Crime: સુરતમાંથી પકડાયું હાઇ પ્રૉફાઇલ સેક્સ રેકેટ, મુંબઇથી ચાર મૉડલો લાવીને કરાવાતો હતો દેહવેપાર, આ રીતે થયો પર્દાફાશ
સુરતમાથી મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે ગ્રાહક બનીને શહેરમાં ચાલતા હાઇ પ્રૉફાઇલ સેક્સ રેકેટના સ્થળ પર દરોડા પાડ્યા હતા

Surat Crime News: સુરતમાં વધુ એક મોટી ગુનાખોરીની ઘટનાનો પર્દાફાશ થયો છે, એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે અચાનક દરોડાની કાર્યવાહી કરી હતી જેમાં એક મોટા અને હાઇ પ્રૉફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. શહેરના વેસુ વિસ્તારમાં આવેલી પાર્ક સેલિબ્રેશનમાં એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે ગ્રાહક બનીને દરોડા પાડ્યા જેમાં ચાર રૂપલલનાઓને પકડી પાડવામાં આવી હતી, અહીં સેક્સ રેકેટમાં મુંબઇથી ચાર મૉડલો લાવીને દેહવેપારનો ધંધો કરાવાતો હતો. આ મામલામાં પોલીસે દલાલ જાવેદ અને યુવરાજને વૉન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે.
સુરતમાથી મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે ગ્રાહક બનીને શહેરમાં ચાલતા હાઇ પ્રૉફાઇલ સેક્સ રેકેટના સ્થળ પર દરોડા પાડ્યા હતા, ખરેખરમાં શહેરના વેસુ વિસ્તારની આવેલી ધી પાર્ક સેલિબ્રેશન હૉટલમાં છેલ્લા કેટલાક સમયથી દેહવેપારનો ધંધો ચાલી રહ્યો હતો, જેમાં મુંબઇથી મૉડલો લાવીને આ દેહવેપારના ધંધાને કરવામાં આવયો હતો, જોકે, આ સમગ્ર મામલે જ્યારે એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટને બાતમી મળી તો તેમને બાતમીના આધારે આ હૉટલમાં ડમી ગ્રાહક બનીને રેડ કરી હતી, આ દરમિયાન અહીંથી ચાર મૉડલોને મુક્ત કરાવી હતી, જોકે, દલાલો છૂટી ગયા હતા. અહીં મુંબઇથી ચાર મૉડલોને બોલાવીને દેહ વેપાર કરાવાતો હતો, આ ચારેય મૉડલો વેબસીરીઝમાં પણ કામ કરી ચૂકી હોવાની વાત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. હાલમાં એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ યૂનિટે આ ચાર રૂપલલનાઓને મુક્ત કરાવી છે અને દલાલ જાવેદ અને યુવરાજને પોલીસે વૉન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરી છે.
સુરત નકલી ડિગ્રી કૌભાંડમાં મોટો પર્દાફાશ, 137 વિદ્યાર્થીઓના નામે ઈશ્યૂ થઈ હતી માર્કશીટ
સુરતમાંથી એક મોટું નકલી ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે, વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી પધરાવીને લાખો રૂપિયાનો વેપલો સુરતમાં ચાલી રહ્યો હતો, જેનો પોલીસે પર્દાફાશ કરી દીધો છે. 137 વિદ્યાર્થીઓને આ કૌભાંડ થકી નકલી માર્કશીટ ડિગ્રી ઇશ્યૂ કરવામાં આવી હતી. આ કેસ મામલે પોલીસે તપાસ કરી જેમાં પોલીસને હિસાબની ડાયરી અને રસીદ બુક મળી આવી છે. સુરતમાં ફરી એકવાર નકલી ડિગ્રી કૌભાંડનો મોટો પર્દાફાશ થયો છે, પોલીસે અચાનક દરોડા પાડીને શહેરમાં ચાલતા નકલી ડિગ્રી કૌભાંડના આરોપીઓને ઝડપી પાડ્યા છે, અને સાથે કેટલોક મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આજે સુરત નકલી ડિગ્રી કૌભાંડમાં મોટો પર્દાફાશ થયો છે. 137 વિદ્યાર્થીઓના નામે ઈશ્યૂ થઈ હતી આ નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ. પોલીસ તપાસમાં નકલી ડિગ્રી કૌભાંડ ચલાવનારાઓના લાખોના વ્યવહાર પકડાયા છે. નિલેશ સાવલિયાના બેન્ક એકાઉન્ટમાં લાખોના વ્યવહાર થયા હોવાનુ પોલીસે પકડી પાડ્યુ છે. નિલેશ સાવલિયા એ યશ એજ્યુકેશન એકેડમી, ડિવાઈન એકેડમીના સંચાલક છે. યુપીના ફરિદાબાદના મનોજ કુમારની પણ આ કેસમાં સંડોવણી સામે આવી છે. નોઈડાના રાહુલ જૈન, EDU ઝૉન ગ્રુપ ઓફ એજ્યૂકેશનના કરણની પણ સંડોવણી છે. ખાસ વાત છે કે, આ કેસમાં પોલીસને હિસાબની ડાયરી અને રસીદ બુક મળી છે. ડાયરીમાં રોકડ રકમ, ઓનલાઈન અને ચેકથી પેમેન્ટ લીધાનો ઉલ્લેખ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
