શોધખોળ કરો
Advertisement
વાઘોડિયાના દબંગ MLA મધુ શ્રીવાસ્તવને ભાજપે બીજો મોટો ઝાટકો આપ્યો, દીકરા બાદ હવે....
મધુ શ્રીવાસ્તવની મનમાની સામે ન ઝુંકવાનું પ્રદેશ ભાજપે પહેલાથી જ મન માનવી લીધું હતું.
વાઘોડિયાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ભાજપે બીજો મોટો ઝાટકો આપ્યો છે. પુત્ર દિપક શ્રીવાસ્તવ બાદ હવે પુત્રી નિલમને પણ ટિકીટ ન આપી. મધુ શ્રીવાસ્તવની પુત્ર નિલમે જિલ્લા પંચાયતની ગોરાજ બેઠક પરથી ટિકીટની માગણી કરી હતી. પરંતું ભાજપે તેના સ્થાને કલ્પના પટેલને ટિકીટ આપી છે.
મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપકની ભાજપે વોર્ડ નંબર 15માંથી ટિકિટ કાપતા મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપકે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જો કે 3 સંતાનો મુદ્દે ભાજપના જ ઉમેદવારે વાંધો લઈ પુરાવા રજુ કરતા ચૂંટણી અધિકારીએ દિપકનું ઉમેદવારી પત્ર રદ કર્યું હતું.
પરંતુ મધુ શ્રીવાસ્તવની મનમાની સામે ન ઝુંકવાનું પ્રદેશ ભાજપે પહેલાથી જ મન માનવી લીધું હતું. જો કે પુત્ર અને પુત્રીની ટિકિટ કપાતા પક્ષ વિરોધી બેફામ નિવેદનબાજી કરનાર શ્રીવાસ્તવ સામે પક્ષે હજુ સુધી કોઈ પગલાં ભર્યા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement