(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, પતિએ એડવોકેટ પત્નીનું પેટ ચીરી નાંખ્યું
Surat News: પતિ રોહિત કાટકરે પત્ની નિશી ચૌધરીની હત્યા કર્યા બાદ 10 કલાક લાશ પાસે જ રૂમમાં બેસી રહ્યો હતો. પાલ સ્થિત ધ બુલ ગ્રુપ હોટેલમાં આ ઘટના બની હતી.
Surat Crime News: સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં હોટલમાંથી મહિલા એડવોકેટની લાશ મળી હતી. પતિ-પત્નીનું અડાજણમાં ઘર છતાં હોટલમાં ગયા હતા. પતિ રોહિત કાટકરે પ્લાન મુજબ હત્યા કરી હોવાની આશંકા છે. હત્યાની ઘટના જોતા સુનિયોજિત કાવતરું રચ્યું હોવાની આશંકા છે. પતિ રોહિત કાટકરે પત્ની નિશી ચૌધરીની હત્યા કર્યા બાદ 10 કલાક લાશ પાસે જ રૂમમાં બેસી રહ્યો હતો. પાલ સ્થિત ધ બુલ ગ્રુપ હોટેલમાં આ ઘટના બની હતી.
સુરતમાં રહેતા હોવા છતાં આવ્યા હતા હોટલમાં
મળતી વિગત પ્રમાણે, બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. આ ઘટના બાદ પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો છે. દંપતી ગુરુવારે હોટલમાં રોકાયું હતું. દંપતી વચ્ચે છુટાછેડાને લઈને તકરાર ચાલતી હોવાની વાત હાલ જાણવા મળી છે. પતિએ 23 વર્ષની એડવોકેટ પરિણીતાનું પેટ ચીરી નાંખ્યું હતું. મહિલાના બંને હાથનાં કાંડા પર ગંભીર ઈજાઓના નિશાન છે. પરિણીતાની નસો કાપી નાંખવામાં આવી હોવાની શક્યતા છે.
સુરત શહેરમાં થોડા દિવસ પહેલા એક યુવકની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરાવતા તેની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ કેસમાં તપાસ કરતા અનૈતિક પ્રેમસંબંધનો ખુલાસો થયો હતો. પરિણીતા સાથેના અનૈતિક પ્રેમસંબંધનો ભાંડો ફૂટતા પ્રેમી યુવકે જીવ ગુમાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં મૃતકની પરિણીત પ્રેમિકાના પતિ સહિત બેની અટકાયત કરી હતી. પોલીસના કહેવા મુજબ, દિપેશને રૂદરપુરાની કુબેરદાસની વાડી નવા ખાડી રોડ પર રહેતા હર્ષદ કહારની પત્ની સાથે અનૈતિક સંબંધ હતા. હર્ષદની પત્ની દિપેશ સાથે વોટ્સએપ કોલ પર વાત કરતી હતી ત્યારે હર્ષદ જોઈ ગયો હતો. બાદમાં હર્ષદ અને તેના મોટા ભાઈ ધર્મેશ કહારે દિપેશને મળવા માટે કુબેરદાસની વાડીમાં તા. 1 જુલાઈની રાતે બોલાવ્યો હતો, જ્યાં બંને ભાઈઓએ દિપેશને રાત્રિના 23.45 કલાકે જાહેરમાં માર માર્યો હતો. માર ખાધા બાદ દિપેશ ઘરે જતો રહ્યો હતો અને કોઈને કશું કહ્યા વિના ઊંઘી ગયો હતો. સવારે તે જાગતા નહીં પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચોઃ
સુરતમાં હોસ્ટેલમાંથી સગીરાને ભગાડીને સ્કૂલ બસ ડ્રાઈવરે આચર્યુ દુષ્કર્મ, આ રીતે ભગાડી ગયો હતો