શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વડોદરાની યુવતી સામે ટ્રેનમાં જ નગ્ન થઈ ગયો યુવકે કરી ગંદી હરકત, યુવતીએ સીધી કોને કરી ફરિયાદ ?
પહેલા તે આ ઘટનાથી ડરી ગઈ પરંતુ તેને આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા દ્વારા રેલવે મંત્રી પીયૂષ ગોયલને મોકલીને આ મામલે કાર્રવાઈની માગ કરી.
![વડોદરાની યુવતી સામે ટ્રેનમાં જ નગ્ન થઈ ગયો યુવકે કરી ગંદી હરકત, યુવતીએ સીધી કોને કરી ફરિયાદ ? In front of a young woman from Vadodara, a young man got naked in the train and made a dirty move વડોદરાની યુવતી સામે ટ્રેનમાં જ નગ્ન થઈ ગયો યુવકે કરી ગંદી હરકત, યુવતીએ સીધી કોને કરી ફરિયાદ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/04164837/woman-molestation.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રતિકાત્મક તસવીર
રાજસ્થાનમાં ઉદયપુર સિટી સ્ટેશન પર ઇન્દોર માટે જઈ રહેલ પેસન્જર ટ્રેનમાં એક યુવકની અશ્લીલ હરકતની ઙરિયાદ પીડિત યુવતીએ રેલવેમંત્રીને કરી છે. આ ઘટના બાદ રેલવે પોલીસ હરકતમાં આવી ગઈ છે. જોકે હજુ સુધી આરોપી હાથમાં આવ્યો નથી.
વડોદરા મૂળની ઉદયપુરમાં રહેતી પીડિતાનું કહેવું છે કે આ ઘટના 26 ફેબ્રુઆરી રાતની છે. તે સમયે ઇન્દોર-ઉદયપુર પેસેન્જર ટ્રેનમાં જે ડબ્બામાં તે ચડી તેમાં માત્ર ત્રણ લોકો જ હતા. જેમાં તે એકલી મહિલા હતી. ટ્રેનમાં બેઠેલ યુવકે તેને એકલી જોઈને ગંદી હરકત કરવાનું શરૂ કર્યું. નિર્વસ્ત્ર થયા બાદ તે અશ્લીલ હરકત કરવા લાગ્યો. પહેલા તે આ ઘટનાથી ડરી ગઈ પરંતુ તેને આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા દ્વારા રેલવે મંત્રી પીયૂષ ગોયલને મોકલીને આ મામલે કાર્રવાઈની માગ કરી.
યુવતી તેનો વીડિયો બનાવતી હતી તેનો યુવકને ખ્યાલ આવી જતા તે ત્યાંથી ભાગી ગયો. જે બાદ યુવતીએ પોતાની ફરિયાદ સોશિયલ મીડિયાના માધ્યમથી રેલવે મંત્રીને કરી છે. તેમ છતાં હજુ સુધી આ યુવકની ધરપકડ થઈ નથી.
ફરિયાદ બાદ યુવતી સાથે રેલવે પોલીસના જવાનોએ ઉદયપુર નજીક માવલી પાસે વાતચીત કરી હતી. યુવકની ટ્રેનના બોગીમાં તપાસ શરૂ કરાઈ. ત્યારે ખ્યાલ આવ્યો કે યુવક દ્વારા ટ્રેનમાં બેઠેલી અન્ય કેટલીક મહિલાઓ સાથે પણ આ પ્રકારની ગંદી હરકતો કરવામાં આવી હતી. હવે રેલવે સીસીટીવી ફુટેજના આધારે યુવકની તપાસ કરવામાં આવી રહી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)