Crop Insurance: પાક વીમાને લઈ રાજકારણ ગરમાયું, પાલ આબંલીયાએ સરકાર પર કર્યા પ્રહાર
Rajkot News: ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલીયાએ ખેડૂતોને આવતા પાક વીમાના મેસેજને લઈ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
Crop Insurance: રાજ્યભરમાં અનેક ખેડૂતોને પાક વીમો જમા થયો છે તેવા મેસેજ આવી રહ્યા છે. ત્યારે હવે આ મામલે રાજકારણ ગરમાયુ આવ્યું છે. ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલીયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
પાલ આંબલીયાએ શું કહ્યું
જેમાં તેમણે કહ્યું પાક વીમાને લઇ ગુજરાતના ખેડૂતોને મેસેજ આવે છે. પાક વીમો શેનો આપવાના આવી રહ્યો છે તેની સપષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવે, પાક વીમા કંપની મેસેજ કેરે છે, જેમા કંપની કહે છે કે અડધી રકમ અમે જમા કરીએ છીએ અડધી રકમ સરકાર જમા કરશે.
પાક વીમા કંપની ખોટી હોય તો તેમની સામે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવે. જો પાક વીમા કંપની સાચી હોય તો તાત્કાલિક ખેડૂતોને રકમ ચુકવવામાં આવે. 200 રૂપિયા જેવા પાક વીમા જમાં કરી ખેડૂતો સાથે મજાક કરે છે. રાજ્ય સરકાર ક્યો પાક વીમો આપે છે તેનો પરિપત્ર જાહેર કરે. જે ખેડૂતોને મેસેજ આવ્યા છે એ કયા પાક વીમાના છે તે પણ સરકાર જાહેર કરે, કયા વર્ષનો છે કયા પાક માટેનો છે તે પણ સ્પષ્ટતા કરે. ખેડૂતોને મોટા પ્રમાણમાં મેસેજ આવી રહ્યા છે..
વીમા કંપનીઓ મેસેજ કરે છે તો રાજ્ય સરકાર શા માટે વીમો નથી આપતી? વીમા કંપનીઓ ખોટી હોય તો સરકાર કાર્યવાહી કરે. પાક વીમો ક્યારનો અને શેનો આપે છે તે બાબતે તપાસ કરવામાં આવે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં એકમાત્ર ખેડૂત ખારાપાટ વિસ્તારમાં અનોખી ખેતી કરે છે. ખારોપાટ વિસ્તાર હોવાથી મોટાભાગના લોકો કપાસનું વાવેતર કરતા હોય છે પરંતુ આ પ્રગતિશીલ ખેડૂત અન્ય પાક કરતા સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. અમરેલી જીલ્લો ખેતી આધારિત છે, મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. અમુક વિસ્તારમાં શિયાળો ઉનાળુ અને ચોમાસુ પાક ખેડૂતો લેતા હોય છે પરંતુ સાવરકુંડલા પંથકનો એક એવો વિસ્તાર છે કે જે ખારાપાટ તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન ખેડૂતો માત્ર એક પાક લઈ શકે છે. સાવરકુંડલા તાલુકાના જીરા ગામના ખેડૂતે અઢી વીઘા જમીનમાં ખારેકની ખેતી કરી છે. આ વિસ્તારમાં ખારું પાણી હોવાથી ચોમાસા દરમિયાન એક પાક લેવામાં આવે છે, રવી સિઝન ખેડૂતો લઈ શકતા નથી. પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈ ચોડવડીયાએ કહ્યું, ત્રણ વર્ષ પહેલા અઢી વીઘા જમીન ખારેકનું વાવેતર કર્યું હતું અને એક ખારેકના વૃક્ષ ઉપર 10 થી 12 હજાર રૂપિયાની કમાણી કરે છે. ખેડૂત દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી અને અમરેલી પાણીની લેબોટરી કરાવતા 3600 ટીડીએસ પાણી હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જીરા ગામના ખેડૂતે ખેતીના પાકની પેટર્ન બદલાવી અને સાવરકુંડલા પંથકમાં એકમાત્ર ખેડૂતે ખારેકની ખેતી સફળ બનાવી છે.