Surat: અકસ્માતમાં કપાયેલો હાથ ફરી જોડ્યા બાદ કાપવો પડ્યો, ચાર વર્ષના બાળક પર પાંચ કલાકની સર્જરી
સુરતમાં થોડાક દિવસો પહેલા એક અક્સમાતની ઘટના ઘટી હતી, જેમાં ચાર વર્ષના બાળકનો હાથ કપાઇ ગયો હતો, હવે તેને લઇને અપડેટ સમાચાર સામે આવ્યા છે
Surat News: સુરતમાં થોડાક દિવસો પહેલા એક અક્સમાતની ઘટના ઘટી હતી, જેમાં ચાર વર્ષના બાળકનો હાથ કપાઇ ગયો હતો, હવે તેને લઇને અપડેટ સમાચાર સામે આવ્યા છે, અકસ્માતમાં કપાયેલા બાળકના હાથને ફરી પાછો જોડવામાં આવ્યો હતો, જેના પર ઇન્ફેક્શન લાગતા તેને ફરીથી કાપવામાં આવ્યો છે. ખાસ વાત છે કે, ચાર વર્ષના ગૌરવ પ્રસાદ નામના બાળક પર પાંચ કલાક સુધી હાથની સર્જરી ચાલી હતી.
મળતી માહિતી પ્રમાણે, સુરતમાં થોડાક દિવસો પહેલા ડીંડોલીમાં અકસ્માતમાં એક ચાર વર્ષના બાળકનો અકસ્માત થયો હતો. આ બાળકને સર્જરી કરીને હાથ ફરી જોડવામાં આવ્યો હતો, હવે તેને ઇન્ફેક્શન લાગતા ફરી આ હાથને કાપવો પડ્યો છે. અકસ્માતમા ટેમ્પોએ ટક્કર મારતા ખભાથી નીચેના ભાગથી હાથ છૂટો પડી ગયો હતો. આ બાળકની સિવિલમાં પાંચ કલાક સર્જરી કરીને હાથ જોડવામાં આવ્યો હતો. હવે હાથમાં ઇન્ફેક્શન ફેલાઈ જતા કાપવો પડ્યો હતો, ચાર વર્ષીય ગૌરવ પ્રસાદ નામના બાળકે ફરીથી પોતાનો હાથ ગુમાવ્યો છે. સુરતની નવી સિવિલ ખાતે પ્લાસ્ટિક સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક અને એનેસ્થેસિયા સહિતના વિભાગના તબીબોએ પાંચ કલાક સુધી આ બાળકના હાથની સર્જરી કરી હતી. સર્જરી બાદ હાથ જોડવામાં આવ્યો, પરંતુ અંતે ફરી નિરાશા હાથ લાગી હતી. બાળકના જોડાયેલા હાથમાં લોહીની પરિભ્રમણ અટકી જતા ઇન્ફેક્શન થયું હતુ.
મનપા સંચાલિત બસોથી સુરતવાસીઓમાં ભય, ચાર વર્ષમાં 54 અકસ્માત સર્જ્યા, 18ના જીવ લીધા
સુરતમાં મનપા સંચાલિતત બસે કાળો કેર વર્તાવ્યો છે, હાલમાં જ સામે આવેલા આંકડા પ્રમાણે, સુરતમાં મહાનગર પાલિકા સંચાલિત બસોએ અકસ્માતોની વણઝાર ઉભી કરી દીધી છે. છેલ્લા ચાર વર્ષમાં બસોએ 54 અકસ્માત સર્જ્યા છે, જેમાં 18 નિર્દોષ લોકોનો જીવ લેવાયો હોવાનું પણ સામે આવ્યુ છે. સતત વધી રહેલા બસ અકસ્માતોથી શહેરીજનો પણ ચિંતિત છે. તાજેતરમાં જ જાહેર પરિવહન સમિતિના ચેરમેને આ અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. હાલમાં મળતી માહિતી પ્રમાણે, સુરત મનપા સંચાલિત બસોએ શહેરના રસ્તાઓ પર કાળો કેર વર્તાવ્યો છે. એક પછી એક અકસ્માતોની લાઇન કરી દીધી છે, તાજા આંકડા પ્રમાણે, મનપા સંચાલિત બસોએ સુરતમાં છેલ્લા ચાર વર્ષમાં 54 અકસ્માતો સર્જ્યા છે. આ 54 અકસ્માતમાં 18 નિર્દોષોના જીવ મનપા સંચાલિત બસે લીધા છે.
હાલમાં જ જાહેર પરિવહન સમિતિના ચેરમેને જરૂરી સૂચનાઓ આપી હતી, તેમને બસ ડેપોની મુલાકાત લઈને એજન્સી સંચાલકોને સૂચના આપી હતી. વર્ષ 2020માં 2 અકસ્માત થયા જેમાં 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા. વર્ષ 2021માં 7 અકસ્માત થયાં જેમાં 5 લોકોના મૃત્યુ અને 2 વ્યક્તિને ઈજા પહોંચી હતી. વર્ષ 2022માં 21 અકસ્માત થયા જેમાં 8 વ્યક્તિના મૃત્યુ થયા જ્યારે 13 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. વર્ષ 2023માં 24 અકસ્માત નોંધાયા જેમાં 3 વ્યક્તિના મૃત્યુ અને 21 વ્યક્તિ ઘાયલ થયાં હતા. બીઆરટીએસ બસોના અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2020 કરતાં 2023માં અકસ્માતોની સંખ્યામાં 1200 ટકાનો વધારો થયો છે. સતત અકસ્માતોની સંખ્યામાં વધારો છતાં મનપના સત્તાધીશો નિંદ્રાધીન હોવાનું સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે. અકસ્માત સર્જતી બસ એજન્સી સામે કડક પગલાં ના લેવાતા અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે.