શોધખોળ કરો

World Cup Final 2023: રાજકોટમાં આ મેદાનમાં બિગ સ્કિન પર નિહાળી શકશો ફાઇનલ મુકાબલો, મનપાએ કર્યું વિશેષ આયોજન

આજે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  બપોરે 2 વાગ્યાથી રમાશે. ત્યારે ક્રિકેટ રસિયા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરમાં અનેક જગ્યાએ બિગ સ્ક્રિન મૂકાઇ છે

World Cup Final 2023:આજે વર્લ્ડ કપનો ફાઇનલ મહામુકાબલો અમદાવાદ નમો સ્ટેડિયમમાં  ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે યોજાવવા જઇ રહ્યો છે ત્યારે રાજકોટના ક્રિકેટ રસિકો બિગ સ્ક્રિન પર મેચ નિહાળી શકે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરમાં અનેક જગ્યાએ બિગ સ્ક્રિન મૂકાઇ છે. માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિશાળ સ્ક્રીનમાં ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ બતાવશે, અહીં 80 બાય 30 ની મોટી LED સ્ક્રીન પર લોકો લાઈવ મેચ નિહાળી શકશે. આશરે 1800 ફૂટની એલઇડી સ્ક્રીન પર મોટી સંખ્યામાં લોકો એકીસાથે બેસીને મેચની મજા માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ક્રિકેટ રસિકો માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

આજે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  બપોરે 2 વાગ્યાથી રમાશે. ફાઈનલ મેચમાં ભારતીય ટીમને પાંચ વખતની વર્લ્ડ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવો પડશે. ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપની તમામ મેચ જીતીને ફાઇનલમાં પહોંચી ગઈ છે, તો ઓસ્ટ્રેલિયા પ્રથમ બે મેચ હાર્યા બાદ સતત 8 મેચ જીતીને ચેમ્પિયન બનવાના અંતિમ તબક્કામાં આવી ગયું છે. બંને ટીમો બરાબરી પર છે અને મેચ ખૂબ જ રોમાંચક બને તેવી શક્યતા છે. ક્રિકેટ રસિકો મેચ બિગ સ્ક્રિન પર નિહાળી શકે માટે ખાસ રાજકોટ મનપા દ્રારા આયોજન કરવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે રમાનારી વર્લ્ડ કપની ફાઇનલ મેચને લીધે ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસે સવારે 11 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધી જતાં મુખ્ય ગેટ તથા કૃપા રેસિડેન્સીથી મોટેરા સુધીનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરાશે. લોકો તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તા સહિતનો વૈકલ્પિક રૂટ લઈ શકશે.

સ્ટેડિયમથી 300 મીટરથી માંડી 2.5 કિમી સુધી 15 પાર્કિંગ પ્લોટ છે. શો માય પાર્કિંગ એપ પરથી બુકિંગ કરાવવાનું રહેશે. મેચના દિવસે સ્ટેડિયમની આજુબાજુ વાહન પાર્ક થશે તો પોલીસ ટો કરી જશે. બંને ક્રિકેટ ટીમને હોટેલથી સ્ટેડિયમ સુધી આવતા અને જતા બંને સમય 3 પોલીસ વાન એસ્કોર્ટ આપશે. આ ઉપરાંત વીવીઆઈપી માટે પણ 2 પોલીસવાન એસ્કોર્ટ માટે રાખવામાં આવી છે.

ભારતના બેટ્સમેન કોહલી, રોહિત શર્મા, ગીલ, શ્રેયસ ઐયર અને કે.એલ. રાહુલ તમામ ફોર્મમાં છે. જ્યારે ભારતે તેના ક્રિકેટ ઈતિહાસમાં આ હદે ઘાતક અને સમતોલ બોલિંગ નથી જોઈ તેમ વિવેચકો કહે છે. એક પછી એક તરખાટ મચાવતા વિજયી બોલિંગ દેખાવ કર્યો છે. હરિફ ટીમ તેની બોલિંગમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જાય છે. બુમરાહ અને સિરાજ કંઈક વિશેષ કારનામા બતાવે તે પહેલાં જ શમીએ સપાટો બોલાવી દીધો હોય છે.

સ્પિન ડિપાર્ટમેન્ટમાં કુલદિપ યાદવ બેટ્સમેન હેરત પામી જાય તેમ વિકેટ ઝડપે છે. જ્યારે રવીન્દ્ર જાડેજા હંમેશા ગેમ ચેન્જર ઓલરાઉન્ડર પૂરવાર થયો છે. પુરી ૫૦ ઓવર આમ હરિફ ટીમનો શ્વાસ અધ્ધર જ રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Stock Market Crash:  સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યાMeerut Stampede: મેરઠમાં શિવપુરાણ કથામાં મચી ગઈ ભાગદોડ, 4 મહિલાઓ ઈજાગ્રસ્ત | Abp AsmitaRajkot Bar association Election :બાર એસોસિએશનનું મતદાન શરૂ, ત્રિપાંખિયા જંગમાં 50 ઉમેદવારCold In India : વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો, દિલ્હીની હાલત કફોડી; જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
GST Council Meeting: લાઈફ-હેલ્થ ઈન્શ્યોરન્સ પર GST ઘટી જશે! જાણો શું મોંઘુ થશે  
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી, જાણો ક્યાં વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
ગુજરાતનું ગૌરવ: સુરતનું ઇચ્છાપોર પોલીસ સ્ટેશન બન્યું દેશનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન
Stock Market Today: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1,176 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ ₹900000 કરોડ ગુમાવ્યા
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
ભાજપ, કોંગ્રેસ અને AAP માંથી કોની સરકાર બનશે? આ નેતાએ કરી મોટી ભવિષ્યવાણી
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
મહારાષ્ટ્રમાં લગ્નમાં જઈ રહેલી પ્રાઈવેટ બસ પલટી, 5 લોકોના મોત અને 27 ઈજાગ્રસ્ત 
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Meerut Stampede: પંડિત પ્રદીપ મિશ્રાની કથામાં મચી ભાગદોડ,અનેક મહિલાઓ ઘાયલ
Embed widget