શોધખોળ કરો

Surat: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિક્સો, લિફ્ટમાં હાથ ફસાતા બાળકનું મોત

ગંભીર ઈજાથી બાળકનો હાથ કાપવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન મોડી રાત્રીના માસૂમનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Surat News: સુરતમાં માતા-પિતા લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બે દિવસ પૂર્વે અલથાણના ગ્રીન કેપિટલ્સ આવાસમાં માતાની હાજરીમાં જ બાળક રમતા-રમતા નવનિર્મિત બિલ્ડીંગની ટ્રોલી લિફ્ટમાં હાથ નાંખી દીધો હતો. જેના કારણે બાળકને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાથી બાળકનો હાથ કાપવામાં આવ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. સારવાર દરમિયાન મોડી રાત્રીના માસૂમનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરની કરામત

સુરતમાં 39.64 લાખની છેતરપિંડીના કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરવામા આવી હતી. અનિલ ભોજ ભાઈ સાથે મળી વેડ રોડ પર બચત યોજના ચલાવતા હતા. આરોપ છે કે અનિલે બચત યોજનાના નામે  31 લોકો સાથે છેતરપિંડી કરી 39 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ચોક બજાર પોલીસે ગુનો નોંધી અનિલ ભોજ અને તેના ભાઈની ધરપકડ કરી હતી.

ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરવામાં આવી છે. અનિલ ભોજે પોતાના ભાઈ સાથે મળી વેડ રોડ ઉપર બે બચત યોજનાના નામે 31 લોકોને છેતર્યા હતા. બહુચરનગરમાં લક્ષ્મીપૂજન અને ભાગ્યલક્ષ્મી બચત યોજનાના નામે રોકાણ કરી ફુલેકું ફેરવનાર ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને તેના ભાઈ અરવિંદ કાનજી ભોજની ચોકબજાર પોલીસે ધરપકડ કરી હતી. વેડ રોડ સ્થિત બહુચરનગરમાં રહેતા હર્ષદ દેવશી રાઠોડની અરજીને આધારે ચોકબજાર પોલીસે ફોજદારી ગુનો નોંધ્યો હતો.

આ બંને ભાઈઓ તેમના પિતા કાનજી ભોજ સાથે ૨૦૧૩થી બહુચરનગર મકાન નંબર ૧૨૭માં ઓફિસ રાખી બે બચત યોજનાઓ ચલાવતા હતા. આ યોજનાઓમાં ૫૦૦થી ૧૦૦૦ રૂપિયા ભરી સભ્ય બનાવવામાં આવતા હતા. તે સાથે જ દર મહિને ૩૬થી ૪૦ હપ્તાઓમાં સરખી રકમનો હપ્તો જમા કરાવવાનો રહેતો હતો. હપ્તા પૂર્ણ થયા બાદ બચેલી રકમ પરત આપી દેવામાં આવતી હતી. એટલું જ નહિ સભ્યને તેના સસ્તા દરે લોન પણ આપવામાં આવતી હોઈ વેડ રોડ વિસ્તાર ઉપરાંત બીજા વિસ્તારના લોકો પણ આ બચત યોજનામાં સભ્યો બન્યા હતા.

જાન્યુઆરી 2017માં કાનજીભાઈના અવસાન બાદ પણ તેમના બંને પુત્રોએ આ રકમ જમા લેવાનું ચાલુ રાખ્યું હતું. થોડાક મહિના બાદ હપ્તા પૂર્ણ થયા બાદ લોકોએ ઉઘરાણી કરતાં બહનાબાજીઓ શરૂ કરી હતી. ભોગ બનેલા અનેક લોકોએ વર્ષોથી આ પૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ અરજીઓ કરી હતી. સંખ્યાબંધ અરજીઓના અભ્યાસ બાદ ચોકબજાર પોલીસે ભોગ બનેલા ૩૧ વ્યક્તિઓની યાદી તૈયાર કરી હતી. જેને આધારે ૩૯.૬૪ લાખની છેતરપિંડી બદલ આઈ.પી.સી.ની કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ તથા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટની કલમ ૩ મુજબ મંગળવારે બપોરે ગુનો નોંધી અનિલ ભોજ અને તેના ભાઈને દબોચી લીધો હતો. તે સાથે જ તેમનો ભોગ બનેલી વ્યક્તિઓને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. નાણાં ગુમાવનાર ચારનાં મોત થયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછનBulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Mahakumbh 2025:  મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
Mahakumbh 2025: મહિલા નાગા સાધુ કેટલા કપડા પહેરી શકે છે? આ છે વસ્ત્ર ધારણ કરવાનો નિયમ
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
યુક્રેન યુદ્ધમાં આત્મસમર્પણ નહી પણ પોતાને ગોળી મારવાનો ઉત્તર કોરિયાના સૈનિકોને આદેશઃ દક્ષિણ કોરિયા
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ, 4000 ચોરસફૂટ જમીન પરના ધાર્મિક દબાણો કરાયા દૂર
Makar Sankranti 2025: મકરસંક્રાંતિ પર આ શુભ મુહૂર્તમાં કરો પૂજા, સૂર્યદેવના મળશે આશીર્વાદ
Makar Sankranti 2025: મકરસંક્રાંતિ પર આ શુભ મુહૂર્તમાં કરો પૂજા, સૂર્યદેવના મળશે આશીર્વાદ
Embed widget