શોધખોળ કરો
કોરોનાના કહેર વચ્ચે સુરત માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર? જાણીને થઈ જશો ખુશ
સુરત શહેરમાં રિકવરી રેટ વધીને 73 ટકા થયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી દરરોજ નોંધાતા પોઝિટિવ કેસના આંકડામાં પણ ઘટાડો થયો છે.

સુરતઃ રાજ્યમાં હાલ, સુરતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. ગુજરાતમાં હાલ સુરતમાં સૌથી વધુ 3694 એક્ટિવ કેસો છે. ત્યારે સુરત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરતમાં કોરોનાના રિકવરી રેટમાં વધારો નોંધાયો છે. સુરત શહેરમાં રિકવરી રેટ વધીને 73 ટકા થયો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી દરરોજ નોંધાતા પોઝિટિવ કેસના આંકડામાં પણ ઘટાડો થયો છે.
એટલું જ નહીં, ડિસ્ચાર્જ થતાં દર્દીઓના આંકડાઓમાં પણ વધારો થયો છે. ગત રોજ શહેરમાં નવા 183 પોઝિટિવ કેસ નોંધાયા હતા. શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 12,345 ઉપર પહોંચી છે. શહેરમાં વધુ 5ના મોત સાથે કુલ મૃત્યુઆંક 534 પર પહોંચ્યો છે. જિલ્લામાં નવા 48 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 3017 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં વધુ 5ના મોત સાથે કુલ મૃત્યુઆંક 134 પર પહોંચ્યા છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગાંધીનગર
ગુજરાત
Advertisement