યુવતીએ શું કહ્યું કે કોર્ટે આપી દીધા જામીન?
સુરતઃ સુરતમાં રેપ કેસના આરોપીના જામીન મંજુર થવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પીડિતાએ જાતે જ આરોપીને જામીન આપવા કહ્યું. પીડિતાએ કોર્ટ સમક્ષ કબુલ્યું કે તે જાતે આરોપી સાથે ગઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ કબૂલાત કોર્ટમાં થઈ. પીડિતાએ સ્વીકારતા કોર્ટે આરોપીને જામીન આપ્યા.
આ અંગેની વિગતો એવી છે કે, યુવતીએ યુવક સામે દુષ્કર્મની ફરિયાદ કરતાં તેની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દેવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ જામીન અરજીની સુનાવણી દરમિયાન પીડિતાના એક નિવેદનને કારણે આરોપીને જામીન મળી ગયા હતા. પીડિતાએ કોર્ટ સમક્ષ કબૂલ્યું હતું કે, તેને આરોપી સાથે પ્રેમસંબંધ હતા. તેમજ તે જાતે જ આરોપી સાથે ગઈ હતી. કોર્ટે પીડિતાના આ નિવેદનને ધ્યાને લઈને આરોપીના જામીન મંજૂર કર્યા છે.
Rajkot : પત્ની પ્રેમી સાથે એકાંત માણી રહી હતી અને અચાનક આવી ગયો પતિ, પછી તો....
રાજકોટઃ શહેરમાં ગઈકાલે રાતે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ નંદનવન સોસાયટી નજીક હત્યાનો બનાવ બન્યો હતો. જંકશન વિસ્તારમાં રહેતા અખ્તર નામના યુવકની હત્યા નિપજાવવામાં આવી હતી. 3 જેટલા છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવવામાં આવી. પત્ની નેન્સી પ્રેમી અખ્તર સાથે બેઠી હતી અને અચાનક પતિ આવી જતાં બબાલ થઈ ગઈ હતી. આ બબાલમાં પતિએ અખ્તરની હત્યા કરી નાંખી હતી. યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને SOG સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. મૃતદેહને પોસમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હત્યારા પતિને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, અખ્તર અને નેન્સી એકાંત માણી રહ્યા હતા. આ જ સમયે પતિ હુસેન આવી ગયો હતો અને મિત્રને પોતાની પત્ની સાથે જોઇ જતાં ઉશ્કેરાઇ ગયા હતો. તેમજ મિત્ર અખ્તરની હત્યા કરી નાંખી હતી. તિક્ષ્ણ હથરિયાના ત્રણ જેટલા ઘા મારીને હત્યા કરી નાંખી હતી. વધુ વિગતો એવી પણ મળી રહી છે કે, હુસેન અને નેન્સીએ પ્રેમ લગ્ન કરેલા છે.
પત્નીના મિત્ર સાથે જ અનૈતિક સંબંધ અંગે ખબર પડી જતાં પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના જ મિત્ર અખ્તરની હત્યા કરી નાંખી હતી.