શોધખોળ કરો

Surat: શહેરમાં શ્વાનનો આતંક, ભેસ્તાનમાં કૂતરું કરડતાં 6 વર્ષના બાળકનું મોત

સુરતમાં છેલ્લા કેટલાક વખતથી રખડતા કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે. કૂતરાના આ ન્યુસન્સના કારણે રાત્રીના સમયે એકલ દોકલ વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે

Surat News:  સુરતમાં શ્વાનનો આતંક યથાવત છે. શહેરના  ભેસ્તાન વિસ્તારમાં કૂતરું કરડતા 6 વર્ષના બાળકનું મોત થયું છે. ભેસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન પાસે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં પરિવાર સાથે કામદાર હાજર હતા ત્યારે પાછળથી ગળા,પેટ માં,માથામાં,પગમાં કૂતરું કરડ્યું  હતું. જે બાદ બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લવાયો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે બાળક ને મૃત જાહેર  કર્યો હતો.

ગત મહિને શહેરમાં ખજોદ વિસ્તારમાં 2 વર્ષની બાળકીને શ્વાને 40 જેટલા બચકાં ભર્યા હતા. જે બાદ બાળકીને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. વ્હાલસોયીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.ખજોદ ખાતે ડાયમંડ બુર્સમાં  આવેલી લેબર કોલોનીમાં રહેતા રવિકુમાર કહારની બે વર્ષીયની પુત્રીને ત્રણ-ચાર શ્વાને બચકાં ભરતા સારવાર માટે નવી સિવિલમાં કિડની બિલ્ડીંગમાં લાવ્યા હતા. જોકે બાળકીને 30 થી 40 જેટલા ભાગે બચકા ભર્યા હોવાનું ડોકટરે કહ્યુ હતુ. જેથી તે બાળકીને જે ભાગે બચકાથી ધા પડયા હતા. જેથી તે ઘાને અનુલક્ષીને ધાની નજીકમાં ૩૦ જેટલી વખત હડકવા વિરોધી રસી જરૂરીયાત પ્રમાણે આપવામાં આવી હતી. એવુ સિવિલના ડોકટરે કહ્યુ હતું.

સુરતમાં 2022માં 16 હજારથી વધુ લોકોને કૂતરાએ બચકાં ભર્યા

સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જોકે ગત વર્ષ 2022માં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૂતરાએ બચકા ભર્યા બાદ 1653 વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. જયારે  જેટલા ભાગે બચકા ભરવાથી ઘા પડતા હોય એટલા ભાગે ઘાને અનુલક્ષીને નવી સિવિલમાં હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે.

શહેરના આ વિસ્તારોમાં છે કૂતરાનો ત્રાસ

પ્રાપ્ત વિગત મુજબ થોડા દિવસ પહેલા વરાછામાં માસુમ બાળકીને બાદ વેડ રોડ ખાતે એક બાળકી પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો. ત્યારબાદ ગઈકાલે રવિવારે ખજોદ ડાયમંડ બુર્સમાં બે વર્ષીય માસુમ બાળકી પર ત્રણ ચાર કૂતરઓએ હુમલો કરતા ૩૦ થી ૪૦ બચકા ભરતા ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રાંદેર, અડાજણ, વેડ રોડ, વરાછા, નાનપુરા, કતારગામ, વરાછા, પાંડેસરા, ભેસ્તાન, લિંબાયત, ઉધના સહિતના વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. જેથી પગપાળા જતા વ્યક્તિ કે બાઈક પર જતા વ્યક્તિઓની પાછળ દોડી કુતરા બચકાં ભરે છે. જોકે વર્ષ 2022 સુરતના વિવિધ વિસ્તારોમાં 16653 કૂતરાએ બચકા ભર્યા હતા. જેમાં સારવાર અને હડકવા વિરોધી રસી મુકવા માટે નવી સિવિલમાં 9389 અને સ્મીમેર હોસ્પિટલમાં 7264 વ્યકિતઓ આવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Embed widget